SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ **************************** **** આ ક્રિયાના અંતે કષાય અને વાસનાના ભારથી ભારે એવું મન હળવાશ અનુભવે, મન જ શાંત-પ્રશાંત થાય, ચિત્ત અંતર્મુખ બને, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટે તો સમજવું કે પ્રસ્તુત ક્રિયા રૂડી રીતે થઈ છે અને તેનું શ્રેષ્ઠ ફળ મેળવ્યું છે. ક્રિયાની આવશ્યકતા – ***************** જ્ઞાન અને ક્રિયા એક જ રથના બે પૈડાં છે. બેમાંથી એક પણ પૈડું નબળું હોય તો જ છે. આત્મારૂપી રથ મુક્તિના પંથે સરખી ગતિ કરી ન શકે, માટે જ આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયા બંનેને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. એથી જ “જ્ઞાનથી જાણો અને ક્રિયાથી આદરો’ આ ઉક્તિ પ્રસિદ્ધિમાં આવી છે. વળી અપેક્ષાએ જ્ઞાન ભલે સ્વલ્પ હશે તો તે ચાલશે પણ ક્રિયાવાદનો અમલ બરાબર નહિ હોય તો તે નહિ ચાલે. જ્ઞાન તો બીજાનું પણ આપણને જે ક્રિયા વગેરેમાં) કામ લાગશે પણ ક્રિયા બીજાની કરેલી બીજાને ઉપયોગમાં કદી થતી નથી. ક્રિયા તો પોતાની જ પોતાને ફળ આપે છે. સહુની જાણીતી વાત છે કે કોઈપણ વિદ્યાકલા ૪ વગેરેના જાણપણાનું ફળ પોતાના જાણપણાને અનુકૂળ પ્રવૃત્તિ કરવામાં રહેલું છે. આ એક જગજાહેર નિર્વિવાદ સત્ય છે. કોઈપણ બાબતનું જ્ઞાન મેળવી લીધા બાદ તે જ્ઞાનને વાગોળ્યા જે કરવાથી, તે જ્ઞાનની ડાહી ડાહી વાતો કરવાથી કે તેના મનોરથો કરવા માત્રથી માનવી કશો રે જ લાભ મેળવી શકતો નથી. એ સહુ કોઈનું અનુભવસિદ્ધ, કોઈપણ દલીલથી ઇન્કાર ન કરી ? શકાય તેવું આ સત્ય છે. આપણું આ શરીર પણ એ સત્યને ટેકો આપે છે અને કહે છે કે આંખથી જુઓ અને પછી પગથી ચાલો તો ઇષ્ટ સ્થાને પહોંચશો. આંખ જ્ઞાનના સ્થાને છે અને પગ ક્રિયાના ૪ સ્થાને છે. ' અરે! તરવાની ક્રિયાનો શ્રેષ્ઠ જાણકાર તરવૈયો પણ પાણીમાં પડ્યા પછી તરવા માટે * હાથ પગ ચલાવવાની ક્રિયા જો ન કરે તો તે પાણીમાં ડૂબી જાય. આ દૃષ્ટાંત સૂચિત કરે શું છે કે એકલું જાણપણું કાફી નથી અર્થાત્ તેથી પૂરી સફળતા મળતી નથી. તે અરે! શાસ્ત્રમાં તો સાપેક્ષ દૃષ્ટિએ એમ પણ કહ્યું છે કે કદાચ સૂત્રક્રિયાનો અર્થ ન આ * જાણતો હોય પણ મહામંત્રાક્ષર જેવા મહર્ષિઓ-પરમર્ષિઓ પ્રણીત એવા સૂત્રોનું શ્રદ્ધા રાખીને જ ભાવપૂર્વક શ્રવણ કરે તો પણ તેનું પાપ-કર્મરૂપી ઝેર ઉતરી જાય છે, અને એમાં તેઓ એક દષ્ટાંત પણ ટાંકે છે કે જેને સર્પનું ઝેર ચડ્યું હોય તે જીવ બેશુદ્ધ બને છે. તેની આગળ જ છે. કોઈ વિષ ઉતારનારો ગારૂડી, ગારૂડીમંત્રથી ઓળખાતા મંત્રોને મનમાં જ જપતો હોય ત્યારે શું * પેલો બેભાની આત્મા કશું સાંભળતો નથી અને કદાચ ગારૂડી મુખથી ઉચ્ચારીને બોલે તો પણ તે સાંભળવાનો નથી, એમ છતાં તેનું ઝેર પેલા મંત્રના પ્રભાવે ઉતરી જાય છે, અને તે નિર્વિષ છે જ બની જાય છે. એવો જ પ્રભાવ આ સૂત્રમંત્રનો છે. આ માટે માતા હંસપુત્રની કથા * પ્રસિદ્ધ છે. ***************** ********* ************** ************ત્રરત્ર [ ૩૩૬ ] ટટ ટટટટટટટટર્સ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy