________________
હકીકરણ ઉક88888888888888888888888888888888
વ સ્વભાવદશાની આરાધકભાવની પ્રવૃત્તિ છોડીને પરભાવદશાના પંથે દૂર-સુદૂર સુધી ચાલી ગયો છે જ હોય છે. દૂર-સુદૂર ગએલા તે આત્માને, જેમાં દેવ, ગુરુ, શ્રુતજ્ઞાનની ઉપાસના મહત્ત્વનું સ્થાન છે
ધરાવે છે તેવી, હિંસા, અસત્ય આદિ અનેકવિધ પાપો-દોષોનું શમન કરનારી અને ક્ષમા છે માગવા દ્વારા આત્માના ક્રોધાદિ કષાયોનું ઉપશમન કરનારી અને વિષયને વાસનાઓની પ્રશાન્ત છે કરનારી, આત્માને પુષ્ટ કરનારી એવી (પ્રતિક્રમણની) ક્રિયા દ્વારા પાછો તેના મૂલ સ્થાનમાં છે લાવવો તેને ‘પ્રતિક્રમણ' કહે છે.
આ ક્રિયાને અન્ને કષાય અને વાસનાના ભારથી ભારે એવું મન હળવાશ અનુભવે, મન શાન્ત પ્રશાન થાય, ચિત્ત અંતર્મુખ બને, સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટે તો સમજવું કે જે પ્રસ્તુત ક્રિયા રૂડી રીતે થઇ છે અને તેનું શ્રેષ્ઠ ફળ મળ્યું છે.
વળી આનું બીજું નામ “આવશ્યક છે, એટલે કે અવશ્ય ચોક્કસ કરવા જેવી બાબત અને તે રોજેરોજ. આનો તાત્પર્યાર્થ એ છે કે આ ક્રિયા જૈન માત્રે રોજે રોજ કરવી જોઈએ. રોજેરોજ બંધાતાં પાપોનું રોજેરોજ પ્રાયશ્ચિત કરવું જોઈએ અને આધ્યાત્મિક ગુણોનો ઉત્તરોત્તર વિકાસ સાધવો જોઈએ, જેથી આ જન્મના સુસંસ્કારોનો સરવાળો વધતો વધતો કોઈ જન્મને અંતે સકલ કર્મનો ક્ષય કરાવી મુક્તિ સ્થાને પહોંચાડે.
ક્રિયાની આવશ્યકતા
જ્ઞાન અને ક્રિયા એક જ રથના બે પૈડા છે. બેમાંથી એક પણ પૈડું નબળું હોય તો આત્મારૂપી રથ મુક્તિના પંથે સરખી ગતિ કરી ન શકે, માટે જ આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયા બંનેને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. એથી જ “જ્ઞાનથી જાણો અને ક્રિયાથી આદરો' છે
આ ઉક્તિ પ્રસિદ્ધિમાં આવી છે. વળી અપેક્ષાએ જ્ઞાન ભલે સ્વલ્પ હશે તો તે ચાલશે પણ . છેક્રિયાવાદનો અમલ બરાબર નહિ હોય તો તે નહીં ચાલે. જ્ઞાન તો બીજાનું પણ આપણને છે
(ક્રિયા વગેરેમાં) કામ લાગશે પણ ક્રિયા બીજાની કરેલી બીજાને ઉપયોગી કદિ થતી નથી. આ છે. ક્રિયા તો પોતાની જ પોતાને ફળ આપે છે. સહુની જાણીતી વાત છે કે કોઇ પણ વિદ્યા- જ છે કલા વગેરેના જાણપણાનું ફલ પોતાના જાણપણાને અનુકૂલ પ્રવૃત્તિ કરવામાં રહેલું છે, આ એક છે જગજાહેર નિર્વિવાદ સત્ય છે, કોઈ પણ બાબતનું જ્ઞાન મેળવી લીધા બાદ તે જ્ઞાનને વાગોળ્યા છે
કરવાથી, તે જ્ઞાનની ડાહી ડાહી વાતો કરવાથી કે તેના મનોરથો કરવા માત્રથી માનવી કશો છે જ લાભ મેળવી શકતો નથી એ સહુ કોઈનું અનુભવસિદ્ધ, કોઈ પણ દલીલથી ઈન્કાર ન કરી છે જ શકાય તેવું આ સત્ય છે.
આપણું આ શરીર પણ એ સત્યને ટેકો આપે છે અને કહે છે કે આંખથી જુઓ અને પછી પગથી ચાલો તો ઈષ્ટ સ્થાને પહોંચશો. આંખ જ્ઞાનના સ્થાને છે અને પગ ક્રિયાના સ્થાને છે.
અરે! તરવાની ક્રિયાનો શ્રેષ્ઠ જાણકાર તરવૈયો પણ પાણીમાં પડ્યા પછી તરવા માટે આ છેહાથ પગ ચલાવવાની ક્રિયા જો ન કરે તો તે પાણીમાં ડૂબી જાય. આ દૃષ્ટાંત સૂચિત કરે છે છે કે એકલું જાણપણું કાફી નથી અર્થાત્ તેથી પૂરી સફળતા મળતી નથી.
8888888888888888888888888888888888888888888888વી વીવીક8888ીક વકીકર
વારિવારિવરિટવીટીવી9888888888