________________
- ભગવતી એટલે પૂજનીય, વંદનીય...આમ તો ભગવતી વિશેષણ છે. વિશેષણ વિશેષ્ય બની છે છે જેને લોકહદયમાં અમિટ સ્થાન પામ્યું છે. જૈન સંઘમાં સર્વત્ર પરમ પવિત્ર ભગવતીજી સૂત્રની છેજે અને જેવી બોલબાલા છે એવી એકેય આગમની નથી.
જેનોની સારી એવી વસ્તીવાળા ગામોમાં સુશ્રાવકો ભગવતીજી સૂત્રનું એકાદવાર વાંચન છે (વાચના) થાય તેવી ઝંખના રાખતા હોય છે અને જે સંઘમાં “આપણે ત્યાં ભગવતીજી એ વંચાવાનું છે' આટલી વાત જાણતાં, હાના-મ્હોટા સહુના હૈયામાં અનેરો આનંદ ઉલ્લાસ અને - ભક્તિભાવ જાગી જાય છે. કેમકે પ્રગટ-અપ્રગટપણે આ સૂત્ર પ્રત્યેનું બહુમાન સહુના હૈયામાં ન માં બેઠું હોય છે.
આ સૂત્ર પાછળ જે બહુમાન અને આનંદ છે તે માટે મહત્વનું બીજું એક કારણ છે. આ એક જ સૂત્ર એવું છે કે જેની વાચના વિશિષ્ટ વિધિ કરવાપૂર્વક થાય છે. પ્રથમ તો તે છે. ધામધૂમથી સૂત્ર સાથેનો વરઘોડો કાઢવામાં આવે છે. સમગ્ર સંઘ અનેરા ઉલ્લાસ, ઉત્સાહ છે ન અને આનંદથી ભાગ લે છે. પછી સૂત્ર વાચનાના અધિકારી ગુરુદેવને ઉછામણી બોલીને સૂત્ર - - પોથી વહોરાવવામાં આવે છે. એટલે ગુરુ સમક્ષ રોજ ચોખાના ૩૦૦ સાથિયા, તે ઉપર કે
ત્રણસો બદામ, ધૂપ-દીપક થાય છે. રોજ ભગવતીજીનું સોનામહોર અથવા રૂપાનાણું વગેરેથી પૂજન થાય. પછી વાસક્ષેપ નંખાવામાં આવે છે, પછી ગુરુજીને વ્યાખ્યાન આપવાની વિનંતી કરે એટલે પછી વ્યાખ્યાનકાર ગુરુશ્રીને પણ કરવાનો વાચના વિધિ તે પોતે કરીને પછી
વ્યાખ્યાન આપે. વ્યક્તિગત કે સામુદાયિક ખર્ચ આ વિધિ રોજેરોજ કરવાનો હોય છે. આ કે િકારણે પણ સંઘમાં ઉલ્લાસ રહેતો હોય છે. જો કે આજે આ વિધિ સંક્ષિપ્તપણે પણ કરવામાં આવે
આવે છે. આ સર્વોપરિ અને સર્વોત્તમ ગણાતા આ આગમ પ્રત્યે જેન સંઘમાં ખૂબ જ છે, આદર-માન-શ્રદ્ધા અને ભક્તિ બેઠાં છે.
વર્તમાન પ્રજાની પરિસ્થિતિ અને માનસ એવું બન્યું છે કે એને સળંગ વિષયો વાંચવા ગમતા નથી. વળી જો લાંબા લાંબા હોય તો તે વધુ કંટાળી જાય છે પણ જો ટૂંકા ટૂંકા ન વિષયો હોય તો બહુ ગમે અને એમાંય તે પ્રશ્નોત્તરીરૂપે હોય ત્યારે તેને બહુ રુચિકર લાગે છે. તે છે કેમકે પ્રશ્ન કરવાનો હોય એટલે વાક્ય રચના પૂરી હોય અને ઉત્તર આપવાનો હોય તે પણ છે આ પૂરી વાક્ય રચનાવાળો હોય, એટલે એમાં આકાંક્ષા સંતોષાઈ જાય છે. ટૂંકું ટૂંકું વધુ યાદ રહે જ છે. વળી નવું નવું જાણવાની જિજ્ઞાસા પ્રશ્નોત્તરીથી પૂરી સંતોષાઈ જાય છે, આથી કોલેજ - સ્કુલોમાં પણ કેટલીક ગાઈડો વગેરે આ જ પ્રશ્નોત્તરીના ધોરણ પર જ બહાર પડેલી છે. એ - તાત્પર્ય એ કે આ સમગ્ર ભગવતીજી સૂત્ર પ્રશ્નોત્તરીરૂપે હોવાથી થોડી મનગમતી રચના છે. આ
વાચકને શંકા થાય કે પ્રશ્નો છે તો તે કેટલા છે?–પ્રશ્નો સેંકડોમાં બોલાય તેમ નથી. હજારોમાં બોલાય તેમ છે અને હજારોમાં બે પાંચ હજાર નહિ પણ ખાસા ૩૬ હજારની છે. સંખ્યા. સાંભળીને આપણને આ સૂત્ર પ્રત્યે અસાધારણ અહોભાવ જાગી જાય છે. વિશ્વમાં ના પ્રશ્નોત્તરીરૂપે રચાએલો આવો મહાગ્રન્થ કદાચ વિશ્વમાં બીજો વિદ્યમાન હશે કે કેમ! એ ના આ પ્રશ્ન છે.