________________
બીજી પુત્રવધૂ પાસે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે પ્રસાદ સમજી ખાઈ ગઈ. સાર્થવાહ તેને રસોડા ખાતું સોપ્યું.
ત્રીજી પુત્રવધૂએ દાણા સુરક્ષિત રાખ્યા હતા આથી તેને નાણાંકીય વ્યવહાર સોંપ્યો.
ચોથી પુત્રવધૂએ કહ્યું કે પાંચ દાણા મેળવવા ગાડાઓ જોઈશે. ત્યારે ધન્ય શેઠ ખૂબ જ પ્રસન્ન થયા અને તેને ગૌરવપૂર્ણ પદ ઉપર પ્રસ્થાપિત કરી. ઉપદેશ - સફળ થવા યોગ્ય વ્યક્તિને તેની યોગ્યતા અનુસાર એવા કાર્યમાં જોડવી જોઈએ. અધ્યયન-૮માં મલ્લિકુમારીનું દૃષ્ટાંત છે.
બલ નામે રાજા હતા. તેણે તેના પુત્ર મહાબલને રાજગાદી ઉપર બેસાડી દીક્ષા ગ્રહણ કરી કર્મનો ક્ષય કરી મોક્ષે સિધાવ્યા.
પુત્ર મહાબલને અચલ, ધરણ આદિ છે રાજા પરમ મિત્ર હતા. તેઓ બધા જ કાર્યો કરતા. એકવાર એ છએ મિત્રો ગુરુભગવંતની વાણી સાંભળી દીક્ષા લેવા તૈયાર થયા. દીક્ષા લઇ ઘોર તપશ્ચર્યા કરી દેવલોકનું આયુ બાંધ્યું. તપશ્ચર્યામાં મહાબલ મુનિ કપટ કરી, માયા કરી વધુ તપશ્ચર્યા કરે છે. અન્ય મિત્રમુનિને પારણું કરાવી પોતે ઉપવાસના પચ્ચખાણ કરતા. આ માયાને કારણે તેમને સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો. તેનું નામ “મલ્લિકુમારી' રાખવામાં આવ્યું. જ્યારે બીજા મિત્રો છે રાજા બન્યા. તેના નામ આ પ્રમાણે છે. (૧)પ્રતિબધ્ધ-ઇક્વાકુ રાજા (ર)ચંદ્રધ્વજ - અંગનરેશ (૩)શંખ – કાશીરાજ (૪)રુકિમ – કુણાલનરેશ (૫)અહીનશત્રુ -કુરુરાજ (૬)જિતશત્રુપંચાલાધિપતિ.
મલ્લિકુમારીના જીવ પ્રત્યે આ છએ રાજા લગ્ન કરવાની ભાવનાથી મિથિલા નગરીમાં આવી પહોંચ્યા. છએ રાજાને અલગ અલગ નિમિત્તે મળતા તેઓ મલ્લિકુમારી પર અનુરક્ત થયા. મલ્લિકુમારી અવધિજ્ઞાની હતા. તેમણે એ મિત્રોની સ્થિતિ જોઈ લીધી હતી. આથી એમણે પોતાની જેવી જ એક પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તેના મસ્તકમાં એક મોટુ છિદ્ર કરાવ્યું. પ્રતિમા જોયા પછી કોઈ કલ્પના નહોતા કરી શકતા કે આ પ્રત્યક્ષ મલ્લિકુમારી છે કે તેની મૂર્તિ છે.
દરરોજ ભોજન કરી એક ક્વલ મસ્તકના છિદ્રમાંથી મૂર્તિમાં નાખતી. છએ રાજા પરણવાના સંકલ્પથી આવ્યા. ત્યારે કુંભ રાજા જે મલ્લિકુમારીના પિતા છે. પ્રતિભાવાળા કક્ષમાં છએ રાજાને લઇ જાય છે. થોડીવારમાં મસ્તકનું છિદ્ર ખોલતા
62