________________
*** ***** ~~***
****** *ઋ******* **** * સંવર્ચ્યુરી પ્રતિક્રમણની સળંગ વિધિની સચિત્ર પુસ્તિકાની જરૂરિયાત આજથી બાર વર્ષ ઉપર મને ૪ ત્ર જણાઈ હતી અને તે વખતે આ વિધિ છપાવવાની તૈયારી પણ કરી હતી, પણ એક યા બીજા છે આ કારણે તે બન્યું નહિ. આજે તે મુદ્રિત થઈને બહાર પડી રહી છે ત્યારે તેનો આનંદ અને સંતોષ 3 થાય તે સ્વાભાવિક છે. જો કે સળંગ અને સરળ પ્રતિક્રમણ વિધિની બુકો બીજી સંસ્થાઓ આ તરફથી પણ પ્રગટ થયેલી છે. એમ છતાં એની કેટલીક વિશિષ્ટતાઓને લીધે તથા આમાં * તે ઉપયોગી સંખ્યાબંધ ચિત્રોની ઉપસ્થિતિ વગેરેથી આ પુસ્તિકા અનેરી ભાત પાડશે એમ માનું છું.
આમાં કેટલીક નીચે મુજબની નવીનતાઓ છે.
૧. મહત્ત્વનાં સૂત્રોનો જરૂરી ભાવાર્થ અને તેની વિશેષ સમજ તે તે સૂત્રો વગેરેની પહેલાં ? જ આપી છે.
૨. તે તે સ્થળે તે તે ક્રિયા કેવા આસને કે મુદ્રાથી કરવી તે માટેનાં ચિત્રો આપ્યાં છે. ૩. મુહપત્તિીનાં પચાસ બોલનાં ચિત્ર નં. ૧૦ થી ૨૨) ચિત્રો આપ્યાં છે. આ ચિત્રો પહેલી જ વાર પ્રગટ થયાં છે.
સમાજનો ચૌદ-પંદર આની વર્ગ પજુસણમાં, અને પંદર આનીથી વધુ વર્ગ સંવચ્છરીના 2 દિવસે પ્રતિક્રમણ કરવા આવતો હોય છે.
સમાજનો એકાદ આની વર્ગ વ્યાખ્યાન શ્રવણ કરતો હશે. બહુ બહુ તો ચાર આની વર્ગ # પ્રતિક્રમણનાં સૂત્રોને જાણતો હશે. એમાંય અર્થનું જાણપણું એકાદ આની વર્ગને હશે. એ એક છે આનીની પણ જો પુરુષ–સ્ત્રી વચ્ચે વહેંચણી કરીએ તો બે ભાગમાં સ્ત્રીઓ અને એક ભાગમાં તે પુરુષો આવે. આ પરિસ્થિતિમાં પ્રતિક્રમણનાં સૂત્ર અને તેના અર્થજ્ઞાનની સ્થિતિ શું હોઈ શકે * તે, એમાંય વળી પ્રતિક્રમણનાં સૂત્રોની મુદ્રાઓ કે આસનોનું જાણપણું કેટલું હશે? તે સમજી શકાય તેવું છે.
બતાવેલાં આસનો-મુદ્રાઓ અપ્રમત્તભાવ ટકાવી રાખવા, વિદનો દૂર કરવા, શારીરિક જ સ્વાથ્ય જાળવવા માટે છે અને એનું એ જ ફળ છે.
આજે સમય એવો પ્રવર્તી રહ્યો છે કે લોકોની અનેક કારણોસર ધર્મ ક્રિયાઓ પ્રત્યેની શ્રદ્ધા, રુચિ નબળી પડી છે. વળી ઉપાશ્રયમાં આવનારા, રોજ વ્યાખ્યાન સાંભળનારા વર્ગની પણ તે તરફથી ઉપેક્ષા વધી છે. આજે મોટોભાગ સંસારિક ગડમથલમાં ગળાબૂડ ડૂબી ગયો છે. આ
સંજોગોમાં સૂત્રો શીખવાનો ભાવ ક્યાંથી જાગે? ભાવ જાગે તો સમય કયાંથી કાઢે? અરે! તે મૂલ શીખવાનું ન બને તો પણ સૂત્રોના અર્થ લક્ષ્મપૂર્વક વંચાય તો પણ તેની શ્રદ્ધા-રુચિમાં જ વધારો થાય, પ્રવૃત્તિ તરફ પગલાં માંડવાનું મન થાય. સમજણપૂર્વક ક્રિયા થાય તો એથી એનો
********************
*************************
*************
***********
**
*************************
*********
**
૧. બધાં સૂત્રોના અર્થ એકવાર પજુસણમાં કે તે પહેલાં જ વાંચી જવાય તો પ્રતિક્રમણમાં જે કંટાળો, ઊંઘ, આળસ આવે છે તે નહીં આવે અને ક્રિયા કરવામાં અનેરો આનંદ આવશે. * ********************ત્ર [ ૩૩૮] ********************