________________
*******************************************************
આટલી બાબત પ્રાસંગિક જણાવી.
હવે અગાઉ ઉપસ્થિત કરેલા પ્રશ્નનો જવાબ જોઈએ.
મન અંગેની પરિસ્થિતિનો ખ્યાલ વાચકોને મળી ગયો છે. હવે મૂલ વાત એ છે કે વસ્તુતઃ
*******************
સમગ્ર જીવન એવી રીતે જીવવું જોઈએ કે જેથી ઉભયલોક સુધરે, પણ જો એ ન જ બની શક્યું તો, પોતે પોતાની ઊભી કરેલી દુનિયાને ‘રામ રામ’ કરવાની અણી ઉપર આવ્યો હોય ત્યારે, હિતચિંતક જ્ઞાનીઓ કહે છે કે ભાઈ! છેવટે તો તું તારી બાજી સુધારી લે!
ભાવિ જન્મોને સુધારો
જો અંતે પણ આ બાજી ન સુધારી, તો સમજી લેજે કે, ભાવિ જન્મોની પરંપરા તને ઉન્નતિના પંથે લઈ જનારી નહીં, પણ ઊલટ પક્ષે સંભવ છે કે તને અવનતિના પંથે ઘસડી જનારી બને! સમજવા જેવા બે નિયમો
હવે ભાવિજીવનની બાજી સુધારવા માટે કર્મસિદ્ધાન્તના આધારે રચાએલા બે નિયમોને જાણવા બહુ જરૂરી છે. આ જાણવાથી અતિ--ચંચળ અને અપ્રતિહત વેગવાળા મનજીભાઈ’ શા માટે કાબુ રાખવો? તે વાત ધ્યાનમાં રહેશે. એમાં પહેલો નિયમ છે. (૧) જેવી તેવી તિ. અને બીજો નિયમ છે (૨) જેવી મતિ તેવી ગતિ. આ બન્ને નિયમના રહસ્યને સમજીએ.
ઉપર ગતિ
(૧) જેવી મતિ તેવી ગતિ
કર્મશાસ્ત્રના સિદ્ધાન્ત મુજબ જીવ, આગામી જન્મના આયુષ્યનો બન્ધકાળ જ્યારે કરી રહ્યો હોય ત્યારે, મનની જેવી મતિ, વિચાર, બુદ્ધિ કે અધ્યવસાયો ચાલતા હોય, તેના આધારે તેને અનુરૂપ (દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરક આ ચાર ગતિ પૈકી) શુભ કે અશુભ જે ગતિમાં જન્મ લેવાનો હોય તે ગતિને લગતું આયુષ્ય બાંધે. હવે એ વખતે જો માનસિક અધ્યવસાય શુભ હોય તો શુભ ગતિનું, અને અશુભ હોય તો અશુભ ગતિનું આયુષ્ય બાંધે. માટે જ શુભચિંત ઈચ્છતા પ્રવાસીઓએ શુભ વિચારો કરવા જોઈએ.
એ શુભ અધ્યવસાયો થાય કેવી રીતે? અને ટકે કેવી રીતે?
મનને શુભ વિચારોવાળું કેમ રાખી શકાય?
*******************************************************
શુભ અધ્યવસાયો–જિનવાણીનું શ્રવણ, સપુસ્તકોનું વાંચન, ત્યાગી-વૈરાગી ગુરુઓનો સહવાસ, ધાર્મિક અનુષ્ઠાનો, ક્રિયાઓની આચરણા વગેરે પવિત્ર કારણોથી ઉત્પન્ન થાય છે. અને એને જ વધુ ને વધુ સેવવાથી અને ધાર્મિક વાતાવરણનો સહવાસ રાખવાથી તે ટકે છે. આ ************ [244] *****************