________________
***********************જૈઋ**********************
હવે થોડી મારી વાત
**************************************************************
હું જયારે આઠેક વર્ષનો હતો ત્યારથી સરકાર હસ્તક ચાલતી સંગીત શાળામાં જોડાતા * સંગીત વિદ્યાના ક્ષેત્રમાં મારો આદ્ય પ્રવેશ થયો. ત્યાર પછી પ્રાયઃ એકાદ વર્ષ બાદ ડભોઈના * જૈન સંઘને પોતાના બાળકોને પૂજા-ભાવના વગેરેમાં તૈયાર કરવાની મનોભાવના થતાં જૈન * પાઠશાળાના મુકામમાં સંગીત કલાસ ચાલુ કર્યા અને શીખવવા માટે ખાસાહેબની જ નિયુકિત
કરી, પંદરેક છોકરાઓ આ જ્ઞાન પ્રાપ્તિ માટે જોડાયા હતા. સરકારી શાળાનો સમય સાંજના સાતથી આઠનો હતો અને નવથી સાડાદશનો સંઘની સંગીતશાળાનો સમય હતો. પ્રથમ * લગભગ ૪૦ શાસ્ત્રીય રાગો શીખ્યા, વળી કવાલી, ગઝલો, ઠુમરી વગેરે પ્રકારો શીખ્યા, પછી સત્તરભેદી પૂજાઓ, સ્તવનો, પદો વગેરે શીખ્યા. બપોરના ઉસ્તાદના ઘરે પણ ભણવા કલાકેક છે જતો હતો. વાદ્યકલામાં ઢોલક, તબલા, બંસરી પીપુડી, ફીડલ, સતાર, સારંગી, ખંજરી, મંજીરા વગેરે તેના ઉસ્તાદો પાસે શીખ્યા, પછી નૃત્યની તાલીમ સુરતના એક નૃત્યના નિષ્ણાત મુસ્લીમ
ગુરુ પાસે શીખ્યા, પછી દાંડીયારાસ શીખ્યા. નૃત્ય પરીનો વેષ પહેરીને કરતા હતા. મારી સાથે * * બીજા પાંચ છોકરાંઓ નૃત્યાદિકની તાલીમમાં હતા, એટલે મારી નાની ઉંમરના છોકરાઓની છે * ટીમ જયાં જઈએ ત્યાં સંગીત અને નૃત્ય કલાનો અભુત પ્રભાવ પાડતી. મને યાદ છે કે ૐ બુહારી પાસેના જલાલપુરમાં દશ હજાર માણસોની વચ્ચે નાચવાની તક પણ અમને મળેલી.
“મોરલી’ એ અમારો ખાસ વિષય હતો, જે જોઈને હજારો હૈયાં સ્તબ્ધ બની જતાં. { તમામ પૂજાઓ શીખતાં અને ભણાવતાં ભણાવતાં લગભગ મોઢે થઈ ગઈ હતી. આ પૂજા
શાસ્ત્રીય સંગીતમાં અને દેશી ઢબમાં બંને રીતે શીખ્યા. હું સંગીતનો અભ્યાસી હોવાથી સમાન
ક્ષેત્રની એટલે કે સંગીતના ક્ષેત્રની નામાંકિત અનેક વ્યકિતઓ સાથે સહજ રીતે પરિચય થઈ * જતો હતો.
સખેદ કહેવું જોઈએ કે સંસારી અવસ્થામાં લીધેલું આ જ્ઞાન દીક્ષા લીધા બાદ કટાતું * ગયું. કેમકે દીક્ષા બાદ સૌરાષ્ટ્રમાં ૧૪ વરસ વિચર્યા. કાઠિયાવાડમાં મોટે ભાગે ચલણ દેશી
સંગીત પદ્ધતિનું એટલે શાસ્ત્રીય રાગમાં હારમોનિયમ બજાવનાર પૂજામાં જવલ્લે જ હોય, વળી
થોડો મારો શરમાળ અને સંકોચવાળો સ્વભાવ, આના કારણે મને બોલવાનો ઉત્સાહ ભાગ્યેજ * થતો, પરિણામે શાસ્ત્રીય સંગીત નબળું પડ્યું અને વરસો બાદ ગાવાનો રસ નષ્ટ પ્રાયઃ બન્યો.
અલબત્ત હજુ હું મારી મેળે સંગીતની મોજ એકલો બેઠો હોઉં ત્યારે, કોઈ સ્તવન કે કોઈ * પદ દ્વારા માણી લઉં છું. જો કે ધારું તો બે ચાર મહિના સારો સંગીતકાર રાખીને મારા
સંગીતના જ્ઞાનને પૂર્વવત તાજું કરી શકું, કેમકે અંતર્ગત બધોય સંસ્કાર બેઠો છે, એટલે ઈચ્છાઓ ઘણી કરેલી પણ પ્રમાદમાં રહી જ ગયું. હવે તો “આજે બહોત ગઈ થોડી રહી જેવી તન મનની પરિસ્થિતિ પ્રવર્તે છે એટલે સાનઃજુવાર પૂરતી અનેક માનસિક અશાંતિ કે દુ:ખોની રામબાણ દવા જેવી સંગીતની મીઠી મધુરી મોજ ક્યારેક ક્યારેક પદો દ્વારા માણી લઉં છું. આ માંજ માગું છું ત્યારે આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ગાવામાં કંજુસ રહ્યો તેનો
***************************************************************
************
*******
| ૪૯૯ ]
*****************