________________
MOM-
AM MMM MM
આ બધું હોવા છતાં ખૂબ જ સહૃદયી, સૌજન્ય સ્વભાવી, અત્યન્ત વિનયશીલ આત્મીય લાગણી ધરાવનાર પંડિતજી શ્રી રૂદ્રદેવજી ત્રિપાઠીજીએ આ કાર્ય હાથમાં લીધું ન હોત તો આ દિ કાર્ય કદાચ પ્રકાશિત થવા ન પામત. તે માટે તેમનો આભાર માનવા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ છે અર્પણ કરું છું. તેઓ મારા એક અભ્યત્તર પર્ષદાના મારા નિકટના ધર્મમિત્ર છે. એમની પાસેથી હું મેં ઘણું ઘણું કામ લીધું છે. અને એમણે પણ પ્રામાણિકપણે બહુ સરલતાથી ધીરજ અને શાંતિથી 8 તે કાર્યને પોતાનું સમજીને પાર પાડ્યું.
ઉણાદિના મુદ્રણનું કાર્ય દિલ્હીના પંકજ પ્રેસે ખંતથી કરી આપ્યું તે બદલ તેમને પણ ખૂબ છે ધન્યવાદ આપવા રહ્યા. - એક વાત અહીં નોંધવી રહી ગઈ. તે એ કે ૩૦ વરસ પહેલાં પાણિની ઉણાદિની ? વ્યુત્પત્તિની પ્રેસકોપી તૈયાર કરતો હતો ત્યારે મારી ઇચ્છા ભેગાભેગી કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ છે હેમચંદ્રાચાર્યજી કૃત પાણિનીની માફક અષ્ટાધ્યાયના ક્રમે એકલા હાથે રચેલા મહાન કૃતિ છે સિદ્ધહેમ વ્યાકરણના સૂત્રો આધારિત સિદ્ધહેમની ઉણાદિ વ્યુત્પત્તિસંગ્રહ તૈયાર કરવા દઢ ભાવના છે હતી. એક શબ્દની વ્યુત્પત્તિ વધુને વધુ પ્રકારે બની શકે તેવું કરવાના મનોરથ પણ હતા. થોડીક છે તૈયારી કરેલી પણ એક પૂરું ન થાય ત્યાં બીજાની આશા કેમ રખાય!
સંસ્કૃતજ્ઞ બુદ્ધિમાન અભ્યાસીઓ આનો સદુપયોગ કરે એ જ શુભ ભાવના!
૧૯૯૫ માં લખેલી વ્યુત્પત્તિઓનું પ્રકાશન ૨૦૪૩ માં એટલે ૪૮ વરસે થાય છે. સમયની 8 એ પણ એક બલિહારી જ છે.
પરમપૂજ્ય ગુરુદેવોના આશીર્વાદ, મારા સાથી તમામ મુનિરાજોનો તથા અન્ય શુભેચ્છકોનો હું છે એક યા બીજી રીતે સહકાર મલ્યો તે બદલ આભાર વ્યક્ત કરું છું. પાલીતાણા
-યશોદેવસૂરિ છે સાહિત્ય મંદિર સં. ૨૦૪૩
wwww wwwwxwwwજ000*
વિMSMSMSM૪ [ ૬૬૧ ]
CCC