________________
તે માટે અનન્ત જ્ઞાનીઓ અને ઋષિ-મહર્ષિઓ કહે છે કે-પહેલું કામ તમો તમારા મનમાં ભરેલા 2ગંદવાડને ઉલેચી નાંખવાનું કરો, પછી નવો ગંદવાડ ભરવાનું બંધ કરો, પછી તમારા મનને ૧. સુંદર, શુભ અને શુદ્ધ ભાવો અને સર્વિચારોથી સુગંધી બનાવો, એ મનને સપ્રવૃત્તિની ગંગામાં 2 ઝબોળી દો, પછી મલીન, અનિષ્ટ, દુષ્ટ, વિકારી એવા અશુભ વિચારો ઘુસી ન જાય તે માટે તે તમો જાતે જ તમારા મનના ખડા ચોકિયાત બનો, અને મનને સન્માર્ગમાં ટકાવી રાખે એવો
પુષ્ટ અને તન્દુરસ્ત ખોરાક આપો. એ ખોરાક કયો? છે એ ખોરાક કયો?–
તો રાગદ્વેષની ચીકાશો, આસક્તિઓ ઘટાડે, વાસનાઓનો નાશ કરે, માયા, મમતા અને મલીનતાને દૂર કરે, એવા કરુણાસમુદ્ર ભગવાન તીર્થકર દેવોએ આપેલા ઉપદેશોનું શ્રવણ, અથવા સાચા ત્યાગી જ્ઞાની આધ્યાત્મિક પુરુષોની વિવિધ ગદ્ય-પદ્યમય ગ્રન્યરચનાઓનું વાંચન અને મનન. આ છે મહાચંચળ, મહાનાજુક, તેમ છતાં મહાસમર્થ એવા મહામૂલા મનનું ભાતીગળ ભોજન.
- આધ્યાત્મિક પુસ્તકોની જરૂરિયાત
આવું ભોજન જ માનવમનને તન્દુરસ્તી અને પુષ્ટિ બક્ષે છે. આધ્યાત્મિક રચનાઓ જ, છે. શ્રદ્ધાળુ માનવમનના દુર્વિચાર અને દુર્ગાનને દૂર કરી આત્માને શુભધ્યાનમાં સ્થાપિત કરે છે. - આધ્યાત્મિક વૈરાગ્યમય ગ્રંથોનું વાંચન, તેનું મનન અને ચિંતન શુભ ધ્યાનને સ્થિર કરે છે. વિવિધ - પ્રકારની શુભક્રિયાઓ અને સદનુષ્ઠાનો હંમેશા કરતા રહેવાની જ્ઞાની-મહર્ષિઓની આજ્ઞા પાછળનું રહસ્ય પણ, મનનો શુભ અને શુદ્ધ ભાવ ટકી જાય એ જ છે.
અહીં પહેલા નિયમની વિચારણા પૂર્ણ થઈ. ૮ (૨) જેવી મતિ તેવી ગતિ
આ વાક્ય મૃત્યુ અવસ્થાને અનુલક્ષીને જન્મ પામ્યું છે, એટલે કે મરનારની જેવી ગતિ થવાની હોય તેવી મતિ અત્તકાળે આવીને ઊભી રહે છે. વહેતા આયુષ્યકાળમાં જો આયુષ્ય બંધાઈ ગયું હોય તો મૃત્યુ ક્ષણે પ્રાપ્યગતિને લાયક મતિપરિણામ આવીને ઊભા રહે છે.
આ
૧. જૈનદર્શનના કર્મના સિદ્ધાન્ત મુજબ મનુષ્ય અને તિર્યંચ વર્તમાન જન્મમાં જ્ઞાનીની દૃષ્ટિએ જેટલું આયુષ્ય નિશ્ચિત કરી આવ્યો હોય છે તે આયુષ્યના ત્રણ ભાગ કરીએ અને એમાંથી બે ભાગ પૂરા થયા બાદ ત્રીજો ભાગ છે શરૂ થતાં જ જીવને આગામી જન્મના આયુષ્યને બાંધવાનો કાળ આવે અને એ વખતે તે બંધ થાય એ વખતે જો પૂર્વે આયુષ્ય ન બંધાયું, તો પછી જે અવશેષ કાળ રહ્યો તેનો ત્રીજો ભાગ રહે ત્યારે બાંધે, એમ કરતાં બંધ જો ન જ પડ્યો તો છેવટનું અંતર્મુહૂત રહે, ત્યારે તો જરૂર આયુષ્યનો બંધ કરે જ છે, અને પછી બંધને અનુસાર તે તે ગતિમાં ચાલ્યો જાય છે. આ બંધ માટે એમ કહેવાય છે કે, આ બંધ પણ ઘણા ભાગે તિથિના દિવસે જ પડે છે. ટૂંકમાં વાત એ કે ત્રીજા ભાગે આયુષ્ય બંધાય. આપણને એવું જ્ઞાન નથી કે, ત્રીજો ભાગ ક્યારે આવશે? એટલે, અને કદાચ જ્ઞાન હોય તો ધર્મભાવના વધારે પુષ્ટ બની રહે એ ખાતર પણ સદાય ધર્મમય જીવન ગાળવું, એ મનુષ્યનું આવશ્યક કર્તવ્ય છે.
=============== [ ૨૬૬ ]
=================