SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદરાજરૂપ સમગ્ર વિશ્વમાં અતીન્દ્રિય કે ઈન્દ્રિયગમ્ય, સૂક્ષ્માતિસૂક્ષ્મ જંતુઓથી લઈને છે શૂલાતિસ્થૂલ પ્રકારના દશ્યમાન જીવો જે દેખાય છે, તે સહુનો સમાવેશ ઈન્દ્રિયોની દૃષ્ટિએ ઉપરના આ પાંચેય પ્રકારમાં થઈ જાય છે. મન' નામની શક્તિ અંગે વિચારણા જીવસૃષ્ટિમાં જુદા જુદા દેહમાં ચૂનાધિકપણે ઈન્દ્રિયોનું જેમ અસ્તિત્વ છે તેમ (અમુક જ) દેહમાં “મન” આ નામથી ઓળખાતી એક શક્તિ પણ છે. જેને જૈન પરિભાષામાં મન:પર્યાપ્તિ કહેવાય છે. આ શક્તિથી જ વિશ્વમાં વર્તતા વિચારોપયોગી, મનના પુલ પરમાણુઓને ખેંચી તેના સહકાર-બળથી (મનની શક્તિવાળા) જીવો વિચાર કરી શકવાને *સમર્થ બને છે. આવી શક્તિવાળા જીવો કયા છે? તે જોઈએ. ચૈતન્ય ધરાવતા એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય સુધીના જીવો જેની ગણના (ગતિની આ અપેક્ષાએ ચાર પ્રકારના જીવો પૈકી) તિર્યંચના પ્રકારમાં થાય છે. તેઓને તો જાણે મન:શક્તિ (પર્યાપ્તિ) જ નથી એટલે તેઓ વિચારશૂન્ય છે. ત્યાર પછી પાંચ ઈન્દ્રિયોવાળા જીવો આવે છે. તેમાં બે પ્રકારો છે, એક “મન' (સંશી) શક્તિવાળા જીવો અને એક ‘મન’ શક્તિ (માનસિકશક્તિ-બળ) વિનાના જીવો. - “મન” શક્તિની માનવજાતને મળેલી મહાન ભેટ અહીંયા જેનો વિચાર કરવાનો છે તે વિચાર, માનવજાતને અંગે હોવાથી મનવાળા (સંશી) રે પંચેન્દ્રિય મનુષ્ય અંગે જ વિચાર કરીશું. ખરેખર! માનવજાતને “મન' નામની એક મહાન શક્તિની જે ભેટ મળી છે, તેથી માનવ કે - ભારે મૂલ્યવાન બની ગયો છે એ એક હકીકત છે. અને આ જ શક્તિદ્વારા એને જે કંઈ સાધ્ય ક કરવું હોય તે બધું જ સાધ્ય કરી શકે છે, એટલું જ નહિ પ્રસ્તુત શક્તિથી મનુષ્ય ભૂત, ભવિષ્ય : કે વર્તમાનનો વિચાર પણ કરી શકવાને સમર્થ છે. વઘપિ દરેક મનુષ્યને સંપૂર્ણ શક્તિવાળું મન કે વિચારશક્તિ મળે એવું બનતું નથી. દરેક Se જીવોનું વિચારબળ ભિન્ન ભિન્ન હોય છે. આ શક્તિ સહુને સમાન નથી હોતી. પણ જન્મોત્તરનાં તેલ જેવાં અને જેટલાં શુભાશુભ સંચિત હોય, તેના આધારે જૂનાધિકની અસંખ્ય તરતમતાઓ તેમાં તે પડે છે. અને આ તરતમતાઓને કારણે વિચારશક્તિની દ્રવ્ય, ક્ષેત્ર કાલાદિ કારણે અસંખ્ય : વિચિત્રતાઓ હોઈ શકે છે. કે સામાન્ય રીતે કોઈપણ સંસારી જીવાત્મા આહાર વગેરે સંજ્ઞા વિનાનો નથી. પણ તે સંજ્ઞા-વિચારણાનો છે અહીં સંબંધ નથી. અહીં મન:શક્તિનો સંબંધ વિશિષ્ટ વિચારણા સાથે છે. ૧. શાસ્ત્રમાં ‘મન’વાળા જીવોને ‘સંજ્ઞી’, તે વિનાના “અસંજ્ઞી’ શબ્દથી ઓળખાવ્યા છે. સંજ્ઞી જીવો ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યો ઉપરાંત ગ0 પં) તિર્યંચો પણ હોય છે. સામાન્ય રીતે બહુધા વિવેકવિકલ તિર્યંચોને આની અગત્ય = નથી. એટલે જે કંઈ કહેવાનું છે તે વિવેકવાન અને બુદ્ધિમાન મનુષ્યને જ કહેવાનું છે, ============== [ ૨૬૩ ] ===============
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy