________________
એકદમ ગમી જાય તેવી છે. વૈદિક ધર્મી હિંદુઓના ભગવાન શ્રીશંકરને કોશકારોએ જનતાના અનુભવને ખ્યાલમાં રાખી આશુતોષ વિશેષણ કે પર્યાયવાચક શબ્દથી ઓળખાવ્યા છે, એનો અર્થ શીઘ્રપ્રસન્ન થનારા થાય છે. જૈનોમાં આશુતોષ તરીકે જો કોઈ પણ તીર્થંકરને બિરદાવવા હોય તો, એકી અવાજે સહુ ભગવાન ‘પાર્શ્વનાથ'ને જ પસંદ કરે એમાં શંકા નથી. અને એથી જ ૨૪ તીર્થંકરો પૈકી ભાગ્યેજ કોઈ તીર્થંકર બે પાંચથી વધુ નામોથી ઓળખાતા હોય, પણ ભગવાન પાર્શ્વનાથ તો ૧૦૮૧ અને તેથી વધુ નામોથી ઓળખાય છે. એમનાં બનેલાં અનેક તીર્થો આજે પ્રભાવ પાથરી રહ્યા છે; આ ભગવાન પાર્શ્વનાથના પ્રગટ પ્રભાવને અને પાર્શ્વનાથ પ્રત્યેની સર્વોપરિ અનહદ ભક્તિને જ સૂચિત કરે છે. વળી સમ્મેતશિખરજી ઉપર વીશ તીર્થંકરો મોક્ષે ગયા, પણ એ પહાડ વર્તમાનમાં પારસનાથ હીલ' તરીકે જ પ્રખ્યાત છે.
દેહપ્રમાણ અને દેહવર્ણ :
સર્વજનવલ્લભ, સહુના શ્રદ્ધેય અને શીઘ્ર આત્મીય બની જતા ભગવાન શ્રીપાર્શ્વદેવનું શરીર નવ હાથ પ્રમાણ હતું. તેમના શરીરનો રંગ કેવો હતો? એમ પૂછીએ તો મોટા મોટા આચાર્ય ભગવંતોથી લઈ શિક્ષકો સુધીનાં સહુ કોઈ-૯૦ ટકા લોકો તીનો જ કહેશે. પણ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો તેમનો યથાર્થ રંગ નીતો હતો, નહીં કે રીતો. નીલો એટલેઆકાશ જેવો ભૂરો (બ્લ્યુ) રંગ.
તો શું લીલો ન માનવો? આ માટે તો એક સ્વતંત્ર લેખ લખવો પડે. પણ ટૂંકમાં એટલું જ છે કે પાછળથી પાર્શ્વનો રંગ લીલો અને કાળો બંને સ્વીકારવામાં આવ્યો છે અને પછી લીલાને અતિશય મહત્ત્વ અપાતાં નીલાનું સ્થાન લીલાએ વ્યાપક રીતે લીધું. આમ વૈકલ્પિક રંગ તરીકે લીલો (તથા કાળો) માન્ય રખાયો છે. એમ કેટલાક ગ્રન્થો અને અન્ય ઉલ્લેખો તેના સાક્ષી છે. મારા સંગ્રહમાં અને અન્યત્ર ભૂરા અને લીલા બંને રંગનાં ચિત્રો મને જોવાં મલ્યાં છે. વિદ્વાનોએ આ અંગે ચોક્કસ નિર્ણય કરવો જોઈએ.
ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયકો
ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયકો કોણ? એનો ચોક્કસ નિર્ણય આપી શકાય તેમ નથી. પણ આ સ્તોત્રમાં અને પ્રતિષ્ઠા, ચરિત્રાદિ ગ્રન્થોમાં પુરુષ-અધિષ્ઠાયક તરીકે ‘પાર્શ્વ' યક્ષનો ઉલ્લેખ છે. અને સ્રી અધિષ્ઠાયિકા તરીકે શ્રી પદ્માવતીજીનો ઉલ્લેખ છે. બીજી બાજુ અન્યત્ર પદ્માવતીજી જોડે ધરણેન્દ્રનો જ સંબંધ બતાવ્યો છે, કારણ કે પદ્માવતીજી ધરણેન્દ્રના જ પત્ની છે. તો પાર્શ્વને બદલે ધરણેન્દ્રને સ્થાન કેમ આપવામાં ન આવ્યું? છદ્મસ્થાવસ્થામાં કમઠના ઉપસર્ગ પ્રસંગે પાર્શ્વયક્ષ મદદે આવ્યા ન હતા, પણ ધરણેન્દ્ર-પદ્માવતીજી હાજર થયાં હતાં.
૧. ૧૦૮ નામને વ્યક્ત કરતું સ્તોત્ર આ જ ગ્રંથમાં છે.
૨. ઋષિમંડલ યન્ત્રપટોમાં તથા ચિંતામણિ આદિ પાર્શ્વનાથજીને લગતા યન્ત્રોમાં પદ્માવતીની સામે ધરણેન્દ્ર જ બતાવ્યા હોય છે. પાર્શ્વયક્ષ નથી હોતા. નવાઈની વાત એ છે કે મંદિરોમાં પાર્શ્વયક્ષને નિયત કર્યા અને યન્ત્રપટોમાં ધરણેન્દ્રને નિયત કર્યા.
* [ ૨૮૦] *