________________
**********ささささささささささささささ売************
આ પુસ્તકમાં ગાથાઓનું વિસ્તૃત ભાષાંતર ઉપરાંત અન્ય ગ્રંથોમાં મળતા ઉપયોગી વિષયોને ધ્યાનમાં રાખીને આ ગાથાઓનો અનુવાદ કરવામાં આવ્યો છે. તે સિવાય કેટલુંક નવીન વર્ણન ઉમેરવામાં આવ્યું છે, કેટલેક સ્થળે ગાથાની અંદરની હકીકતને ચર્ચા દ્વારા વિસ્તૃતરૂપ આપવામાં આવ્યું છે.
વિવિધ વિષયો દ્વારા ૭૦ ચિત્રો વડે ૮૦૦ પાનાનાં આ મહાગ્રન્થને સમૃદ્ધ બનાવવામાં આવ્યો છે. * * * શ્રી યશોવિજયજી મહારાજે આ એક ભવ્ય ગ્રન્થ તૈયાર કરેલો છે. 2
દિનિક “જન્મભૂમિ પત્ર-કલમ કિતાબ વિભાગ . -(સંપાદક સુપ્રસિદ્ધ શ્રી ઝવેરચંદ મેઘાણી) મુંબઇ.] ક
૮૨૫ પાનાંનો આ દળદાર ગ્રંથ અમને અભિપ્રાય અર્થે મળ્યો છે; એ ગ્રંથ પાછળ અપાર જર અને જહેમત ખર્ચાયા હશે એમ આ ગ્રંથ જોતાં જ પ્રતીતિ થાય છે.
આ ગ્રંથમાં કોઇ હવાઈ કલ્પના નથી કે નથી એમાં ગલગલીયા થાય એવી કોઈ વેવલી વાર્તા, ૬ પરન્તુ એ પુસ્તકમાં જડ અને ચેતન વસ્તુઓનાં સ્વરૂપોને સ્પષ્ટ બતાવી આપતી વાનીઓ છે. ટૂંકમાં આ કહીએ તો શાસ્ત્રીય તત્ત્વોની વાનીઓથી પીરસાયેલો એક મહાન રસથાળ છે.
એ પુસ્તકમાં ગાથાઓ માગધી મિશ્રીત છે, દરેકની સંસ્કૃત છાયા, ત્યારબાદ કઠિન શબ્દોના છેઅર્થો, મૂલ ગાથાનો સંક્ષિપ્ત ભાવાર્થ, ફરી તે ઉપર તેનો વિસ્તૃત અર્થ, એમ સઘળું ગુજરાતી - ભાષાંતર સરળ અને સમજભરી પદ્ધતિએ કરવામાં આવ્યું છે.
ખગોળશાસ્ત્રના આ ગ્રંથમાં અનેક મહત્ત્વની વાતો છે. એમાં મુખ્યત્વે કરીને નરક, દેવ, મનુષ્ય છે અને તિર્યંચ એ પ્રત્યેક ગતિના જીવાદિક પદાર્થોનું; સ્થિતિ, આયુષ્ય, અવગાહના, ઉપપાતવિરહ,
વનવિરહ, ઉપપાત સંખ્યા, ચ્યવન સંખ્યા, ગતિ આગતિ એ નવ દ્વારોના વિભાગ દ્વારા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
અને પ્રસંગે પ્રસંગે રાત્રિ અને દિવસ દક્ષિણાયન અને ઉત્તરાયન કેમ થાય છે, સૂર્ય ચન્દ્ર કો કેમ ફરે છે, દરેકે દરેક દેશમાં ઉદય અને અસ્તમાં થતાં ફેરફારો અને વૃદ્ધિ હાનિનાં કારણો, તે
આજની દુનિયા ક્યાં અને કેટલી સમજવી? તેમજ ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે ખગોળના એકે એક વિષયને બહુ જ સ્પષ્ટ રીતે ચિત્રો સમેત ચર્ચવામાં આવ્યો છે.
એટલું જ નહિ પરંતુ એમાં સમયથી માંડી પુલ પરાવર્તનનું સ્વરૂપ, અઢીદ્વીપાધિકાર, 5 અસંખ્યદીપ, સમુદ્રોની વ્યવસ્થા, ભરતી-ઓટનું કારણ, સમભૂતલ રૂચક ચર્ચા, તે તે જીવોને અંગે રક આહાર, શ્વાસોશ્વાસ, નિગોદ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, પર્યાપ્તિ, પ્રાણ, અનાહારકપણું, જુ-
વક્રાગતિ, નરકનાં દુઃખો, ચક્રવર્તીની વિજયયાત્રા, ચૌદ રત્નો, નવનિધિ, આયુષ્યના પ્રકારો વગેરેને આ તે પણ વિસ્તારથી આપવામાં આવ્યા છે. ======== ===== [ ૭૯] ====== ========