________________
ના પ્રશ્નકારો જુદા જુદા છે પણ ઉત્તરદાતા એક જ સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર છે. તે એક પ્રશ્નો પણ અજબ ગજબના. વિશ્વ ઉપરના કોઈ ધર્મશાસ્ત્રમાં અલ્પાંશે પણ જે જ્ઞાન ન મળે છે
એવા અનોખા, પરમાણુ-અણુથી લઈ અખિલ બ્રહ્માંડ સુધીના છે. આમાં તત્ત્વજ્ઞાન, ધર્મબોધ, વિશ્વના ચેતન-અચેતન પદાર્થોની ગણના, તેની સાથે સંબંધ ધરાવતી વિગતો, પ્રભાના, અંધકારના તથા ભાષાના પુગલો-ધ્વનિ-તરંગો, (રેડિયો) પ્રત્યેક પદાર્થમાંથી નીકળતા છાયાતરંગોને ટી.વી.) લગતાં ગૂઢ-નિગૂઢ પ્રશ્નો, ભૂગોળ-ખગોળને તથા દેવ-નરક-મનુષ્ય અને તિર્યંચ આ ચાર ગતિને લગતું ધોધમાર વર્ણન અને વિગતો, જૈનધર્મશાસ્ત્ર-સિદ્ધાંતને લગતી કેન્દ્રીય સ્થાને રહેલી અને અખિલ બ્રહ્માંડના પદાર્થોની ગતિ, સ્થિતિમાં પ્રાણભૂત ગણાતી,
કર્મસત્તાને લગતા ઈતિહાસ, પદાર્થ વિજ્ઞાન વગેરે અંગેની અઢળક બાબતો સંઘરાએલી છે. - આથી આ ભગવતીજી તત્ત્વજ્ઞાન, પદાર્થજ્ઞાન અને ધર્મબોધ જ્ઞાનના રસિકોને ખૂબ જ ગમી ને જાય અને કહેનારા પ્રત્યે માથું ઢળી જાય એવું છે.
ભગવતીજીમાં શું શું છે? એ વિષયોની માત્ર યાદી કરવામાં આવે તો એક ખાસી - પુસ્તિકા બની જાય, એટલે આપણે આ વાતને અહીં જ અટકાવી દઈએ.
આ ઉપર સમર્થ આચાર્યોએ સંસ્કૃત ભાષામાં સમર્થ વિવરણો કરેલાં છે. આ કે વિવરણ હોવાથી પદાર્થ સમજવામાં સુલભતા પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળમાં એક એક પ્રશ્ન : એક એક ગીનીનું પૂજન કર્યાના દાખલા નોંધાયા છે, એવું આ સૂત્રનું બહુમાન હતું.
આ ભગવતીજી ભૂતકાળમાં સુવર્ણાક્ષરે (સોનાના વરખમાંથી બનાવેલી સહીથી) કાગળ ન ઉપર લખાયું હતું અને વર્તમાન કાળમાં કપડાં ઉપર સુવર્ણાક્ષરે એકથી વધુ પ્રતિઓ લખાઈ
હશે. લખાવવું અતિ ખરચાળ બન્યું હોવા છતાં જેને સમાજની આગમ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા- ભાવનાના કારણે સુવર્ણાક્ષરી લેખનની પરંપરા આવા વિષમ કાળમાં, આપણા શ્રીસંઘના આ સહકારથી મહાત્મા પુરુષોએ જાળવી રાખી. ખરેખર! આ પરંપરાએ જનસંઘનું ગૌરવ વધાર્યું છે, લેખન કલા સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
આ કાળમાં ૪૫ આગમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂક્યા હશે! કાગળ ઉપર સુવર્ણાક્ષરે ન લખનાર કોઈ હતું નહિ અને મારી ઇચ્છા આ પ્રાચીન પરંપરા ફરી શરૂ થાય તેવી હોવાથી
કાગળ કે કપડાં ઉપર સુવર્ણાક્ષરે લખનાર લેખક ધર્માત્મા ભાઈશ્રી ચીમનલાલ ભોજકને ત્રીસેક
વરસ ઉપર હિંમત આપી મેં જ તૈયાર કર્યા, અખતરા કરાવ્યા, શાહી કેમ બનાવવી એનું છે. જ્ઞાન આપ્યું, કેમ કે એ શાહી ૩૫ વરસ ઉપર મેં મારા હાથે બનાવીને તેનાથી કાગળ ઉપર ન મેં થોડુંક લખવાનો સફળ અખતરો કરેલો હતો. આવો યોગ ન બન્યો હોત તો સુવર્ણાક્ષરી - પ્રતિ સાહિત્યનું સર્જન થયું ન હોત. સુવર્ણાક્ષરી પ્રતિ લેખનની પરંપરા જળવાત કે કેમ? તે પ્રશ્નાર્થક બની રહેત!
ભગવતીજીની વાચના પૂરી થાય છે ખરી! પ્રશ્ન બરાબર છે. ભગવતીજીનું વાંચન - પ્રથમ સવારે થાય. સવારના વ્યાખ્યાનમાં બધી કક્ષાના શ્રોતા હોય એટલે ભોજન સ્વાદિષ્ટ અને