________________
છે. શતાવધાનીજીને ધન્યવાદ :
તેઓ એક માર્મિક વિદ્વાન બહુશ્રુત વ્યક્તિ છે. જૈન સમાજમાં આવી પરિશ્રમી વ્યક્તિઓ છે. ઘણી ઓછી જોવા મળે છે. મને તો તેમની અનેક જવલંત શક્તિઓ, પ્રખર જ્ઞાનોપાસના, છે. ગુણગ્રાહિતા, તાત્ત્વિક વિચારષ્ટિ વગેરે કારણે હાર્દિક આદરભાવ છે એટલે એમની પ્રવૃત્તિને છે. હું અને અમારા પૂજ્ય ગુરુવર્યો વરસોથી વિવિધ રીતે સહકાર આપતા રહ્યા છીએ.
આ ગ્રંથના પ્રકાશનથી મન્ન-વસ્ત્રને લગતી તેમણે શરૂ કરેલી ગ્રન્થ શ્રેણીમાં એક છે છે. મહત્ત્વના ગ્રન્થનો ઉમેરો થાય છે. આવા ગ્રન્થોની જરૂરિયાત માટે હું વીસ વરસથી સ્વપ્ન ?
સેવતો હતો. મંત્ર-યંત્ર-તંત્રને લગતા બે ગ્રન્થો વ્યવસ્થિત, શુદ્ધ અને વિશિષ્ટ રહસ્યો દર્શાવવા તો પૂર્વક તૈયાર કરવા માટે કેટલીયે સામગ્રી હું સંચિત કરતો રહ્યો છું, પણ મારો માલ ગોડાઉનમાં છે આ જ પડ્યો રહ્યો, જ્યારે કુશળ વેપારી જેવા પંડિતજીએ તો સંગ્રહીત માલ ગોડાઉનમાંથી લાવી છે. બજારમાં મૂકી દીધો છે. આપણા માટે એ આનંદનો વિષય છે. અગાઉની જેમ રસપ્રદ શૈલીમાં છે લખાયેલા આ સુંદર ગ્રીને જનતા સહર્ષ સત્કારશે જ, એમાં શંકા નથી. અત્તમાં નિમ્ન શ્લોક દ્વારા મારા અજપાજાપની જેમ અદર્શનદર્શન જેવા ભગવાન પાર્શ્વનાથના સમતા-ક્ષમાભાવની સ્તુતિ અને વિનંતી કરી વિરમું છું.
कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति। प्रभुस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः॥
– શ્રી હેમચંદ્રાચાર્ય અર્થ–એક બાજુ દુશ્મન કમઠે આપને ત્રાસ આપવા વરસાદનો ભયંકર ઉપસર્ગ કર્યો, છે. બીજી બાજુ આપના ભક્તદેવ ધરણેન્દ્ર આપની પાસે આવી ઉપસર્ગથી રક્ષણ કર્યું. એક શત્રુ
અને એક મિત્ર પોતપોતાને યોગ્ય કર્મ કરવા છતાં હે પ્રભુ! આપે તો બંને ઉપર સમાન છેમનોવૃત્તિ રાખી. ધન્ય હો આપને!
આવા હે પાર્શ્વનાથ ભગવાન! આપ સહુનું કલ્યાણ કરો.
આ સ્તોત્રના નિત્ય-નિયમિત પાઠ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા અનેક ઉપદ્રવોથી . [ સહુનું રક્ષણ થાય, એ જ શુભેચ્છા.
પ્રસ્તાવના લખવાની પુણ્યતિક આપવા બદલ લેખકમિત્રને ધન્યવાદ! એ વિ. સં. ૨૦૩૦ પોષ વદિ દશમ
મુનિ યશોવિજય કે વાલકેશ્વર, મુંબઈ.