________________
એટલે શ્વેત, લાલ, પીળો, લીલો (ભૂરો) અને કાળો છે. આ ધ્વજ હેરફેર માટે ગમે ત્યાં લાવવા લઇ જવા માટે હોય છે. એનો વધુ સ્પષ્ટ ખ્યાલ આવે એટલા માટે ગોળાકાર વર્તુળના છેડા ઉપર નજર માંડો. તમને એક માણસ હાથમાં ધ્વજ લઇને ઊભેલો દેખાશે.
બોર્ડર ૬—આ બોર્ડર થોડા અવનવા પ્રતીકોની મૂકી છે. સમયના અભાવે સાદી બોર્ડર
બનાવવી પડી.
કાગળ—આ પ્રતમાં લકીપાચમેન નામના ઉંચી જાતના કાગળનો ઉપયોગ થયો છે. લકીપાચમેન જેવો જોઈતો હતો તેવો વ્હાઈટ જાડો તત્કાલ મળે તેમ ન હતું. રાહ જોવામાં મોડું થતું હતું. વળી આ પ્રતો કાગળોની વેરાઇટીના મારા શોખના કારણે અમુક સંખ્યાની પ્રતો લેઝરપેપર, મેપલીથો વગેરે જુદા જુદા કાગળો ઉપર છપાવી છે. ગ્રાહકો પોતાના મનગમતા કાગળ ઉપર છપાએલી પ્રત મંગાવી શકે છે.
મુદ્રણની વ્યવસ્થા—૨૫ વરસ ઉપર ૠષિમંડલપૂજનવિધિની પ્રેસકોપી કરાવી હતી. પછી નવીન ઢબે આકર્ષક રીતે અને વિધિકારોને એકદમ સરલતા રહે એ રીતે નિર્ણયસાગર પ્રેસની સ્ટાઇલના સંસ્કૃત ટાઇપો પસંદ કર્યા અને ગુજરાતી ટાઇપ પણ સુંદર મરોડવાળા મળી ગયા અને વૈદ્યનાથ પ્રિ. પ્રેસ ભાવનગરમાં વિશિષ્ટ પ્રકારે તે છપાવી. આ માટે પ્રેસકામના અચ્છા અનુભવી પરસોત્તમદાસને કામ સોંપવામાં આવ્યું. તેઓએ છાપવામાં સારી કાળજી લીધી. પ્રત સુંદર લાગે એટલે જુદા જુદા બબે કલરમાં છપાવી. આ માટે પ્રેસ અને દાસને ધન્યવાદ ઘટે છે.
ખુલાસો—ઋષિમંડલપૂજનવિધિ પૂરી થઇ ત્યાં સુધી બે રંગની બોર્ડરો છાપી. તે પછી પ્રસ્તુત બોર્ડરો બંધ રાખી પાછળના તમામ પાનામાં એક જ કલરમાં છાપી છે.
બોર્ડર અંગે ખાસ સુધારો—
પ્રેસની સાથે કામ કરનાર ભાઈની ગેરસમજને કારણે બોર્ડર નંબર ૧ થી ક્રમશઃ છાપવી જોઇએ તેના બદલે એવી ગંભીર ભૂલ કરી નાંખી કે પહેલી જ બોર્ડર ચાર નંબરથી શરૂ કરી અને ફરી પાછી એ જ બોર્ડર તે પછીના બીજાં પાનામાં છાપી. બોર્ડરના ક્રમનો ગોટાળો બાર પાનાં સુધી થયો છે તે બદલ દિલગીર છીએ.
ચાર નંબરની બોર્ડરમાં પેજ નંબર નાંખવાની જગ્યા ન રહેવાથી પેજ નંબર નાંખ્યો નથી પણ ઉપર બોર્ડરનો ક્રમાંક હોવાથી પાનાં ગોઠવવામાં વાંધો નહીં આવે. ક્યાંક ક્યાંક પેજ નંબર પણ સેન્ટરમાં બરાબર છપાયા નથી.
ઋષિમંડલનો બીજો વિભાગ ૧૩૨ પેજ પછી શરૂ થાય છે. એ ભાગની અંદર પહેલાં પાનાંને છોડીને બાકીનાં પાનામાં બ્લોની બોર્ડર ન છાપતા પ્રેસના બીબાંની બોર્ડર ાપી છે.
[ ૫૬૨]