________________
છે ત્રીજો પ્રશ્ન એ છે કે જે પ્રથકારોએ ભવનપતિની પદ્માવતી સાથે શાસનદેવ તરીકે
ભવનપતિના જ ધરણેન્દ્રને સ્વીકાર્યા, એટલે તેઓએ એક જ નિકાયની બંને વ્યક્તિઓને માન્ય વિ રાખી. તો પછી યક્ષ-યક્ષિણીઓ વ્યત્તરર નિકાયના જ હોય છે એ નિયમ શી રીતે જળવાશે?
જો યક્ષ-યક્ષિણી પતિ-પત્નીના સગપણવાળા જ પસંદ કરતા હોય તો પતિ એક નિકાયનો હોય અને પત્ની બીજી જ નિકાયની હોય એમ કેમ બની શકે? કારણ કે પાર્થ છે આ વ્યત્તર નિકાયના છે અને પદ્માવતી ભવનપતિ નિકાયની છે, બીજી બાજુ ધરણેન્દ્ર પદ્માવતી તે બંને પતિ-પત્નીના સમ્બન્ધવાળા છે એવું ચરિત્રાદિગ્રન્યો સ્પષ્ટ જણાવે છે.
વળી ભગવાન પાર્શ્વનાથને ઉપસર્ગ થયો ત્યારે રક્ષા કરવા બંને સાથે જ આવ્યાં હતાં, Sી કારણ કે પાર્થવિરોધી કમઠ સંન્યાસીના પંચાગ્નિતપના એક અગ્નિકુંડમાંથી સળગતા લાકડાને
પાર્થકુમારે ચીરાવરાવ્યું ત્યારે તેમાંથી મરણાસન નાગિણી-સર્પિણી નીકળી અને પાર્શ્વકુમારે પોતાના પર શિ અનુચર સેવક પાસે એના કાનમાં નવકારમંત્ર સંભળાવરાવ્યો અને પચ્ચખાણ-પ્રત્યાખ્યાન કરાવ્યું છે અને તેથી સમાધિપૂર્વક તે મૃત્યુ પામી. અને ભવનપતિના ઈન્દ્ર ધરણની પત્ની તરીકે ઉત્પન્ન પણ થઈ. આ ઉલ્લેખ તેઓ બંને ભવનપતિ નિકાયના છે એમ સ્પષ્ટ સૂચવે છે.
બીજી એક બાબત પણ જાણવી ખાસ જરૂરી છે. તે એ કે લાકડું ચીરતાં એકલી નાગિણી હર નીકળી હતી કે સર્પ સર્પિણી નીકલ્યા હતા અથવા નાગ નાગિણીની જોડી નીકળી હતી?
આ અંગે શ્વેતાંબર ગ્રન્થોમાં બંને જાતના પાઠો મળે છે.
પણ પ્રાચીનકાળમાં રચાયેલા ચઉપનચરિયું, સિરિપાસનાહચરિયું તેમજ ત્રિષષ્ટિશલાકા. વગેરેમાં માત્ર સર્પનો જ ઉલ્લેખ છે પણ સર્પિણીનો નથી. પણ અર્વાચીન ગ્રન્થોમાં નાગ
*
*
*
૧. ગ્રન્થોમાં રચનાઓમાં ધરણેન્દ્રના ઉલ્લેખો ભલે થયા, પણ એક હકીકત નિર્વિવાદ છે કે પાર્શ્વનાથના જિનમંદિરોમાં યક્ષ તરીકે પાર્શ્વયક્ષને જ બેસાડવામાં આવે છે. ત્યાં ધરણેન્દ્રને કદી સ્થાન નથી. પણ એક હકીકત તે જાણવા જેવી એ છે કે દિગમ્બરોમાં ૨૪ યક્ષ અને ૨૪ યક્ષિણીઓનાં નામોમાં ઘણો મોટો તફાવત છે. એમ તો
છતાં દિગમ્બર શાસ્ત્રકારોએ પાર્શ્વનાથજીના યક્ષિણી તરીકે પદ્માવતીને જ સ્વીકાર્યા છે. અને એમણે તો યક્ષ તરીકે પાશ્વયક્ષને નહિ પણ ધરણેન્દ્રને સ્વીકાર્યા છે. એ એક સૂચિત બાબત છે.
૨. યક્ષ-યક્ષિણી વાર નિકાયની ત્રીજી નિકાયના કહેવાય છે. વંતરપુળ ગવિદા, પિસાર મૂના ત€T MFTII. (. સં. ગા. ૩૪)
૩. જુઓ શોભનમુનિકૃત સ્તુતિ ચતુર્વિશતિકાની ટીકાઉપાધ્યાય યશોવિજયજીએ ઐન્દ્રસ્તુતિમાં ભગવાન પાર્શ્વનાથની સ્તુતિની ચતુર્થ સ્તુતિમાં અધિષ્ઠાયકોનો ઉલ્લેખ કરતાં પિત્તા તરીકે ઉલ્લેખ કર્યો છે. પ્રદિપથી ધરણેન્દ્ર સિવાય બીજી શું કલ્પના કરી શકાય?
જો કે સ્થાનાંગ (સૂત્ર ૩૫) ભગવતીજી (શ. ૧૦, ઉ. ૫) અને જ્ઞાતા, (શ્રુ. ૨૩) એ આગમોમાં ધરણેન્દ્ર , નાગરાજની જે આઠ અગ્રમહિષીઓનાં નામો જણાવ્યાં છે, તેમાં પદ્માવતીજીનો ઉલ્લેખ નથી તો શું પદ્માવતીજી છે. તેમની સામાન્ય પત્ની તરીકે હશે ખરાં?
૪. કેટલાક ગ્રન્થકારો આ ઘટનાને કાશી દેશની રાજધાની વાણારસીના ઉપવનમાં બની હતી એમ નોંધે પર છે. જ્યારે પાસણાહ ચરિઉ ગ્રન્થકાર આ ઘટના કુશસ્થળમાં બની હતી એમ જણાવે છે. કિ
[ ૨૮૨]