________________
'
'
પES: S :
3
,
STS
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
સ્યાદ્વાદ હસ્યની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૩૦
'HR SARA
ઇ.સત્ ૧૯૭૪
છે
આ સંપાદકીય નિવેદન યશોભારતી જેને પ્રકાશન સમિતિ તરફથી પ્રકાશિત થઈ રહેલી નવ ગ્રન્થોની ૮ સીરીઝમાં આ પુસ્તક સાતમું છે. ૧ થી ૬ ગ્રન્થો અને ચાલુ સીરીઝમાં છેલ્લું નવમું એમ સાત પુસ્તકો બહાર પડી ગયાં છે.
‘ચાવી દી' થી ઓળખાતી ત્રણ ટીકાઓનું સંશોધન, સંપાદન અલગ અલગ વરસોમાં થવા પામ્યું હતું. આ પુસ્તકમાં ત્રણ વૃત્તિનો ક્રમ પ્રથમ બૃહદ્ પછી મધ્યમ અને પછી જઘન્ય આ રીતનો છે.
બ્રહવૃત્તિએ પાનાં નં. ૧ થી ૮૭ રોક્યાં છે. મધ્યમ વૃત્તિએ પાનાં નં. ૮૮ થી ૧૨૩ અને જઘન્ય વૃત્તિએ પાનાં નં. ૧૨૪ થી ૧૬૦ રોક્યાં છે. આથી બૃહમાં ૮૭, મધ્યમમાં ૩૬ અને જઘન્યમાં ૩૭ પાનાં મુદ્રિત થયાં છે. ત્રણેયનાં સંમિલિત પાનાં ૧૬૦ થાય છે.
બૃહદ્ વિવરણ ૧૧ શ્લોકનું કર્યા બાદ ૧૨ મા શ્લોકનું અધૂરું રહી ગયું છે, મધ્યમ વિવરણ ત્રણ શ્લોકનું કર્યા પછી અધૂરું રહી ગયું છે અને જઘન્ય વિવરણ અષ્ટમ પ્રકાશના બારે બાર શ્લોક ઉપર મળ્યું છે એટલે એ રચના સંપૂર્ણ છે. બૃહદ્ વિવરણનું પરિણામ મોટું હોવાથી બૃહદ્ નામ રાખ્યું છે. મધ્યમ અને જઘન્યનું લગભગ સરખું છે.
ત્રણેય કૃતિઓ એક સાથે મળી ન હતી, આંતરે આંતરે મળેલી. જેનાં હસ્તલિખિત પાનાં વધુ તેનું મેં સ્વેચ્છાથી બૃહદ્ નામ રાખ્યું, તેથી ઓછાં પાનાં તેને પછી મધ્યમ કહી અને તેથી ઓછાં પાનાંને જઘન્ય નામ આપ્યું, જો કે જઘન્યનાં લખેલાં પાનાં ઓછાં હતાં પણ લખાણ બારીક અક્ષરોવાળું અને થોડું ગીચ વધારે એટલે જઘન્ય પણ મધ્યમ જેવડી જ થવા પામી.