________________
કે હતા, એમાં દુર્ભાગ્યે દિગમ્બરોને છક્કડ હાર મળી, અને પૂર્વશરતાનુસારે કમનસીબપણે, ડંખતે કે . હૃદયે ગુજરાત છોડી અન્ય પ્રદેશમાં ઉતરી જવું પડ્યું, આ અધ્યક્ષપણા બાદ તેઓ પંડિત, - શ્વેતામ્બરાચાર્ય, ભટ્ટારકાદિ વિશેષણોથી વધુ પ્રસિદ્ધિને પામ્યા હતા.
આ મલધારી તે કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીથી ભિન સમજવા પણ માં બન્નેનો સત્તા સમય સરખો હતો, અને સાથે વિદ્યમાન પણ હતા, સાહિત્યની દૃષ્ટિએ બન્ને વચ્ચે
મુખ્ય તફાવત એ હતો કે કલિકાલ સર્વજ્ઞ એ એક સમર્થ જ્યોતિર્ધર તરીકે અને સર્વદેશીય 2. સાહિત્યકારના રચનાર તરીકે જબ્બર વિખ્યાત હતા અને તર્ક સાહિત્યપ્રધાન હતા જ્યારે મલધારીજી ક એ એક આગમપ્રધાન તરીકે સમર્થ વિદ્વાન પુરુષ હતા એ નિઃશંક છે, એથી જ આ મલધારીજીએ છે. સિદ્ધાન્તને અનુસરતી વિશેષાવશ્યક ઉપર પાંડિત્ય ભરપૂર ટીકા રચી છે, તદુપરાંત પંચમ ક કર્મગ્રંથવૃત્તિ, સ્વોપજ્ઞ વૃત્તિયુતપુષ્પમાલા, અનુયોગદ્ધારસૂત્રની ટીકા, જીવસમાસવિવરણ, ૧૧૭૧માં એ રચેલ સ્વોપજ્ઞવૃત્તિ સમેત ભવભાવનાદિ જેવા અમૂલ્ય ગ્રન્થો પણ આજે તેમના કીર્તિદેહને પ્રકાશમય ક કરી રહ્યા છે. એકંદર તેઓશ્રીએ એક લાખ શ્લોકની રચના કરી હોવાનું કહેવાય છે.
આ મલધારીજી ઉપર પણ સિદ્ધરાજ જયસિંહને આત્મત્તિક રાગ હતો, તત્સમીપે જઇને તે વૈરાગ્યરસ ભરપૂર તત્ત્વોનું બહુશઃ પાન કરતો, તે દ્વારા અનેક જૈન પ્રવચન પ્રભાવનાનાં કાર્યો, અમારી પટહનાં કાર્યો કરાવ્યાં હતાં. તદુપરાંત રાજાખેંગારને પ્રતિબોધ કરવો, સંઘ સહિત શત્રુંજય પધારવું અને ત્યાં જ અનશન કરી સ્વર્ગ પ્રયાણ આદરવું, એ તેમની જીવન ઝાંખી થઈ.
તત્પટ્ટે “શ્રી સંગ્રહણીકર્તા શ્રી ચન્દ્રમહર્ષિમલધારી શ્રી હેમચંદ્રસૂરિના પટ્ટધર તરીકે ત્રણ શિષ્યો સ્થાપિત હતા. ૧. વિજયસિંહસૂરિ, મિ - ૨. શ્રી ચંદ્રસૂરિ, ૩. વિબુધચંદ્રસૂરિ.
તેમાં પ્રત્યુષાભિસ્મરણીય આરાધ્ધપાદ શ્રી ચન્દ્રમહર્ષિનો સત્તા સમય પણ બારમી ૨૬ તો શતાબ્દીનો જ પ્રસ્તુત છે, અને સાહિત્યક્ષેત્રમાં તેમને ૧૧૯૩માં ધોલકાનગરમાં વિ. સં.
૧૧૯૩માં શ્રી મુનિસુવ્રતચરિત્ર નામનો સંદર્ભ ગુંથ્યો હતો અને તેનું આદ્યલેખન શ્રી પાર્શ્વદેવગણિએ કર્યું હતું. તેમની બીજી કૃતિ આ બૃહત્સંગ્રહણીની છે, અને ત્રીજી કૃતિ શ્રી ક્ષેત્રસમાસની વર્તમાનમાં ઉપલબ્ધ છે.
આથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે જેમ જિનભદ્રક્ષમાશ્રમણની બૃહત્સંગ્રહણી ઉપરથી આ ચન્દ્રમહર્ષિએ જેમ સકારણ સંક્ષિપ્ત અને ગંભીરાર્થવાળી સંગ્રહણી રચવાની આવશ્યકતા સ્વીકારી
૧. વિજયસિંહસૂરિજીએ ૧૪૪૭૧ શ્લોક પ્રમાણ ધર્મોપદેશમાલા ગ્રન્થ વિવરણ રચેલ છે, જે સિદ્ધરાજના રાજય સમય માં જ એટલે સંવત ૧૧૯૧ના માઘ વદી ત્રીજે સમાપ્ત કરેલ છે. ૨. જે માટે તેમના શિષ્ય દેવભદ્રસૂરિજી તેમની જ સંગ્રહણીની ટીકામાં સ્વગુરૂ ઉદેશી જણાવે છે કે
प्रसन्नगम्भीरपदाहितक्रमा, मिताक्षरा वर्जितपौनरुक्त्या ।
यैर्निर्मिता संग्रहणीयमद्भुता, नमोनमस्तत्पदपंकजेभ्यः ।।१।। *** * *光発売 ** *発売 [ 31 1 ****************