SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ જ વા ?. "A | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | આ છેડે પૃથ્વીવલય બતાવી તેના તં અને ક્ષિ બંને બીજો પણ મૂકાવ્યા છે. જે ધારીને જોવાથી હવે નો ખ્યાલ આવી જશે. બોર્ડર પ–આ બોર્ડરમાં મંદિરધ્વજ અને સંઘધ્વજ બે ધ્વજ બતાવવામાં આવ્યા છે. એમાં બે બાજુએ ઊભી બોર્ડરમાં જૈનધર્મના પ્રતીકો (સીમ્બોલ) મૂકવામાં આવ્યાં છે. બોર્ડરના ચાર ખૂણામાં કલાત્મક ચાર સાથિયા મૂકવામાં આવ્યા છે. મંદિરધ્વજ અને સંઘધ્વજ એટલે શું? બોર્ડરની ઉપરની લાઇન જુઓ. ગોળાકાર વર્તુળો કર્યા છે, તેમાં પહેલાં વર્તુળમાં મંદિરધ્વજ બતાવ્યો છે. બીજા વર્તુળમાં સંઘધ્વજ બતાવ્યો છે. મંદિરધ્વજ દહેરાસરના શિખર ઉપર ચડાવવામાં આવે છે તે છે. તે મંદિરધ્વજ લાલ અને સફેદ બે જ રંગનો હોય છે એનું કારણ શું? તો કારણ એ કે જેનમંદિરમાં મૂર્તિઓ અરિહંતોની અને મોક્ષે ગએલા સિદ્ધોની એમ બે આ પ્રકારની જ હોય છે. એના કારણે બે જ રંગ હોય છે. જેનધર્મમાં અરિહંત ભગવાનના રંગની માં કલ્પના શ્વેત-સફેદ કરવામાં આવી છે. કેમકે શ્વેત રંગ સર્વોત્તમ છે અને બધી જાતની શાંતિને જ આપનારો છે, અને અનેક આન્તરિક આધ્યાત્મિક શક્તિઓને જન્મ આપનારો છે. શ્વેતવર્ણન મગજ, આંખ અને હૃદયને તૃપ્તિ આપનારો છે, આરોગ્ય આપનારો છે. વિશ્વભરમાં શાંતિના પ્રતીક તરીકે શ્વેત રંગ જ નક્કી થએલો છે, એટલે તમામ દેશના નેતાઓ વિશ્વશાંતિની પરિષદમાં સફેદશ્કબૂતરો ઉડાડે છે. લડાઈમાં હારેલું લશ્કર શરણે થયું છે તે સૂચવવા શ્વેતધ્વજ પોતાના . વિજેતાની સામે લઈને જાય છે. જેથી તેને રક્ષણ આપવામાં આવે છે. શ્વેતરંગ માટે આવા બીજા ને દાખલા તેમજ બીજી ઘણી બધી બાબતો લખી શકાય. જૈનશાસનના શાસનપતિ અરિહંત છે. આ તો એ છે તો શાસન છે. એ એક છે તો બધું છે. બાકી સિદ્ધાદિ ચાર પરમેષ્ઠીના રંગોની કલ્પના અનુક્રમે લાલ, પીળા, લીલા (કે ભૂરા) , અને કાળાની કરવામાં આવી છે. સમગ્ર વિશ્વ હજારો પ્રકારના રંગોથી ખીચોખીચ ભરેલું છે. કેમકે સમગ્ર વિશ્વ અસંખ્ય પ્રકારના પુદ્ગલોથી ભરેલું છે. પુદ્ગલમાત્રને રંગ હોય જ છે. એક ટાંચણીના અગ્રભાગ ઉપર લાખો રંગ વિદ્યમાન હોય છે. દરેક રંગને પોતાનું સ્થાન હોય છે. રંગ ઉપર વૈજ્ઞાનિકોએ ઘણું બધું લખ્યું છે. વિશાળ ગ્રન્થો લખાયા છે. દરેક રંગના લાભાલાભો બતાવ્યા છે, પણ એ બધું બીજેથી બીજાઓથી જાણી લેવું. બોર્ડરમાં માત્ર બે જ રંગ છે એવો ખ્યાલ આવે એટલે ધજામાં બે જ રંગ બતાવ્યા છે. તેની જોડેના વર્તુળમાં સંઘધ્વજ શબ્દ છાપેલો છે અને એમાં પાંચ વિભાગ પાડીને ધ્વજ તો બતાવવામાં આવ્યો છે. સંઘધ્વજ એટલે શું? સંઘધ્વજ એટલે ચતુર્વિધસંઘના સમારંભોમાં, ફંકશનોમાં, ઘર ઉપર, પદયાત્રા સંઘમાં, વરઘોડા વગેરેમાં વાપરવા માટેનો છે. દહેરાસરમાં ન અરિહંત અને સિદ્ધ બેને જ સ્થાન હતું પણ ચતુર્વિસંઘમાં તો વધારામાં આચાર્ય, ઉપાધ્યાય અને આ સાધુને પણ સ્થાન છે. તેઓ વિદ્યમાન પણ છે. પાંચે પરમેષ્ઠીઓ ચતુર્વિધસંઘને વંદનીય, પૂજનીય છે છે. પાંચેયની આરાધના કરવી એ સંઘનો મહાન આદર્શ છે એટલે પાંચેય પરમેષ્ઠીના પાંચ રંગો==== [ ૫૬૧ ] # # # # # # = === r = જ જ કરે જ જી . : 1 1 0 1 0 જ જિ . જ જ કરે છે. દર
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy