________________
ભગવંત! મને સમાધિમરણ' આપજો! આ માગણી દરેક જૈનને રોજે રોજ કરવાની, તે પછી . દેવ-ગુરુની પાસે અને એની સાક્ષીએ. એ એ જ સૂચવે છે કે જૈનધર્મમાં સમાધિમરણનું કેવડું મોટું મહત્ત્વ છે.
કહેવાનું તાત્પર્ય એ કે--મરણ સુધરી જાય તો, આગામી ભવપરંપરા પણ સુધરી જાય એટલે “સમાધિમરણની ચાવી” જે નામ આપ્યું છે તે યોગ્ય જ છે.
ઉપર જોઈ આવ્યા તેમ સમાધિમરણ એટલે જ મરણમાં ચિત્તની પરમ પ્રસન્નતા, ઈશ્વર પ્રત્યેનું અવિરત અનુસંધાન, શુભ અધ્યવસાયની સંતતિ અને આ બધાયના કારણે, આત્માની તેજોમય અવસ્થા વર્તતે છતે મૃત્યુ થાય તેનું નામ “સમાધિમરણ.' બીજા શબ્દોમાં કહીએ તો પંડિતમરણ'.
સમાધિમરણની આવશ્યકતા શા માટે છે?
પ્રશ્ન-મરણ સમાધિપૂર્વક થાય કે અસમાધિપૂર્વક થાય, શાંતિમય થાય કે અશાંતિમય થાય, સ્વસ્થ રીતે થાય કે અસ્વસ્થ રીતે થાય, જાગૃતપણે થાય કે અજાગૃતપણે થાય, શૂન્યપણે થાય કે અશૂન્યપણે થાય, કે જેમ થવું હોય તેમ થાય. જેમ બનવાનું હોય તેમ બને. એમાં સમાધિમરણ જ થવું જોઈએ, અને એના માટે આવી રચનાઓ કરવી જોઈએ. તેનું શું કારણ?
ઉત્તર---ઉપરના પ્રશ્નનો જવાબ આપવા અગાઉ માનવદેહ સાથે અને માનવજીવન સાથે સંબંધ ધરાવતી થોડીક જરૂરી અન્ય બાબતો અને પરિસ્થિતિને સમજી લઈએ. કારણ એ છે કે, વિચારશક્તિ જ વિચાર કરી શકે છે. પણ આ વિચારશક્તિ જેને મનશક્તિ કહે છે, તે બધાય જીવોને નથી હોતી. જેને હોય છે તે તેનો સદુપયોગ જ કરે તેવું નથી હોતું, માટે તે અંગે થોડો વિચાર કરીએ. જીવોના પ્રકારો
અખિલ વિશ્વમાં એકેન્દ્રિયવાળા જીવોથી લઈને બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયો સુધીના દેહને ધારણ કરવાવાળા અનંત જીવો છે. તાત્પર્ય એ કે જે જીવોને જિહ્વા (જીભ) નાક, ચહ્યું (આંખ) અને કાન, આ ચાર ઈન્દ્રિયો સિવાયની માત્ર એક સ્પર્શઇન્દ્રિય છે તેવા એકેન્દ્રિયો. તેથી જ આગળ વધીને શરીર, અને જિહ્વા આ બે ઈન્દ્રિયવાળા જીવો, વળી શરીર, જિહ્વા અને નાસિકા, કે આ ત્રણ ઇન્દ્રિયવાળા જીવો, તથા શરીર, જિદ્વા, નાસિકા અને આંખ સહિત ચાર ઈન્દ્રિયોવાળા જીવો અને ઉક્ત આ ચાર સહિત પાંચમી કર્ણ-કાન ઈન્દ્રિયો સાથે પાંચ ઈન્દ્રિયોવાળા જીવો. આમ આ પાંચેય પ્રકારના જીવો જગતમાં વર્તે છે.
૧. સમાવિમુત્તમંરિંતુ આ પ્રાર્થના લોગસ્સ સૂત્રમાં પણ આવે છે.
૨. શાસ્ત્રમાં મરણના બે પ્રકાર બતાવ્યા છે, પણ જન્મના બે પ્રકાર કહ્યા નથી એટલે અહીંયા જ્ઞાનીઓને ચિંતા મરણની છે. એટલે તેઓએ જન્મની વિધિ-આરાધના બતાવી નથી. જ્યારે મરણ સુધારવા માટેની અનેક વિધિઓ બતાવી છે. 2: 2 2:22:28 : [ ૨૬૨ ] ===========