________________
બોલ ૧૦૮ લખ્યા હતા. આ રચનાની પ્રતિ ૧૭૪૪માં લખાણી છે એવું અંતમાં જણાવ્યું - જ છે. ઉપાધ્યાયજી મહારાજની રીતિ મુજબ અહીંયા તે શબ્દ સંકલિત મંગલાચરણ નથી, તો પ્રશસ્તિમાં પણ ખાસ લખ્યું નથી છતાં લખાણ જોતાં બોલ ઉપાધ્યાયજીના છે એ નિર્વિવાદ - બાબત છે. બોલ રચનાનો સમય જણાવ્યો નથી.
આ કૃતિ વિમલગચ્છના ઋદ્ધિવિમલજીના શિષ્ય કીર્તિવિજયજીએ કાગળ ઉપર ઉતરાવેલી છે.
૨. શ્રદ્ધાનજલ્પપટ્ટક પરિચય અને તેના અનુસંધાનમાં
શ્રમણોની વર્તમાન પરિસ્થિતિનું એક દર્શન
આ લેખને ગ્રન્થ ન કહેવાય, કેમકે બે પાનાંની જ સાવ નાનકડી આ રચના છે. ખરી રીતે તો આ એક પત્ર છે. અને તેથી છેલ્લે જ છાપવાનો હતો પણ સંજોગોના કારણે વચમાં - છાપવો પડ્યો અને આગળ પાછળ ગ્રન્થકૃતિઓ છપાણી એટલે આને પણ ગ્રન્થના કલાસમાં ક જ ગણવી અનિવાર્ય હતી. એટલે આ પણ ગ્રન્થ તરીકે સ્થાનાપન્ન થવા પામી. વળી અંગ્રન્થી : નામ આપવું હતું એટલે પછી આ કૃતિને ગ્રન્થ તરીકે બિરદાવવી જ પડે.
આ કૃતિ ક્યારે લખાણી તેનો ઉલ્લેખ (સામાન્ય રીતે જે) અન્તમાં કરાતો હોય છે તે છે. પ્રારંભમાં જ કર્યો છે અને ત્યાં સંવત ૧૭૩૪ વર્ષે વૈશાલ સિત, પુરો મહોપાધ્યાય શ્રીયશવિનય - fમ શ્રદ્ધાનીત્વ પટ્ટોનિધ્યતો સમસ્ત-બત સમવાય વો! આ નોંધથી એક વાત બહુ જ ને સ્પષ્ટ થઈ જાય છે કે આ કૃતિનું લેખન ૧૭૩૮માં કર્યું છે. પણ આ પટ્ટક ક્યારે તૈયાર
કર્યો તે વાત જાણવા મળતી નથી. ૧૭૩૮માં લેખન થયું છે, એટલે કાલધર્મના નજીકના વર્ષમાં છે. અને વયોવૃદ્ધ ઉંમરે થયું છે એ નક્કી છે, અને આવા પટ્ટકો લખવાનો અધિકાર મોટા ભાગે - ત્યારે જ સાંપડતો હોય છે.
આ કૃતિનું નામ શ્રદ્ધાનનત્ય પદૃ આવું અનોખું રાખ્યું છે. શ્રીનગત્ય આ નામ રાખવા પાછળ પણ સહુ સાધુઓ પોતાના હૈયાની હાર્દિક અપીલ તરફ ઉપેક્ષા ન કરે તે હતી. અને દૃ શબ્દ એ જૈન પરંપરામાં આદેશવાચક તરીકે સદીઓથી વપરાતો આવ્યો છે. પટ્ટ ના પર્યાયવાચક તરીકે આદેશપત્ર, લેખપત્ર, આજ્ઞાપત્ર વગેરે ગણી શકાય. અન્તમાં સમસ્ત વણિત સમવાય પોષે શબ્દ વાપર્યો છે. આમાં ખત શબ્દ બહુ જ સમજીને મૂકાયેલો શબ્દ છે. ઉપાધ્યાયજીનો આ શબ્દ બીજી ઘણી બાબતોની ચાડી ખાય છે પણ ટૂંકમાં મુખ્ય મુદ્દાની વાત એ ધ્વનિત થાય છે કે આવા આદેશ પટ્ટકો અપરિણત આત્માઓને કરવા કરતાં પરિણત
આત્માને અનુલક્ષીને કરાય તે વધુ જરૂરી છે. આવી બાબતો ઉછાછળ, ઉદ્ધત, સ્વછંદી છેસ્વભાવવાળાઓને કહેવાય નહિ. કહેવાય તો પોતાના સ્વભાવનું વધુ પ્રદર્શન કરે અને લેખનો નું આદર તો ન કરે પણ લેખની પૂરી અવગણના કરીને લેખક સામે બળવો જ પોકારે અને : અનુચિત પરિસ્થિતિ સર્જાય; માટે ઠરેલ સંયમ જીવનથી સંસ્કારિત, ઘડાયેલાઓ આગળ જ આ જ
વાત કરવા માંગે છે.