________________
આખા કક્ષમાં દુર્ગધ ફેલાઈ ગઈ. આ પ્રમાણે અશુચિ ભાવના દ્વારા મલ્લિકુમારી તેઓને પ્રતિબોધ કરે છે. તેમ જ પૂર્વભવોના સંબધો યાદ કરાવી ધર્મબોધ પમાડે છે. ત્યારે છએ રાજા અને મલ્લિકુમારી દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારબાદ સંયમ જીવન પાળી કેવળજ્ઞાન તેમ જ મોક્ષ પ્રાપ્ત કરે છે. (તેમના પાંચે કલ્યાણકો વિષેની માહિતી ત્રિષષ્ટિશલાકા પુરુષના આધારે આગળ વર્ણવી છે.) અધ્યયન-ભાં જિનપાલિત અને જિનરક્ષિતની કથા છે.
ચંપા નગરીમાં માર્કદી સાર્થવાહ ને બે પુત્રો હતા-જિનપાલિત અને જિનરક્ષિત. તેઓ અગિયાર વખત લવણ સમુદ્રની જાત્રા કરી ચૂક્યા હતા. હવે બારમી વખત તેઓ એ યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. માતા-પિતાએ યાત્રા કરવા જવા દેવાની અનિચ્છા બતાવી. ઘણું સમજાવ્યા છતાં બંને માન્યા નહિ. બંને યાત્રા કરવા નીકળ્યા. સમુદ્રમાં અડધે રસ્તે પહોંચતા વહાણ આંધીમાં ફસાઈ ગયું. છિન્નભિન્ન થઈ ગયું. નિરાધાર થઈ ગયા. જીવવાની આશા છોડી દીધી. સંયોગવશાત વહાણનું પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે તરતા તરતા સમુદ્રના કિનારે આવવા લાગ્યા. તે પ્રદેશ રત્નદ્વીપ હતો. આ દ્વીપના મધ્ય ભાગમાં રન્નાદેવી નિવાસ કરતી હતી. તેનો એક સુંદર મહેલ હતો. જેની ચારે દિશામાં ચાર વનખંડ હતા. રત્નાદેવીએ માંકદી પુત્રોને જોયા અને તુરત તેમની પાસે આવી પહોંચી. તે બોલી જો તમે બંને જીવિત રહેવા ઈચ્છતા હો તો મારી સાથે ચાલો. નહિતર તલવારથી મસ્તક કાપી ફેંકી દઈશ.
માકન્દી પુત્રો પાસે બીજો વિકલ્પ ન હતો. તેઓએ દેવીની વાતનો સ્વીકાર કર્યો. તેના પ્રાસાદમાં જઈ તેની ઈચ્છા તૃપ્ત કરવા લાગ્યા.
રત્નાદેવી તે બંને જણને ત્રણ દિશાના વનખંડમાં જવાની છુટ્ટી આપી પરંતુ દક્ષિણ દિશામાં જવાની ના પાડી. એક વખત બંને ભાઈઓને દક્ષિણ દિશાના વનખંડમાં શું છે? તે જાણવાની કૂતુહલ થઈ. તેઓ દક્ષિણ વનખંડમાં ગયા. ત્યાં શૂલી પર ચઢેલા પુરુષને જોયો. વૃતિ જોતાં ખ્યાલ આવ્યો કે તે આ દેવીના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને કોઈ સામાન્ય અપરાધથી દેવીએ તેને શૂલી પર ચઢાવી દીધો. તેઓ શોકમય થઈ ગયા. મુક્તિ માટેનો ઉપાય પૂછયો. પૂર્વના વનખંડમાં અધ્વરૂપધારી શૈલક નામનો યક્ષ રહેતો હતો. તે અષ્ટમી આદિ તિથિઓના દિવસે એક નિશ્ચિત સમયે ઘોષણા કરતો હતો કે, કોને તારું કોને પાળું? એક દિવસ બંને ભાઈ ત્યાં જઈ પહોંચ્યા અને તેઓને પોતાને તારવા અને પાળવાની પ્રાર્થના કરી. શૈલક યક્ષે તેઓની પ્રાર્થનાનો સ્વીકાર તો કર્યો પણ શરત સાથે કહ્યું કે રત્નાદેવી
63