________________
અને એથી જે ઝરણું સુકવી દીધું તેનો ઉંડો ખેદ પણ થાય છે, પણ ગીવા જન્મવતા હોવાથી બીજી જ પળે ફીકરની ફાકી કરી નાંખું છું.
એક વખતે મારા સંગીત ગુરૂશ્રીએ કહ્યું કે સત્તરભેદી પૂજા નોટેશન સાથે મેં તૈયાર કરેલી છે. આપ મારી મહેનત ચિરંજીવ બને અને મારા જીવનનું સંભારણું બને માટે જો છપાવી આપો તો સારૂં!
હું જાણતો જ હતો કે સંગીત શાસ્ત્રના સહુથી સર્વશ્રેષ્ઠ અને કિલષ્ટ રાગોમાં તૈયાર થયેલી પૂજાઓ જે તે ગવૈયાઓ બરાબર ગાઈ શકતા નથી, તો જો નોટેશન સાથે તે બહાર પડે તો આ પૂજાના થોડાક અભ્યાસી સંગીતકારો ઊભા થવાની તક ઊભી થાય, એટલે આ પૂજા પ્રકાશિત કરી છે.
આની પ્રેસકોપીમાંની પૂજાઓ હું તપાસી ન શક્યો. હું મુંબઈ હતો એટલે પ્રૂફ પણ જોવાનું શક્ય ન હતું એટલે પૂજામાં ક્યાંક થોડી અશુદ્ધિઓ રહી જવા પામી છે. ખરી રીતે આવી પૂજાઓ ‘અર્થતિ' સુધી મારે જ જોઈ જવી એ જ યોગ્ય હતું. અનેક મોટા કામોને રીતસર ન્યાય આપવાનું જ્યારે અશક્ય કે દુઃશક્ય બન્યું હોય ત્યારે, આવા નાના કામોમાં સમય કાઢવાનું મન આનાકાની કરે તે સ્વાભાવિક હતું. છતાં આરંભમાં ન કર્યું તો છેવટે અન્તમાં કરવું પડ્યું, એટલે કે વિહારમાં હસ્તલિખિત પ્રતિઓ સાથે રાખી હતી એટલે ચૈત્ર મહિનામાં વિહારમાં જ પાઠો મેળવી, મારી દૃષ્ટિએ જે યોગ્ય પાઠ લાગ્યો તે સ્વીકારીને સંશોધન કર્યું છે.
પ્રતિઓ પણ પૂરી શુદ્ધ ન હતી, ક્યાંક અંદરોદર જુદી પડતી હતી. વિહારમાં વધુ સંશોધન શક્ય ન હતું. એટલે આ સંશોધન મને પૂરો સંતોષ ઉપજે એ રીતે બની નથી શક્યું, છતાં મારી વિવેક બુદ્ધિનો ઊપયોગ કરી યથોચિત પાઠ નિર્ણય લીધો છે.
તમામ પૂજાઓ અલગ પણ છાપી છે. જે અનેક રીતે ઉપયોગી થશે.
તમામ પૂજાઓ પ્રાચીન પ્રતિઓ સાથે એકવાર ખંતપૂર્વક કોઇ વિદ્વાન સાધુ જો મેળવી આપે તો કાયમ માટે શુદ્ધ પાઠવાળી પૂજાઓ સમાજને પ્રાપ્ત થાય. આ નાનું પણ મહદ્ પુણ્યનું કામ છે. કોઈ વિરલ આત્માને કાને મારો આ અવાજ પહોંચે તો કેવું સારૂં! પૂજાઓના વિષય અને ક્રમમાં થોડું મતાંતર જોવાયેલ છે.
પરમપૂજ્ય પરમતારક વિદ્વર્ય સ્વ. દાદાગુરૂ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની સત્કૃપાથી, તેમજ પરમકૃપાળુ અજોડ વ્યાખ્યાનકાર જૈન તત્ત્વજ્ઞાનના સર્વોચ્ચ કોટિના વિદ્વાન, પૂજ્યપાદ યુગદિવાકર ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદો આ કૃતિના પ્રકાશનને સાંપડ્યા છે.
આ માટે પૂજ્ય ગુરુવર્યોનો પણ ભારોભાર આભાર માનું છું. ભૂલચૂક ક્ષતિ માટે ‘મિચ્છામિ દુક્કડં.’
***** [400] ******