________________
****************
*************************
************************************* પ્રાધાન્ય પદ ભોગવે છે, તેમાંય છેલ્લા સૈકા દરમિયાન ગુજરાતના ખૂણે ખાંચેથી અપૂર્વ અને દુર્લભ જે જે સાહિત્ય સમુપલબ્ધ થયું છે; માટે ખાસ કરીને અત્યાર સુધીનું અન્વેષણ કાર્ય જોતાં ગુર્જરભૂમિ વધુ મગરૂરી લઈ શકે તેમ છે, એ માટે ગુર્જરીય જૈનોની જુલ્મી અને સંકટભર્યા યુગમાં પણ વિવિધ સાહિત્યના મહાન સન્દર્ભોને શકત્યનુસાર અબાધિત જાળવી રાખવાની ધગશ અને કાળજી ખરેખર! આપણને એક ચમત્કારિક પ્રેરણા અને બોધપાઠ આપી રહે છે.
પ્રાચીન ચિત્રકલાનું નૈપુણ્ય
પ્રાચીન ભારતીય જૈનચિત્રોમાં કુશળ કલાકારોએ અનેક ચિત્ર પ્રસંગોમાં વાપરેલું ભાવવાહી રેખાનૈપુણ્ય, અંગવિન્યાસ,-મરોડપદ્ધતિ, યથાસ્થિત તાર્દશભાવોનું અભિનયાદિ પૂર્વક આરોપણ, ચિત્રસમયે જળવાએલા સ્વાસ્થ્ય સુંદરતા અને ચિંતનશીલતાદિ ગુણો વગેરે જોતાં કલારસિકોનું સુંદર નૈપુણ્ય સ્પષ્ટતયા તરી આવે છે.
:
એ બેનમૂન ચિત્રો ભલે અત્યારના પ્રગતિ અને નવલકલાવર્ધક યુગના સૃષ્ટિ સૌદર્યની દૃષ્ટિએ અન્વેષણ કરતાં, મુખાકૃત્યાદિનું વૈલક્ષણ્ય નિહાળતાં વૈચિત્ર્યાભાસ પ્રત્યક્ષ થતો હોય પણ તે કાલની દૃષ્ટિએ ઘડીક વિચાર કરીએ તો એ જ ચિત્રો બારીક નિરીક્ષણ કરતાં એટલા જ પ્રાણવાન, પ્રફુલ્લકલાત્મક, અપ્રતિમ શોભાસ્પદ, રંગ સૌરભભર્યા રોનકદાર લાગ્યા વિના રહેશે નહિ.
એ સ્પષ્ટ, સુરેખ અને સુઘટિત ચિત્રસૃષ્ટિ દ્વારા તો તે તે સદીઓનાં વિજ્ઞાનમય અને કલાપૂર્ણ લોકજીવનની ગૌરવ કથા જાણવાની રીતિ, ભાતિ, અને રિવાજો જાણવાની તેમજ તેમની વિચારસરણી આલેખવાની પણ મોઘેરી તક કેટલીકવાર આબાદ રીતે અચ્છી લભ્ય થાય છે.
જૈન સંસ્કૃતિની ગૌરવ પ્રશસ્તિઓ :
જૈન મહારથીઓએ ભગીરથ પ્રયત્નપૂર્વક સર્વસ્વનો ભોગ આપી ચિત્રકલાનું અનુપમ, લેખનકળાનું અપૂર્વ, અને સ્થાપત્યકલાનું અજોડ અને અમરસ્થાન ઉન્નતિની ટોચે એવું મૂકી દીધું હતું કે જગતભરમાં જૈન સંસ્કૃતિનું સ્થાન અને તેનું કલા સાહિત્ય અનોખી જ ભાત પાડતું અને ભારતની ઝળહળતી કળાકીર્તિને જાળવવા માટે સર્વોત્કૃષ્ટ ભૂમિકા ઉપર રહીને જવલંત પ્રતિભા પાડતું હતું અને અત્યારે વધુ પ્રતિભા પાડતું છે એમ મધ્યસ્થવૃત્તિનો કોઈપણ માનવ-પર્યાલોચન કરે તો આ નિર્વિવાદ અને નિર્ભેળ સત્ય નિઃશંકપણે કબૂલ કર્યા વિના રહે નહિ.
આ પ્રમાણે આપણે સંગ્રહણી કર્તાના વિષયને આનુષંગિક તેમાં થએલા સુધારા વગેરેને તેમજ તેને અનુસરતી ચિત્રકળાની વિકાસન પદ્ધતિ વગેરેની સંક્ષિપ્તમાં ચર્ચા કરી આવ્યા.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું ઉડતું જીવન અવલોકન :
અત્યારે ૫૦૦ ગાથા પ્રમાણવાળી થએલી તેમજ મલગિરિ ટીકાવાળી સંગ્રહણીના આદ્યોત્પાદક ભગવાન શ્રી જિનભદ્રગણિ મહારાજ સાતમા સૈકામાં થયા હતા, તેઓએ શ્રી ક્ષેત્રસમાસ યાને જૈનભૂગોળ અને બૃહત્સંગ્રહણી યાને જૈનખગોળ; એ બન્ને મહત્વના મુખ્ય *********** [ ૨૯ ] ********
*************************************************