SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ના માત્ર એક જ પ્રતિ મલી, એમાંય પ્રથમ પાનું ન હતું. આ પ્રતિ મૂલઆદર્શની (પાછળથી કે લખાયેલી) નકલ છે. મહાન દુર્ભાગ્ય એ છે કે એમની કૃતિની બીજી નકલ જ બહુ જ ઓછા ગ્રંથોની મળે છે. તાત્ત્વિક, ચર્ચાત્મક, દાર્શનિક, તાર્કિક ગ્રંથોની તો બીજી પ્રતિ મળી જ નથી, કે. છે. જે વધુ સંખ્યામાં મળે છે તે તેમની ગુજરાતી કૃતિઓની જ મળે છે. જેમાં રાસ, સ્તવનો, પદો વગેરે હોય છે, એટલે સ્વાભાવિક જ છે કે લોકભોગ્ય સાહિત્ય વધુ પ્રમાણમાં લખાય અને તે તાત્ત્વિક અને વિદ્વભ્રોગ્ય કૃતિઓના ભણનારા પણ કેટલા? જૈન પરંપરામાં તત્ત્વજ્ઞાન વગેરેની છૂટક છૂટક બાબતોના કરેલા સંગ્રહને બોલ શબ્દથી કે ઓળખાવાય છે. આ કૃતિ સત્તરમી અઢારમી શતાબ્દીમાં જે ગુજરાતી ભાષા બોલાતી-લખાતી તે જ ભાષામાં જ રચાએલી છે. એટલે મારી ઇચ્છા સત્તરમી સદીની ભાષાને એકવીસમી છે. સદીમાં લાવી મૂકવાની પ્રબળ ઇચ્છા હતી. અને એથી થોડું ભાષાંતર લખ્યું પણ ખરું, પણ તે પછી મારા અન્ય વ્યસ્ત સંજોગોના કારણે સમય મેળવી ન શક્યો. જો તે થયું હોત તો આ ન ગ્રંથનું અધ્યયન સહુ કરી શકત. સહુને સંતોષ થાત. હવે અત્યારે તો મારાં કામો જલદી પૂરાં કરવાનાં હોવાથી ભાષાંતરનો મોહ જતો કરી મૂળભાષામાં જ પ્રસિદ્ધ કરું છું. વિદ્વાનો- 2 છે. અભ્યાસીઓને આના વાંચનથી ઘણું નવું જાણવાનું અને પોતાની રૂઢ થયેલી કેટલીક માન્યતાઓ છે. - અંગે નવા અભિપ્રાયો જાણવા મળશે અને પોતાની દૃષ્ટિના ફલકને વધુ વિસ્તારી શકશે જે આજે - અનિવાર્ય જરૂરી છે. પ્રસ્તાવનામાં વિશદ સમીક્ષા ઝાઝા પ્રશ્નો લઈને કરવાની તમન્ના હતી પણ હવે ૧૦૮ બોલરૂપ પ્રશ્નો, સમાધાનોમાંથી ઉપાધ્યાયજીએ શાસ્ત્રધારે જ આપેલાં થોડાંક સમાધાનો રજૂ કરું- પ્રશ્ન : ૧૭. કેટલાક કહે છે કે મિથ્યાષ્ટિ જીવોમાં જે ગુણ દેખાતા હોય તેને ગુણ શબ્દથી કેમ ઓળખાવાય? આવો સવાલ કરનારાઓને પૂ. ઉપાધ્યાયજી જવાબ આપે છે કે - ભાઈ! તારી વાત બરાબર નથી, મિથ્યાષ્ટિના ગુણોને ગુણ કહેવાય જ નહિ કે તેને ગુણો છે. હોતા નથી એવું જો તું કહીશ તો પહેલાં ગુણસ્થાનકનું નામ જ ઉડી જશે. પહેલું ગુણસ્થાનક મિથ્યાષ્ટિઓનું છે અને તેમ હોવા છતાંય એ પહેલાં સ્થાનકની આગળ ગુણ શબ્દ મૂકીને તે તેને ગુણસ્થાનક એટલે ગુણનું સ્થાન કહ્યું છે. જો ત્યાં રહેલાંને ગુણો ન ઘટતા હોત તો ? ગુણસ્થાનક શબ્દ જ ન યોજાત, અને ગુણસ્થાનકની હરોળમાં તે દાખલ જ થયું ન હોત! . પ્રશ્ન : ૧૦. જૈનશાસ્ત્રની સુપાત્રદાન, જિનપૂજા, સામાયિક આદિ ક્રિયાઓ છે, તે જ . માર્ગાનુસારી (મોક્ષમાર્ગાનુકૂળ) પણાનું કારણ બને છે એવી પ્રરૂપણા કેટલાક લોકો કરે છે, એવું ન કરીને તેઓ જૈનધર્મની જ ક્રિયાઓ કરે તે જ માર્ગાનુસારી કહેવાય. તે સિવાયની કરે તેને ન નું કહેવાય. આવી માન્યતા રાખનારને ઉપાધ્યાયજી કહે છે કે ભાઈ! આ વાત તારી અમુક અંશે જ ઠીક છે પણ તે વાત એકાંતે ન સમજવી. ઉભય મત સંમત દયા, દાન, અહિંસા, સત્ય, નીતિ આદિ ધર્મો પણ માર્ગાનુસારીપણાનું કારણ બને . * સ્થાનકવાસી સમાજમાં બોલની જગ્યાએ થોકડા' શબ્દ વપરાય છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy