________________
સંક્ષેપમાં થોડા ખુલાસા
છાણીવાળા વિધિકુશળ, ધર્મશ્રદ્ધાળુ ભક્તજન ભાઈશ્રી સોમચંદભાઈએ ઋષિમંડલ પૂજનવિધિની પ્રત મારા નામ નીચે પ્રગટ કરી છે. પરન્તુ સોમચંદભાઈએ ઉત્સાહમાં આવી હાથથી લખાવેલી મારી આપેલી વિધિની પોથીની પ્રેસકોપી કરી પછી તેમાં કેટલોક બીનજરૂરી વધારો કરવાનું દુઃસાહસ કરી નાંખ્યું. અને એથી વધુ તો એમણે તાંબાનો ઋષિમંડલનો યન્ત્ર મનસ્વી પ્રમાણે બનાવરાવીને વધુ પડતું અનુચિત સાહસ કરી નાંખ્યું. તેમના જેવા સમજુ આત્મા આવું કરે ત્યારે દુઃખ થાય. તેઓ જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે મેં એમણે ઠીક ઉપાલંભ પણ આપ્યો. એ પ્રત વિધિયોગ્ય ન રહી. હવે તો વ્યવસ્થિત રીતે પૂજનવિધિની આ પ્રત બહાર પડે છે એટલે પ્રસ્તુત ચિંતાનો વિષય રહેતો નથી.
સોમચંદભાઈની આ પ્રતિ ઉપર મારૂં નામ હોવાથી ૧૦ વરસમાં ઘણાંએ મને પૂછ્યું એટલે આ ખુલાસો કરવો પડ્યો છે.
આજથી ઘણાં વરસો પહેલાં મુંબઇમાં હતો ત્યારે મુનિવરશ્રી પદ્મવિજયજીએ ઉદારતાથી આત્મીયભાવે ૠષિમંડલ મહાયત્ત્વની બૃહદ્ પૂજનવિધિ તથા પાછળથી લઘુ પૂજનવિધિ મુંબઇ જોવા મોકલી હતી. મારી જાણ મુજબ મારા હસ્તકની પ્રાચીન પૂજનવિધિના શ્લોકોનો ભાવ જાળવી રાખીને શબ્દો અર્થોનો થોડોક ફરક કરીને, નવાં શ્લોકોનું નિર્માણ કરીને બૃહદ્ભૂજનવિધિ બહાર પાડી હતી. પરિશ્રમ ઘણો ઉઠાવ્યો પણ નવી વિધિ ઊભી કરવા જતાં જો મારી પ્રતિ છાપવા માંગી હોત તો હું તેમને સોંપી દેત. વળી તેમને ભાવાવેશમાં બધો જ લાભ પૂજા કરનારને મલી જાય તે લોભથી સિદ્ધચક્રયન્ત્રમાં આવતા પૂજનો ઉમેરીને વિધાન ખૂબ લાંબું કરી નાંખ્યું, તે ઉપરાંત તેમણે પોતાની ઇચ્છા અને માન્યતા પ્રમાણે ઋષિમંડલયન્ત્ર પણ બહાર પાડ્યો હતો. એમાં પણ સિદ્ધચક્રયન્ત્રના વલયો નામો વગેરેનો ખૂબ વધારો કરી નાંખ્યો જે જરૂરી ન હતો.
૪૦-૫૦ વરસ પહેલાં પૂજનવિધિઓના સંશોધન માટેનું પ્રભાત જોઈએ એવું ઉઘડ્યું ન હતું એટલે એ વખતે ધર્માત્મા ચંદનમલ નાગોરી વગેરે તથા દિગમ્બર સમાજ તરફથી જે યન્ત્રો બહાર પડ્યાં તે તો ઘણાં અધૂરાં અને અશુદ્ધ બહાર પડ્યા હતાં.
મારો યન્ત્ર બહાર પડયા પહેલાંના તમામ યન્ત્રો નાદ વિનાનાં અશુદ્ધ અને અપૂર્ણ હતાં છતાં શ્રદ્ધાથી પૂજાતાં હતા.
—ઋષિમંડલ સ્તોત્રના ટબાવાળી એક પ્રતિ અમારા ભંડારમાંથી મળી પરન્તુ તેમાં કેટલાંક અર્થો બરાબર નથી. આ પ્રતિ ૧૮૮૭ના સમયની છે. આ સિવાય કોઇ ટીકા કે ટબાવાળી બીજી પ્રત હજુ મને મળી નથી.
પૂરવણી—
નોંધઃ—ઋષિમંડલમાં લબ્ધિપદોનું પૂજન આવે છે. આ લબ્ધિની વાત મારી પ્રસ્તાવનામાં === [ ૫૬૩] s
*****
*******
*******************