________________
આ વિષયોને લોકોપભોગ્ય કરવા માટે જે નવીન સંસ્કરણો તૈયાર કરવાનું અદ્ભુત અને સર્વમાન્ય
સાહસ ખેડ્યું છે તે બદલ આપણે તેમના પરમઋણી છીએ, એ પરમર્ષિ પૂર્વધર હતા, તેમને ક R વિશેષાવશ્યક જેવો અનેક તાત્ત્વિક વિષય ભરપૂર મહાન ગ્રંથ, તેમજ વિશેષણવતી, જીતકલ્પસૂત્રાદિ કી ક વિદ્વતા પરિપૂર્ણ ગ્રન્યો ઉપનિબદ્ધ કર્યા છે.
દરેક સંપ્રદાયમાં જેમ આગમ પ્રધાન અને તર્કપ્રધાન પુરૂષો હોય છે, તેમ આ આચાર્ય શ્રી તે સિદ્ધસેન દિવાકરની જેમ તર્કપ્રધાન ન હતા, કિન્તુ આગમ પ્રધાન પુરૂષ હતા, અને આવા પુરૂષો ર આગમ-સિદ્ધાન્તોને અક્ષરશઃ વળગી રહેનારા હોય છે એટલું જ નહિ પણ, આગમા—ાયોની છે પરંપરાને યથાર્થ અનુસરીને તેને સંગત એવી જ કૃતિઓ વિરચવાનું સાહસ ખેડવાને સર્વદા તૈયાર હોય છે છે તેથી તેઓ આગમના પરમ સંરક્ષક સિદ્ધાન્તવાદી અથવા આગમવાદી તરીકે ખ્યાત થાય છે.
ક્ષમાશ્રમણ મહારાજનો દિગ્દર્શન માત્ર પરિચય દર્શાવી જે સંગ્રહણી ઉપર આ પ્રસ્તાવ આ લખાઈ રહ્યો છે તે જ સંગ્રહણીના કર્તા શ્રી ચન્દ્રમહર્ષિની પીછાણ આપવા તેમના ગુર્નાદિકની
ઓળખાણ, તેમનો સત્તાસમય, તેમનું સાહિત્યક્ષેત્ર ઇત્યાદિક વિષયોને મલતી શક્ય માહિતી - તપાસીએ.
માલધારી શ્રી અભયદેવસૂરિજી :૧નાર રેમસૂરિન સીસ સેન વિ સ સંગ્રહણીની અન્તિમ ગાથાના આ ઉક્ત પદથી - શ્રી ચન્દ્રમહર્ષિના ગુરૂ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ હતા એ બીના સુસ્પષ્ટ છે. અને તે હેમચંદ્રસૂરિના Gk ગુરૂ પુનઃ ‘અભયદેવસૂરિ હતા, તેઓ પ્રશ્નવાહનકુલની મધ્યમશાખાગત શ્રી હર્ષપુરીય ગચ્છના 3. સમર્થ પુરૂષ હતા. તેઓશ્રીએ રાજા કર્ણ, સિદ્ધરાજ જયસિંહ તથા અન્ય રાજવીઓ દ્વારા અહિંસાના આ કૃત્યો કરાવી, ચેત્યપ્રતિષ્ઠાદિ શાસન પ્રભાવનાનાં કાર્યો ખૂબ કરાવ્યાં હતાં, તેઓનો સમય ૧૧માં આ સૈકા મધ્યે હતો.
તત્પષે શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી :તે માલધારી શ્રી અભયદેવસૂરિજીની પાટે મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી થયા, તેઓ કે તે પૂર્વાવસ્થામાં રાજયસચિવ હતા, શ્વેતાંબરાચાર્ય વાદી શ્રી દેવસૂરિ અને દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્ર છેસાથે વાદ-વિવાદ ગોઠવાયા ત્યારે અધ્યક્ષપદે આ.શ્રી હેમચંદ્રસૂરિજીને માન્ય રાખવામાં આવ્યા કે
૧. આ ગાથા સ્વયકત જણાતી નથી, પાછળથી રચના થઈ હોવાનું જણાય છે પણ રચના કથન અસંગત નથી.
૨, નવાંગી વૃત્તિકારથી અન્ય સમજવા, આ સુરીશ્વરજી ત્યાગ વૈરાગ્યની પ્રતિમાં સમાન હતા, મલીન વસ્ત્રોનું બધા પરિધાન કરતા હતા, તે જોઈને તેમની પર્યાપાસના કરનાર શ્રી કર્ણદેવે (મતાંતરે સિદ્ધરાજે) મલધારી તરીકે વિખ્યાત કર્યા ત્યારથી તેઓ હર્ષપુરીય ગચ્છના છતાં મલધારીથી વધુ ઓળખાવવા લાગ્યા. તેમની સંતતિ માટે પણ તેમજ બન્યું.
૩. મુનિચંદ્રસૂરિ નામના આચાર્યના શિષ્ય હોવાનું પ્રસિદ્ધ છે, જેમણે પ્રમાણનયતત્ત્વાલો કાલંકારાદિ ન્યાય વગેરે વિષયના સુંદર અને ઉપયોગી ગ્રન્થો રચ્યા છે.
૪. આ શાસ્ત્રાર્થ પ્રસંગે કલિકાલ સર્વમાન્ય સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી પણ હાજર રહેતા હતા. assesse s : :::: [ ૩૦] ============= ===