________________
***
*********************************
** **** *************
જૈન સાધુ સંતોની વિજ્ઞાનદૃષ્ટિ ખગોળ વિદ્યાનો અભ્યાસપૂર્ણ ગ્રન્થ
જૈન દર્શનમાં જેટલું વૈજ્ઞાનિકતાનું તત્ત્વ છે એટલું બીજા ભારતીય દર્શનોમાં નથી, અને એ વિજ્ઞાનપ્રેમ તેના સ્યાદ્વાદના સિદ્ધાન્તના પરિણામરૂપ છે. આ પ્રકારનું એ દર્શન
છે એટલે તો જીવનને સ્પર્શતાં કેટલાંયે વિજ્ઞાનોમાં સંશોધનકાર્ય કરવા જૈનાચાર્યો પ્રેરાયા છે. ખગોળના વિષય પરત્વે એવું મહત્ત્વનું કાર્ય સાતસોથી વધારે પૃષ્ઠનો આ મહાગ્રન્થ
કરે છે.
*
*
* * *
✰✰✰ હું આવા ગ્રન્થના પ્રકાશનને આવકાર આપું છું. શા માટે? કારણકે આવા ગ્રન્થો વિજ્ઞાનની પદ્ધતિઓની રજૂઆત કરે છે; વિજ્ઞાને કયારે અને કેવી ભૂલો કરી છે તે બતાવે છે અને વિજ્ઞાનની શક્યતાઓનો ખ્યાલ આપી રહે છે.
*
*
*
*
*
અને એક બીજું પણ આ આવકારનું કારણ છે. ખગોળ વિદ્યાનો આ ગ્રન્થ માત્ર એ વિજ્ઞાનનું જ નિરૂપણ કરી નથી અટકી જતો; તેનાથી ઘણું વધારે એ આપણને આપે છે. માત્ર વિજ્ઞાનનો એ ગ્રન્થ ન બની જતાં એ સાથે સાથે દર્શન, તત્ત્વજ્ઞાન અને નીતિ શાસ્ત્રનો ગ્રંથ પણ બની રહે છે.
*
*
*
*
*
*
સંશોધન ગ્રંથ તરીકે તો આ ગ્રન્થનું મૂલ્ય અતિ ઘણું છે. એમાં મૂળસૂત્રનો અનુવાદ
જ માત્ર અપાયો નથી; એ અનુવાદ
ઉપરાંત એ વિષય પરત્વે બીજાં જૈન ગ્રન્થોમાં જે નિરૂપણ છે તેની નોંધ પણ તેમાં લેવામાં આવી છે, અને તેની ખગોળના પ્રશ્ન પરત્વે જૈન સિદ્ધાંતની જે
જે માન્યતાઓ છે તેવી સળંગ સૂત્ર રજૂઆત આપણને મળી રહી છે.
છ રૂપિયામાં આવડા મોટાં કદનાં સાતસો આઠસો પાનાનાં બહુમૂલ્ય પુસ્તકને દેવનાગરી લિપિમાં આપીને શ્રી મુક્તિકમલ જૈન મોહનમાળાએ પ્રથમ કક્ષાની સાહિત્ય સેવા કરી છે. આ બહુમૂલ્ય અતિ કિંમતી પુસ્તક છે.
*
* * *
********************
*******************************************