________________
લેવા જોઈએ, પણ તે બાબત સ્મૃતિ બહાર ચાલી જતાં લઈ શક્યો નહિ. હવે એ મેટર ક્યાં હશે, કોની પાસે હશે? તે જ્ઞાની જાણે. ગુજરાતી રૂપરેખા અને શબ્દકોશ આ બે અતિ ઉપયોગી રચનાઓ હતી. શબ્દકોશ પાછળ તો ઘણી મહેનત ઉઠાવી હતી.
અન્તમાં ૧૨૦ પાનાંની આ પુસ્તિકા (સામાન્ય વાચકોને ઉપયોગી ન હોવાથી) પણ વિદ્વાન વાચકોને કંઈક નવું જ્ઞાન-સમજ આપી રહેશે. — યશોદેવસૂરિ. પાલીતાણા
*
અતિક્રમણનું પ્રતિક્રમણ દર્શાવતી નાનકડી પ્રસ્તુત કૃતિનો અલ્પ પરિચય
— યશોદેવસૂરિ, પાલીતાણા
શાસ્ત્રકારોએ આત્માએ પોતે કેવું જીવન જીવવું જોઈએ? જેથી ઓછામાં ઓછો પાપનો બંધ પડે, તે માટે સુરેખ અને સુસ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. પણ આવું જીવન જીવવું બધાયથી શક્ય નથી હોતું. આત્મા રાત દિવસ જાતજાતના આરંભ-સમારંભાદિ વિવિધ કૃત્યો દ્વારા, મન, વચન, કાયાનો સાથ મેળવીને, પાંચે ઇન્દ્રિયોના વિષય સુખો તેમજ ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કષાયોથી પોતાના મૂલમાર્ગથી ચલિત બનીને પાપને માર્ગે અતિક્રમણ કરી જાય છે. પાપને માર્ગે દોડી ગએલા આત્માઓએ અતિક્રમણથી પાછું ફરીને પોતાના મૂલસ્થાન-માર્ગ પર આવી જવું જોઈએ. એ પાછું આવવા માટેની કરવાની જે ક્રિયા તેને જ પ્રતિક્રમણ કહેવાય છે. તાત્પર્ય એ કે અતિક્રમણનું જે શુભક્રિયા દ્વારા પ્રતિક્રમણ કરવું તેને જ આવશ્યક ક્રિયા કહેવામાં આવે છે. અવશ્ય એટલે રોજે રોજ કરવાની જે ક્રિયા તે. જે પ્રતિક્રમણનું જ બીજું નામ છે. આ ક્રિયા સવારે અને સાંજે બે વખત કરવાની હોય છે. જેમાં એક કલાકનો સમય લાગે છે. પંદર દિવસે ક્રિયાનું પ્રમાણ વધારે એટલે બે કલાક લાગે છે. ચાર મહિને તેથી વધુ એટલે લગભગ સવા કલાક અને બાર મહિને સંવચ્છરીએ ત્રણેક કલાકની ક્રિયા હોય છે. પાપનું પ્રાયશ્ચિત કરવાની અને ક્ષમા માંગવાની ક્રિયા ઇતર ધર્મોમાં પણ સારી રીતે બતાવી છે. આટલું અવતરણ કરી મૂલ બાબત ઉપર આવું.
શ્રાવક અને શ્રાવિકાઓનાં પ્રતિક્રમણો : —આ પુસ્તિકામાં તપાગચ્છીય શ્રાવકશ્રાવિકાઓ સવારની અને સાંજની આવશ્યક-પ્રતિક્રમણની ક્રિયામાં જે સૂત્રોનો ઉપયોગ કરે છે તે સૂત્રોને લગતા લગભગ ચાર લેખો પ્રો. શ્રી હીરાલાલ કાપડીયાએ ભૂતકાળમાં લખેલા તે જ લેખોને અહીં મુદ્રિત કર્યા છે. આજે ફક્ત સાડા સાત ફોર્મ એટલે ૧૨૦ પાનાં જેટલું જ મેટર મુદ્રિત થઈ શક્યું છે. બાકી મેટર ૨૫ ફોર્મ જેટલું એટલે ૪૦૦ પાનાં જેટલું થવા પામત, પણ મારા નિવેદનમાં જણાવ્યા મુજબ એ મેટર મારા હાથમાં ઉપલબ્ધ નહીં હોવાથી તે બદલ ઘણો જ ખેદ થાય છે. જો પૂરૂં મેટર પ્રકાશિત થવા પામ્યું હોત તો ઘણી ઘણી બાબતો, માર્મિક હકીકતો જાણવાની મળી શકત.
ભારતના જૈન સંઘમાં ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦ વર્ષના શાસનમાં પડતા કાળના
« [૫૨૬]
***