________________
પદ્માવતીજીના મંત્રાક્ષરોમાં પુરુષયક્ષ તરીકે વર્ષ અને સ્ત્રી અધિષ્ઠાયિકા તરીકે વર્ષની છે. પર આવો ઉલ્લેખ મળે છે. તો પાર્થયક્ષિણીથી શું સમજવું? પાર્થથી યક્ષનું સ્વતંત્ર નામ સમજવું કે છે કે પાર્થથી પાર્શ્વ ભગવાનનું ગ્રહણ કરવું? આ અંગે થોડી વિચારણા કરી લઈએ. અધિષ્ઠાયકો વગેરે અંગે એક વિચારણા
નિર્વાણલિકા, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, અભિધાન ચિન્તામણિકોશ, સંતિકર આદિ સ્તોત્ર-સ્તુતિઓ, કેટલાક વિધિ ગ્રન્થો, ભાવદેવસૂરિકૃતિ પાર્શ્વનાથચરિત તથા ભાષાની પદ્ય રચનાઓ ઇત્યાદિ કૃતિઓમાં ભગવાન શ્રી પાર્શ્વનાથના શાસનદેવતા તરીકે પાર્શ્વયક્ષ અને . શાસનદેવી તરીકે પદ્માવતી યક્ષિણીને જણાવ્યા છે, જ્યારે વાદિરાજસૂરિકૃત પાર્શ્વનાથ ચરિત્રમાં જ તથા લાઇફ એન્ડ સ્ટોરીઝ ઓફ પાર્શ્વનાથ, તથા હાર્ટ ઓફ જૈનિઝમમાં શાસનદેવી તરીકે કેવળ પદ્માવતીને સ્વીકાર્યા છે અને યક્ષ તરીકે “પાર્થ” ને બદલે ઘરોદ્રને સ્વીકાર્યા છે. અરે! વિ અન્ય સ્થળે તો શાસનદેવ તરીકે વામન એવા નામનો પણ ઉલ્લેખ થયો છે. તાત્પર્ય એ છે ,
કે યક્ષના નામમાં પાર્થ, ધરણેન્દ્ર અને વામન આ ત્રણ નામો જોવાય છે, પણ શાસનદેવીના કે નામમાં પદ્માવતી સિવાય બીજું કોઈ નામ પ્રાપ્ત થતું નથી એટલે તમામ ગ્રન્થકારોએ આ શાસનદેવી તરીકે પદ્માવતીજીને સ્વીકારેલા છે, એ બાબત નિર્વિવાદ છે.
આપણી ધરતીની નીચે રત્નપ્રભાથી ઓળખાતી એક પાતાલ પૃથ્વી છે, એ પૃથ્વીના વાત પ્રારંભિક ભાગમાં જ ભવનપતિ અને વ્યત્તર એમ બે પ્રકારના દેવોનાં નિવાસો છે. એમાં ૨૪ હક તીર્થંકરનાં ૨૪ યક્ષો અને ૨૪ યક્ષિણીઓ એ વ્યત્તર નિકાયના દેવોની ત્રીજી નિકાયનાં હોય
છે એવો ઉલ્લેખ ધર્મગ્રન્થોમાં મળે છે. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો યક્ષ-યક્ષિણી છે જે વ્યત્તર નિકાયનાં જ હોય છે તો પછી ધરણેન્દ્ર અને પદ્માવતીજી એ બંને તો ભવનપતિ છે મિ નિકાયનાં છે અને તે બંને પતિ-પત્નીના જ સમ્બન્ધવાળા છે એ પણ ગ્રન્થો જોતાં નિશ્ચિત છે
છે, તો તેઓ શાસનદેવ-દેવી તરીકે કેમ હોઈ શકે? ત્રેવીસ તીર્થકરોના શાસનદેવ-દેવી તરીકે િઓળખાતા યક્ષ-યક્ષિણીઓ વ્યત્તરના હોય અને આ એક જ પાર્થ તીર્થકરના એ બીજી મિ નિકાયના હોય એમ કેમ સંભવી શકે?
બીજો પ્રશ્ન એ છે કે જે પ્રથકારોએ વ્યત્તર નિકાયના પાર્થને શાસનદેવ તરીકે જણાવ્યા એ જ ગ્રન્થકારોએ શાસનદેવી તરીકે ભવનપતિની પદ્માવતીજીને સ્વીકારી. આમ તો
અલગ અલગ નિકાયની વ્યક્તિઓને એક જ તીર્થકરના અધિષ્ઠાયકો તરીકે સ્થાન આપ થી તેથી શું સમજવું?
૧. પૃષ્ઠ ૨. પર્વ ૯-૩.
૩. કાર્ડ ૧-૪૩-૪૬ ૪. ગાથા ૧૦, ૫. સર્ગ ૭-શ્લોક, ૮૨૭, ૬, પૃ. ૧૧૮-૧૬૭માં જુઓ ટિપ્પણ. ૭. પૃષ્ઠ ૩૧૩ ૮....... ગજમુખ દક્ષો વામન જશો. ૯-૧૦ ધરણેન્દ્ર અને પાર્થ બંને એક જ હોય તે રીતે પણ ઉલ્લેખ પાર્થચરિત્ર (સર્ગ ૬, શ્લોક ૧૯૦–૧૯૪)માં થયો છે. શું યક્ષના આ ત્રણેય નામો એકર્થિક હોઈ શકે ખરા?