________________
*********** *************** ************** ****
સંગીત અને તેની વિશ્વની જડ ચેતન પદાર્થો ઉપર અસર, તેમજ મારા ચિત્ત ઉપર એનો * - પ્રભાવ, એ વિષય ઉપર મારે મારું ચિંતન રજૂ કરવું હતું, પણ અનિવાર્ય સંજોગોમાં લખી કે ૐ નથી શકાયું છતાં ટૂંકમાં કહેવું હોય તો સંગીત, નૃત્ય કે નાટકનો પ્રભાવ તીર્થકર નામકર્મ
સુધીની સર્વોચ્ચ કોટિની પુણ્યપ્રકૃતિને બંધાવનાર છે. સંગીતની અદ્ભુત ઊંડી અને ઠંડી તાકાતને છે ઓળખવા આથી વધુ પુરાવાની જરૂર ખરી !
આ સત્તરભેદી પૂજાને જૈન સંઘમાં કેટલો મોટો દરજ્જો મળ્યો છે કે ગુજરાતમાં તો * પજુસણ પછી શ્રીસંઘના શ્રેય માટે ખાસ આ પૂજા ભણાવાય છે. પ્રતિક્રમણમાં છીંક આવી
હોય તો તે દોષના નિવારણ માટે આ જ પૂજા ભણાવવાનો રિવાજ છે. આ પૂજામાં શુદ્રદોષ, વિનોને શાંત કરવાની શકિત છે. ત્રીજી પૂજા અંગે એક જરૂરી વિચારણા
તા. ક :–અહીંયા રજૂ થતા વિચારો આખરી છે એવું ન સમજવું. આ એક મારી આનુમાનિક વિચારણા છે.
આ પૂજાના કર્તા તપાગચ્છીય શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય છે. તેઓશ્રીએ પોતે જ પોતાની પૂજામાં પૂજાના દ્રવ્ય અંગે મતાંતર દર્શાવ્યું છે. આથી તમે ચક્ષુયુગલ પૂજા પણ કહી શકો * અથવા એને વસ્ત્રયુગલ પૂજા પણ કહી શકો. આ વાત ખુદ તેમણે જ પૂજાની બીજી કડીમાં ‘એહવા પાઠાંતર' પાઠથી દર્શાવી છે.
આ જ ઉપાધ્યાયજીએ એકવીશ પ્રકારી પૂજા પણ બનાવી છે. અને તે પૂજાસંગ્રહની * બુકમાં છાપેલી છે. આ પૂજામાં પ્રતિમાજીના અંગ ઉપર તેમજ પ્રતિમાજીની સમક્ષ અને
પ્રતિમાજી ઉપર ચઢાવાના દ્રવ્યોની વાત જણાવી છે. આ પૂજાની બીજી ગીત પૂજામાં માત્ર વસ્ત્રપૂજાની જ વાત કરે છે. ચક્ષુની તો વાત જ કરતાં નથી. પૂજાના કર્તા એક જ હોવા છતાં પરંપરાગત વહી રહેલા પ્રવાહને અનુસરીને ભલે વૈકલ્પિક વાત કરી, પણ પોતાની સ્વયં
પસંદગી કે ઝોક શું છે તે તો તેઓશ્રીએ વસ્ત્રપૂજાને પ્રાધાન્ય આપી જણાવી દીધું છે. વળી ૐ ખુદ પૂજામાં ચક્ષુનું નામ લીધું, પણ ચક્ષુ કેવા હોવા જોઈએ તેને સ્પર્શતી કોઈ વાત જ ન કરી, જયારે વસ્ત્ર અંગે તો સારો એવો પરિચય આપ્યો.
અંચલગચ્છીય શ્રી મેઘરાજ મુનિશ્રીએ તેમજ શ્રીમદ્ આત્મારામજી (વિજયાનંદસૂરિજી ) # મહારાજે સ્વકૃત સત્તરભેદી પૂજામાં સકલચંદ્રજીએ જે વાત કરી તે જ તેમને કરી છે પણ
પૂજાઓ જોતાં સહેજે એવી છાપ પડે કે, તેઓને પણ વધુ ઇષ્ટ વસ્ત્રયુગલ હતું. મૂર્તિ કે પ્રતિમા * ઉપર રંગથી બનાવેલા ચક્ષુ રોજે રોજ થતા જળના અભિષેકથી, અંગલુછણા ઘસવા વગેરે કારણે * નેત્રનો રંગ ઘસાઈ જતો, આના પરિણામે ચક્ષુઓ નકામી થઈ જતી. એથી અજૈન દેવ-દેવીઓને
લગાડવામાં આવતો કોડા-કોડીની સફેદ આંખોનો જૈન મૂર્તિઓમાં ઉપયોગ થવા માંડ્યો. (જે કે અન્ય પ્રાંતાનાં ગામડાઓમાં જૈન મૂર્તિઓમાં આજે પણ ચાલુ છે) એક અનુકૂળ બાબત એ ***************a [ ૫૦૧ ] *******************
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++