________________
જ છે અને પુરાવામાં મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત યોગબિંદુ ગ્રંથ રજૂ કરે છે. તે પ્રશ્ન : ૨૨ જેમધર્મની જ ક્રિયામાં અપુનબંધક હોય અને ઈતરકારોની જ હોય એના ના જવાબમાં ઉપાધ્યાયજી એમ કહે છે કે –
ભાઈ! તારી આ સમજ બરાબર નથી. સમ્યગ્દષ્ટિ શ્રાવક-જૈન ભલે સ્વશાસ્ત્ર સૂચિત ક્રિયા કરવા દ્વારા (યોગબિંદુના કથન મુજબ) ભલે અપુનબંધક બને; પણ બૌદ્ધ આદિ ધર્મની ક્રિયાઓ મિ દ્વારા પણ અપુનબંધકપણું ઘટી શકે છે.
પ્રશ્ન : ૩૧. લૌકિક મિથ્યાત્વથી લોકોત્તર મિથ્યાત્વ વધારે ખરાબ એમ જેઓ કહે છે છે તે વાત એકાંતે બરાબર નથી. બંધની અપેક્ષાએ લૌકિક પણ ઘણું જ ખરાબ હોય છે. આ છે. માટે યોગબિન્દુનો પુરાવો આપતાં લખે છે કે ભિન્ન ગ્રંથિનું મિથ્યાત્વ હળવું અને અભિન ગ્રંથિનું ભારે કહ્યું છે.
પ્રશ્ન : ૯૮, વિધિ પ્રતિષ્ઠિત પ્રતિમા હોય તે જ વંદનીય-પૂજનીય બને છે, અને પછી - તે તપાગચ્છની જ હોવી જોઈએ અર્થાત્ બીજા ગચ્છથી પ્રતિષ્ઠિત ન હોવી જોઈએ.
ઉપાધ્યાયજી કહે છે કે ભાઈ! તું આ વાત ક્યાંથી લાવ્યો? જો આ રીતે માણીશ તો નું - બધે ઠેકાણે તને તપાગચ્છીય આચાર્યથી પ્રતિષ્ઠિત પ્રતિમા ક્યાંથી મળશે? અને નહિ મળે તો તે છે. જિનદર્શન દુર્લભ થઈ પડશે આમ કહીને શ્રાદ્ધવિધિની સાક્ષી આપી છે. અને કહે છે કે આકૃતિ છે છે. વંદનીય છે પછી એ આકૃતિ બનાવી છે કોણે? એ જોવાનું ન હોય. એમ કયા આચાર્યે તે ને પ્રતિષ્ઠિત કરી છે તે જોવાનું ન હોય. તીર્થંકરની વીતરાગ મુદ્રાસ્થિત મૂર્તિ દેખો એટલે તે ન - વંદનીય-પૂજનીય થઈ શકે છે.
પ્રશ્ન : ૯૯. બીજા ગચ્છનો વેષધારી વાંદવા યોગ્ય નહિ તેમજ ગચ્છાંતરની પ્રતિમા વાંદવા - યોગ્ય નહિ? આવું કહેનારને ઉપાધ્યાયજી સમજાવે છે કે વેષના લિંગમાં ગુણદોષની વિચારણાને - જરૂર સ્થાન છે, પણ પ્રતિમાની બાબતમાં તે વિચારને સ્થાન નથી, વંદન નિર્યુક્તિનો આધાર ટાંકીને છે. કહે છે કે પ્રતિમા તો સર્વશુદ્ધરૂપે જ ગણાય. તેમાં દોષને કોઈ અવકાશ જ ન હોય.
થોડાક પ્રશ્નોની નોંધ આપી પરિચય પૂર્ણ કરું છું. અભ્યાસીઓ આ રચનાનું જરૂર અવલોકન કરે. એમાં મહત્ત્વની નોંધો જાણવા મળશે. યશોભારતીના છઠ્ઠા પુષ્પમાં આપેલી ન ઉપાધ્યાયજીની વિચારબિન્દુની કૃતિ પણ જોઈ જવા જેવી છે.
કૃતિના અત્તમાં લખ્યું છે કે હજુ આવા ઘણા બોલો વિચારવાના છે. તે સુવિદિત ગીતાર્થ ની સમક્ષ વિચારવા.” આ કથન સ્પષ્ટ જણાવે છે કે ઉત્સર્ગ-અપવાદમાર્ગ, નય, નિક્ષેપ અને તે - તત્ત્વજ્ઞાનથી પૂર્ણ અનેકાન્ત દર્શનની વાતો, સાપેક્ષ દૃષ્ટિએ પૂર્વાપર અવિરોધભાવે ઘટાવવાની છે હોય છે અને એ જ્ઞાનવૃદ્ધો પરિણત આત્માઓ જ ઘટાવી શકે. માટે જ ગીતાર્થના ચરણે બેસી તન તત્ત્વ સમજવા કહ્યું છે, નહીંતર અધૂરી સમજણે ઊલટી ગડ બેસી જાય તો અનર્થ થઈ જાય. તે
એવા અનર્થો આજે પણ જાણે-અજાણે થતા રહ્યા છે.