________________
કંડરીક મુનિને દેશ-દેશાંતર વિચારતાં લૂખો-સૂકો આહાર કરતાં શરીરમાં રોગ ઉત્પન્ન થયો. ભાઈ મુનિનું શુષ્ક શરીર જોઈ પુંડરીકે ચિકિત્સા કરાવવાનું નિવેદન કર્યું. નિવેદન સ્વીકારી કંડરીક મુનિએ ચિકિત્સા કરાવી. કંડરીક મુનિ સ્વસ્થ થયા.
સ્થવિરમુનિ વિહાર કરી અન્યત્ર ગયા પરંતુ કંડરીક મુનિ રાજસી ભોજનમાં આસક્ત થવાથી ત્યાં જ રહ્યા. પુંડરીકે એકવાર ભાઈ મુનિને જાગૃત કર્યા. કંડરીક મુનિએ વિહાર તો કર્યો પરંતુ સંયમ પ્રત્યે સદ્ભાવ નહોતો. અંતે સાંસારિક લાલસાઓથી પરાજિત થઈ રાજમહેલની અશોક વાટિકામાં આવી બેઠા. લજ્જાને કારણે મહેલમાં પ્રવેશ ન કર્યો. ત્યાં પરિવાર જનોએ તેમને જોયા અને યુક્તિથી પૂછ્યું કે, “ભગવાન! આપ ભોગને ઈચ્છો છો?'' કંડરીકે લજ્જાથી હા પાડી પુંડરીકે તેનો રાજ્યાભિષેક કર્યો અને પુંડરીક રાજા સ્વયં દીક્ષિત થયા.
કંડરીક પોતાના અપથ્ય આચરણને કારણે અલ્પકાળમાં જ આર્તધ્યાન પૂર્વક કાળધર્મ પામ્યો. તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. જ્યારે પુંડરીકમુનિ ઉગ્ર તપશ્ચર્યા સાધના કરી અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી તેત્રીસ સાગરોપમવાળી સ્થિતિવાળા સર્વાર્થસિધ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી મોક્ષે પધારશે. ઉપદેશ - ઉત્થાન તરફ જવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાધકે આ કથા પરથી સમજવું કે દરેક જગ્યાએ વિવેક રાખવો જોઈએ નહિતર પતનનું કારણ થાય છે.
- દ્વિતીય શ્રુતસ્કંધઃકાલીદેવી - રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. તે સમયે ચમરેન્દ્ર અસુર રાજની અગ્રમહિષી (કાલીદેવી) પોતાના સિંહાસન ઉપરથી ઉઠી પ્રભુ જે દિશામાં હતા તે દિશામાં સાત આઠ ડગલા આગળ જઈ વંદન કર્યા. ત્યારબાદ ભગવાનના પ્રત્યક્ષ વંદન કરવા ગયા. પરંપરા અનુસાર ૩ર પ્રકારની નાટ્ય વિધિ બતાવી પાછી ગઈ.
કાલીદેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનની સમક્ષ પ્રશ્ન પૂછયો. ભંતે! કાલીદેવીએ ઋધ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યારે ભગવાને તેનો પૂર્વભવ જણાવ્યો.
આમલકલ્પા નગરીના કાલ નામના ગાથા૫તિની એક પુત્રી હતી. તેનું નામ કાલી હતું. તેની માતાનું નામ કાલશ્રી હતું. કાલી બેડોળ શરીરવાળી હતી જેથી અવિવાહિત રહી ગઇ.
એકવાર પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન આમલકલ્પામાં પધાર્યા. કાલીએ દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી યથાશક્તિ તપશ્ચર્યા કરી સંયમની આરાધના કરવા લાગી. થોડા સમય બાદ તેને શરીરની આસક્તિ ઉત્પન્ન થઈ. તેથી વાંરવાર
75