________________
વિષમ પ્રભાવે, ઊભા થએલા બુદ્ધિ ભેદોને કારણે સાધનોમાં મતભેદો ઊભા થતાં અનેક ને ગચ્છો, સંપ્રદાયો, ઉગ્યા અને આથમ્યા. એમાં આજે મૂર્તિપૂજક સંપ્રદાયમાં તપાગચ્છ, ખરતર- -
ગચ્છ, અંચલગચ્છ, પાયચંદગચ્છ આ ચાર ગચ્છો ખાસ જાણીતા છે. ચારેય ગચ્છના છેપ્રતિક્રમણનાં સૂત્રો અને તેની ક્રિયામાં ભિન્નતા છે. અહીંયા બીજા ગચ્છોની વાત છોડીને માત્ર
વિજયવંતા ગાજતા તપાગચ્છના પ્રતિક્રમણને લગતાં સૂત્રો અંગે અને તેની સાથે સંબંધ ધરાવતી : બાબતો અંગે ચાર લેખો દ્વારા ઘણી છણાવટ કરી છે. અને ઘણી સમજૂતી આપી છે. જેનું ઉડતું અવલોકન કરીએ.
લેખાંક ૧ : ૧ થી ૫૮ પાનામાં સૂત્રના વિવિધ નામો અને તેમાં શું આવે છે તેની - ટૂંકી નોંધ છે.
લેખાંક ૨ : ૫૮ થી ૮૪ માં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી ભાષા પૈકી કયા સૂત્રો, કઈ સ્તુતિઓ વગેરે કઈ ભાષામાં છે તે, તેમજ વ્યાકરણ વિભક્તિઓની દષ્ટિએ છણાવટ કરવા સાથે ; ક્યાંક ક્યાંક ઇતિહાસની વિશિષ્ટ બાબતો પણ નોંધી છે.
આ વિભાગમાં લેખકે પાક્ષિક, ચાતુર્માસિક, અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં બોલાતા અતિચાર'ના પાઠમાં આવતા ગુજરાતી ભાષાના અપ્રચલિત-ઓછા પ્રચલિત શબ્દોના અર્થો આપ્યા છે, જે બાબત ઘણી ઉપયોગી બની રહેશે.
લેખાંક ૩ : આ વિભાગમાં પ્રસ્તુત સૂત્રો કયા છન્દમાં છે તેનો વિશાળ ખ્યાલ આપ્યો છે.
લેખાંક ૪ : ૮૫ થી ૮૬ પૃષ્ઠમાં શબ્દો કે અર્થ દ્વારા જ્યાં જ્યાં ચમત્કૃતિ અર્થાત્ - મનને રમ્ય, ગમ્ય, આકર્ષક બાબતો લાગી જેને સાહિત્યની ભાષામાં શબ્દાલંકાર અને
અર્થાલંકાર કહેવાય છે. આ અલંકારો કયા કયા પદ્ય, વાક્ય દ્વારા સર્જાયા છે. તેનું સુંદર ચિત્ર છે રજૂ કર્યું છે.
તે પછી કયા સૂત્રના આધાર માટે કયા શાસ્ત્ર ગ્રન્થો છે? તે અને તેની રચના ક્યારે થઈ? તે જણાવીને એને અંગે કેટલોક ઉહાપોહ પણ કર્યો છે.
આ વિભાગમાં વિવિધ ગચ્છના આચાર્યોએ બનાવેલાં કેટલાંક પ્રાચીન ચેત્યવંદનોની નોંધ આપી છે. અને તેના કર્તા કવિઓનો પરિચય આપવો શરૂ કર્યો છે, પણ આગળનું મેટર અનુપલબ્ધ થતાં આપણને તે અધૂરો જ પ્રાપ્ત થાય છે. આ પુસ્તિકામાં છાપેલા લેખોનું આ સામાન્ય દિગ્ગદર્શન છે.
તાર્કિક બુદ્ધિના અનોખા શંકાકાર આ શતાબ્દીના એક અનોખા શોધક અને સંગ્રહકાર લેખક શ્રી કાપડિયાજીએ આ લેખોમાં પોતાના વિશાળ વાંચન, વ્યાપક વિદત્તા, અસાધારણ યાદદાસ્ત અને તર્કશક્તિની સુંદર ઝાંખી કરાવી છે. એ બદલ શતશઃ અભિનંદન.