________________
**********************
光光光光头
આ રીતે માનવદેહને આત્મા, પાંચ ઈન્દ્રિયોવાળું શરીર અને મન આ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત થયેલ છે.
મન એ શું છે?
મન એ શું છે? એને બહુ ટૂંકમાં સમજી લઈએ. દૃશ્યાદેશ્ય વિશ્વમાં રહેલા સંસારી જીવોનું સંચાલન કરવામાં જૈન તીર્થંકરોએ અથવા દર્શનકારોએ વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત એવા અનેકાનેક પુદ્ગલો--પરમાણુઓ પૈકી આઠ પ્રકારના પુદ્ગલ સ્કંધો (પરમાણુઓના જથ્થા) બતાવ્યા છે. આ પુદ્ગલ સ્કંધો આમ તો જડ છે, શક્તિહીન છે. પણ એનો ચૈતન્ય જોડે જ્યારે સંયોગ થાય છે, ત્યારે જ તે પુદ્ગલસ્કંધોમાં તે તે પ્રકારની વિવિધ શક્તિઓનું નિર્માણ થાય છે, અન્યથા નહીં. અહીંઆ તો માત્ર ‘મન' અંગેની વાત છે. એટલે એને ઉપયોગી પુગલ સ્કંધો આઠ પૈકી એક છે. જે જીવને વિચાર કરવામાં ઉપયોગી અથવા જેના આલંબનથી વિશિષ્ટ વિચાર કરી શકાય તેવા પદાર્થરૂપ પુદ્ગલસ્કંધો છે, અને જે અવકાશમાં સર્વત્ર રહેલા છે. મનને જ્યારે વિચાર કરવો હોય ત્યારે આ પરમાણુઓને ખેંચી, ગ્રહણ કરી, કરવા યોગ્ય વિચારો રૂપે બનાવી, વિચાર કરી તે પરમાણુઓને પાછા છોડી દે છે. આમ વિચારના ગ્રહણવિસર્જનમાં પ્રસ્તુત પુદ્ગલોનું પણ ગ્રહણ-વિસર્જન થતું રહે છે.
શાસ્ત્રીય પરિભાષામાં આ પુદ્ગલો ‘મન’ નામની વર્ગણાના છે. આ તો પ્રાસંગિક જૈન દૃષ્ટિએ ઉડતું ‘મન' અંગેનું રહસ્ય જણાવ્યું.
કર્મના બન્ધ-મોક્ષમાં કારણભૂત ‘મન' છે.
વળી આત્મા વિશ્વમાં વર્તતા અગાઉ જે આઠ પ્રકાર કહ્યા, તે પૈકી બીજા એક ‘કાર્પણ’ નામના પુદ્ગલ સ્કંધોને ખેંચે છે. એ ખેંચતી વખતે મનનો શુભ કે અશુભ, સારો કે નરસો, તીવ્ર કે મંદ, જેવો પરિણામ વર્તતો હોય તેવા પ્રકારે તે કર્મ સ્કંધોને રંગે છે અને આત્મપ્રદેશોની સાથે ક્ષીર–નીરની માફક તેને જોડે છે. તેમજ તે યથોચિતકાળે ઉદયમાં આવતાં જીવ તેના શુભાશુભ લોનો અનુભવ કરે છે. માટે જ ભારતીય આર્ષદ્રષ્ટાઓએ મન મનુબાળાં હ્રારાં વધમોક્ષયોઃ આ વાક્ય પ્રયોજીને જણાવ્યું છે કે, કર્મના બંધ અને મોક્ષ, બન્નેમ કારણ એક મન જ છે. આથી મનની કેવી વિચિત્રતા--વિલક્ષણતા અને સામર્થ્યતા છે એન ખ્યાલ મળી રહે છે.
માનવ મનની બાબતમાં જે પરિસ્થિતિમાં મૂકાયો છે, તે જોઈએ. રખે! માનવ પોતાના કિંમતી મનનો દુરુપયોગ કરી ન બેસે! એટલે પ્રાણીમાત્રના કલ્યાણકાંક્ષી મહાત્માઓએ માનવનો ઉભય લોક સુધરી જાય, તે માટે જાતજાતની અથાગ ચિંતા કરી મનને ધર્મમય રાખવા, પવિત્ર રાખવા, સ્વસ્થ રાખવા વિવિધ ઉપદેશો અને બોધો ચીંધ્યા છે.
૧. પ્રદેશનું પરિમાણ પરમાણુ જેટલું જ છે. ફરક એટલો છે કે પરમાણુ અલગ હોઈ શકે છે. જ્યારે આ આત્માનો પરમાણુ તેના અન્ય પરમાણુઓથી કદી પણ જુદો પડતો નથી, સાંકળના આંકડાની માફક સદાય
સંલગ્ન છે અને તેથી જ તેને પ્રદેશ’ શબ્દથી ઓળખાવાય છે.
***** [ ૨૬૪ ] *
*******************************************************