SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ** *** ***************** **************** * ************* ** ટૂંકમાં જણાવવાનું એ કે આ ક્રિયા કરવા લાયક છે. અર્થની સાચી સમજ મેળવીને થાય ? તો સર્વોત્તમ છે. કદાચ તેવી સમજ મેળવી ન હોય તો શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ મુજબ - T થાય તો પણ કર્મનો બોજ હળવો કરવા, મનને નિર્મળ બનાવવા આ ક્રિયા કરવી જરૂરી છે. અસ્તુ! પણ આવી ઉત્તમ ક્રિયાઓ ઉત્તમ ફળ ક્યારે આપે? તો દરેક ક્રિયા વિધિની શુદ્ધિ અને ભાવની શુદ્ધિ આ બંનેની શુદ્ધિ જાળવીને થાય તો. વિધિની શુદ્ધિ એટલે કટાસણું, ચરવળો, * મુહસ્પત્તી આદિ ઉપકરણો-સાધનો સ્વચ્છ, અખંડસારાં વાપરવાં, શુદ્ધ સૂત્રોચ્ચાર, તેમજ કાયાથી થતી મુદ્રા, આસનો વગેરે જે રીતે કરવાનું હોય તે રીતે કરવાં તે. આ વિધિ તે આ બાહ્યશુદ્ધિ કહેવાય છે અને ઉપયોગ લક્ષ્યની જાગૃતિપૂર્વક, મનને સૂત્રાથદિકના ભાવ ઉપર જ ત્રિકરણયોગે સાવધાન રહેવું તેને ભાવશુદ્ધિ કે અત્યંતરશુદ્ધિ કહેવાય છે. આ રીતે ક્રિયા રે કરવાની છે. ગ્રામોફોનની રેકર્ડની જેમ સાંભળવાથી કે પોપટ પંખીની જેમ બોલી જવાથી વિશેષ લાભ થતો નથી, એટલે આ ક્રિયામાં તલ્લીન બની પરમ શાંતિ જાળવી વાતચીત કર્યા વિના, આડુંઅવળું જોયા વિના, કાયાને વારંવાર હલાવ્યા વિના, મડદા જેવા નહીં પણ સ્વસ્થ રહીને, * ટટ્ટાર બની બે હાથ જોડી સૂત્રો સાંભળો અને પ્રમાદ છોડીને ચરવળો રાખી મુખ્ય વિધિઓ ઊભા ઊભા જ કરો. સંવચ્છરીના દિવસે વિશાળ સમુદાયમાં સભાની શાંતિ જાળવવા તે શક્ય ન હોય તો ફક્ત મુખ્ય મુખ્ય વિધિ (ગુરુ આદેશ મેળવીને) ઊભા ઊભા કરો. એકંદરે પ્રતિક્રમણના પ્રકારો જો કે પાંચ છે પણ અહીંયા પાંચમાં છેલ્લા સંવર્ચ્યુરી પ્રતિક્રમણ અંગે કંઈક કહેવાનું છે. મૂલ વાત ભારતના મહાતિમહાનગર મુંબઈમાં સેંકડો સ્થળે સંવચ્છરી પ્રતિક્રમણની આરાધના થાય ૨ છે. સમાજનો પંદરેક આની વર્ગ વરસમાં આ એક જ પ્રતિક્રમણ કરતો હશે એવું મારું અનુમાન 2 અતિશયોક્તિ દોષ રહિત હશે એમ કહું તો ખોટું નહીં હોય. કોઈપણ આત્મા બાર મહિનામાં માત્ર એક જ દિવસ અને તેમાંય માત્ર ત્રણ કલાકની, ૪ પાપથી પાછા હઠવાની, પાપનું પ્રાયશ્ચિત્ત કરનારી એવી મહાન અને પવિત્ર ક્રિયા કરે અને સાથે સાથે વિધિની અને ભાવની વિશુદ્ધિ બરાબર જાળવે તો ક્રિયા કરવા પાછળનો બાર મહિનાના જે પાપદોષની આલોચનાનો જે ઉદ્દેશ તે જરૂર સફળ કરી શકે, ક્રિયા કરીને જે લાભ મેળવવો છે તે મેળવી શકે. આ ત્યારે શક્ય બને કે જ્યારે સૂત્ર અર્થનું બરાબર જ્ઞાન હોય તો પણ આ જ્ઞાન (અને 4. તે પાછું આ શહેરમાં) મેળવવું એ તો તમને ભારે અશક્ય જેવું લાગે, એટલે આરાધકો $ યથાશક્તિ સાચી સમજણપૂર્વક ક્રિયા કરી શકે, આત્મા બાર મહિનાના પાપના ભારથી હળવો જ થાય, ક્ષમાયાચના દ્વારા કષાયોનું ઉપશમન થતાં આત્મા સમતાભાવવાળો બને, અખિલ વિશ્વના જ જીવમાત્ર પ્રત્યે મૈત્રીનું સગપણ-સેતુ બાંધી શકે અને પરિણામે પુરાણાં કર્મોની નિર્જરા–ક્ષય અને * નવાં કર્મોનો સંવર-અટકાવ થાય, આ કારણે જરૂરી સૂત્રોની ટૂંકી સમજણ આપી શકે તેવી ] k ** * ****** ***** ** *** * ** ** * * * *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy