SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ અરે! શાસ્ત્રમાં તો સાપેક્ષ દૃષ્ટિએ એમ પણ કહ્યું છે કે કદાચ સૂત્ર ક્રિયાનો અર્થ ન જાણતો હોય પણ મહામંત્રાક્ષર જેવા મહર્ષિઓ-પરમર્ષિઓ પ્રણીત એવા સૂત્રોનું શ્રદ્ધા રાખીને ભાવપૂર્વક શ્રવણ કરે તો ય તેનું પાપ-કર્મ રૂપી ઝેર ઉતરી જાય છે. અને એમાં તેઓ એક દૃષ્ટાંત પણ ટાંકે છે કે–જેને સર્પનું ઝેર ચડ્યું હોય તે જીવ બેશુદ્ધ બને છે. તેની આગળ કોઇ વિષે ઉતારનારો ગારૂડી, ગારૂડી મંત્રથી ઓળખાતા મંત્રોને મનમાં જ જપતો હોય ત્યારે પેલો બેભાન આત્મા કશું સાંભળતો નથી અને કદાચ ગારૂડી મુખથી ઉચ્ચારીને બોલે તો ય તે સાંભળવાનો નથી, એમ છતાં તેનું ઝેર પેલા મંત્રના પ્રભાવે ઉતરી જાય છે, અને તે નિર્વિષ બની જાય છે. એવો જ પ્રભાવ આ સૂત્રમંત્રનો છે. ટૂંકમાં જણાવવાનું એકે આ ક્રિયા કરવા લાયક છે. અર્થની સાચી સમજ મેળવીને થાય તો સર્વોત્તમ છે. તેવી સમજ ન હોય તો શ્રદ્ધા ભાવપૂર્વક વિધિ મુજબ થાય તો પણ કર્મનો બોજ હળવો કરવા, મનને નિર્મળ બનાવવા આ ક્રિયા કરવી જરૂરી છે. અસ્તુ! એકંદરે પ્રતિક્રમણના પ્રકારો જો કે પાંચ છે, પણ અહીંયા પાંચમા-છેલ્લા સંવચ્છરી પ્રતિક્રમણ અંગે કંઈક કહેવાનું છે. મૂલવાત ઃ ભારતના મહાતિમહાનગર મુંબઇમાં સેંકડો સ્થળે સંવચ્છરી પ્રતિક્રમણની આરાધના થાય છે. સમાજનો પંદરેક આની વર્ગ વરસમાં આ એક જ પ્રતિક્રમણ કરતો હશે એવું મારું અનુમાન અતિશયોક્તિ દોષ રહિત હશે એમ કહું તો ખોટું નહિ હોય. કોઇ પણ આત્મા બાર મહિનામાં માત્ર એક જ દિવસ અને તેમાંય માત્ર ત્રણ કલાકની, પાપથી પાછા હઠવાની, પાપનું પ્રાયશ્ચિત કરનારી એવી મહાન અને પવિત્ર ક્રિયા કરે અને સાથે સાથે વિધિની અને ભાવની વિશુદ્ધિ બરાબર જાળવે તો ક્રિયા કરવા પાછળનો–બાર મહિનાના પાપદોષોની આલોચનાનો-જે ઉદ્દેશ તે જરૂર સફળ કરી શકે, ક્રિયા કરીને જે લાભ મેળવવો છે તે મેળવી શકે. આ ત્યારે શક્ય બને કે જ્યારે સૂત્ર અર્થનું બરાબર જ્ઞાન હોય પણ આ જ્ઞાન (અને તે પાછું આ શહેરમાં) મેળવવું એ તો તમને ભારે અશક્ય જેવું લાગે, એટલે અમોએ આરાધકો યથાશક્તિ સાચી સમજણ પૂર્વક ક્રિયા કરી શકે, આત્મા બાર મહિનાના પાપના ભારથી હળવો થાય, ક્ષમા યાચના દ્વારા કષાયોનું ઉપશમન થતાં આત્મા સમતાભાવવાળો બને, અખિલવિશ્વના જીવ માત્ર પ્રત્યે મૈત્રીનું સગપણ બાંધી શકે અને પરિણામે પુરાણાં કર્મોની નિર્જરા અને નવા કર્મોનો સંવર–અટકાવ થાય, આ કારણે જરૂરી સૂત્રોની ટૂંકી સમજણ આપી શકે તેવી સંવચ્છરી પ્રતિક્રમણની સળંગ વિધિની સચિત્ર પુસ્તિકાની જરૂરિયાત આજથી બાર વર્ષ ઉપર મને જણાઇ હતી અને તે વખતે આ વિધિ છાપવાની તૈયારી પણ કરી હતી, પણ એક યા બીજા કારણે તે બન્યું નહિ. આજે તે મુદ્રિત થઈને બહાર પડી રહી છે ત્યારે તેનો આનંદ અને સંતોષ થાય તે સ્વાભાવિક છે. જો કે સળંગ અને સરળ પ્રતિક્રમણ વિધિની બુકો ટક [ ૩૨૦] ઊલટ બોટલ લઈ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy