________________
મ ય
ર ,
ઇ
જ
ઝ
ટ
ક
'
આગમો સિવાયના તમામ વિષયના સંસ્કૃત, પ્રાકૃત તથા દેશ્ય ભાષાઓના હજારો ગ્રન્થો છે, પણ મૂળભૂત શાસ્ત્રોની સંખ્યા આજે ૪૫ ની છે. આ ૪૫ આગમોને શાસ્ત્રમાં પુરુષના દેહની ઉપમા આપવામાં આવી છે, અને એની પુરુષદેહના વિવિધ અંગો સાથે સરખામણી કરવામાં આવી છે, અને તેથી તેનું નામ “આગમપુરુષ' તરીકે આપણે ત્યાં પ્રચલિત છે અને સુપ્રસિદ્ધ
છે. શરીરમાં અંગો હોય છે એમ ઉપાંગો અને અંગોપાંગો પણ હોય છે. આ આગમો અમુક તે અંગસ્થાને જ્યારે અમુક ઉપાંગ વગેરેનાં સ્થાને છે. “અંગ’ આગમો એટલે પ્રથમકક્ષાના અતિ મહત્વના મૂળભૂત શાસ્ત્રો-ગ્રન્થો અને “ઉપાંગ’ એટલે બીજી કક્ષાનાં શાસ્ત્રો.
જેમ શરીર આઠ અંગોનું બનેલું છે. આઠ અંગોને પાછા હાથ-પગના આંગળા વગેરે A. ઉપાંગો રહેલા છે. એ રીતે ૪૫ આગમમાં કેટલાક આગમો અંગરૂપે, કેટલાક અંગોપાંગના
સ્થાને છે. અંગોનું સ્થાન સર્વોપરિ છે અને ઉપાંગોનું સ્થાન તે પછીનું છે. મૂલભૂત અંગો ૧૨ હતા, જે દ્વાદશાંગીથી ઓળખાતા હતા, પણ બારમું દૃષ્ટિવાદ અંગે વિચ્છેદ થયું ત્યારથી ૧૧ અંગો વિદ્યમાન છે. વિદ્યમાન રહેલા અંગો પણ સંક્ષેપ રૂપ મળે છે. આ અંગોમાં પાંચમા અંગ-આગમ વિવાહપન્નતી, એટલે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-એનો અર્થ જેમાં પદાર્થોની સ્પષ્ટ વ્યાખ્યાઓ વર્ણવી હોય તે-આનું જ બીજું નામ ભગવતીજી છે.
તીર્થંકરદેવોએ કેવળજ્ઞાન એટલે ત્રિકાળ જ્ઞાનથી આત્મપ્રત્યક્ષ જોએલા, વિરાટુ બહ્માંડવર્તી જડ-ચેતન સ્વરૂપ દ્રવ્યો-પદાર્થો કે તત્ત્વો તથા કલ્યાણકર અન્ય તત્ત્વો અને સિદ્ધાંતોનું જે વર્ણન-સ્વરૂપ જણાવ્યું, સાથે સાથે તેને સ્પર્શતી હજારો બાબતો સ્વમુખે જણાવી, એ બધી બાબતોનું તે તે તીર્થકરોના ગણધર શિષ્યોએ શ્રવણ કરીને સંકલન કર્યું અને પછી સમગ્ર : સંકલનને દ્વાદશાંગી” (બાર અંગ) જેવા રૂઢ શબ્દથી ઓળખવામાં આવ્યું છે.
અહીંયા દ્વાદશાંગી એટલે બાર અંગની રચના થઈ. એમાં પાંચમું અંગ જે તૈયાર કર્યું છે તે પ્રશ્નોત્તરીરૂપે તૈયાર કરવામાં આવ્યું, કેમકે હજારો પ્રશ્નોને સળંગ લખાણોરૂપે રજૂ કરવા જ
મુશ્કેલ હોય છે. આ પ્રશ્નોત્તરીરૂપ અંગ શાસ્ત્રને સંગ્રહને અનુકૂળ એવું “વિવાહ૫નત્તી' નામ ને આપવામાં આવ્યું. જે ભગવતીજી એવા અપરનામથી સુવિખ્યાત છે.
આ પાંચમા આગમ ગ્રન્થની બે વિશેષતાઓ છે. એક તો સહુથી વિસ્તૃત પ્રમાણનું સંપૂર્ણ કક્ષાનું આ આગમ છે અને બીજું તેમાં ચારેય યોગોનું મિશ્રણ હોવાથી સર્વાનુયોગમય છે. કેમકે વિશ્વવર્તી મૂળભૂત વિવિધ હજારો વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી વિવિધ પ્રકારનું વિશદ જ્ઞાન એક જ સૂત્રમાં ઉપલબ્ધ થતું હોવાથી તેનું નામ ગણધર ભગવંતોએ વિવાહપનત્તી-વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ રાખ્યું એટલે વિવિધ પ્રરૂપણા કરનારું શાસ્ત્ર. આ
ગમના વિષયો પ્રત્યે એટલું બધું આકર્ષણ વધ્યું કે પૂર્વાચાર્યોએ તેનું ભગવતીજી સૂત્ર એવું ૨. બીજું નામકરણ કરી વ્યાપક પ્રસિદ્ધિ આપી, જેથી જૈનસંઘમાં આ પંચમાંગને ભગવતીજી ને
શબ્દથી જ ઓળખવામાં આવે છે. સર્વોત્તમ કોટિની વ્યક્તિને પૂજ્યભાવને વ્યક્ત કરતો - આખરી અને સર્વ પ્રિય શબ્દ ભગવાન છે અને એ જ અર્થમાં આ ભગવતી શબ્દ છે.
ડા , [ ૫૯૯ ] www,