________________
પ્રકાશકીય પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ બાલબ્રહ્મચારી સૂરિચકચક્રવર્તી આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ.પૂ. પ્રતિબોધકુશલા વિદુષી સા.શ્રી પ્રવિણાશ્રીજી મ.ના શિખ્યા પૂ.સા.શ્રી કીર્તિયશાશ્રીજી મ.ના શિષ્યા, પૂ.સા.શ્રી ઉદયયશાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી વજયશાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી ચૈત્યયશાશ્રીજીએ છેલ્લાં પાંચ વર્ષના પરિશ્રમપૂર્વક મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત સમકિતના સડસઠ બોલની સક્ઝાય ઉપર સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો છે અને તેમના બેન સા.શ્રી વૃષ્ટિયશાશ્રીજીએ પણ સાથે સાથે જૈન કથા સાહિત્ય ઉપર પાંચ વર્ષના પરિશ્રમપૂર્વક સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો છે અને તે બંને મહાનિબંધ મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્ય કરવામાં આવ્યા.
વળી પૂજ્ય શાસનસમ્રાટશ્રીના સાધુ તથા સાધ્વી સમુદાયમાં આ પ્રકારે યુનિવર્સિટી દ્વારા માન્ય ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરવાનું સૌપ્રથમ ગૌરવ પૂજ્ય સા.શ્રી ચેત્યયશાશ્રીજી તથા પૂ.સા.શ્રી વૃષ્ટિયશાશ્રીજીને પ્રાપ્ત થાય છે.
તે બંને મહાનિબંધનું પ્રકાશન કરવાનો લાભ પ.પૂ. શાસનસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયના વડીલ ગચ્છનાયક વ્યાકરણાચાર્ય કવિરત્ન વિદ્વદ્વર્ય આ.શ્રીવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. આ. શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ની સૂચનાથી તથા શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈની ઉદારતાથી અમારા ટ્રસ્ટને પ્રાપ્ત થયો છે. તે અમારા ટ્રસ્ટ માટે વિશેષ ગૌરવપ્રદ છે અને વિશેષ આનંદની વાત એ છે છે કે આ બંને મહાનિબંધના પ્રકાશન માટેનો સંપૂર્ણ આર્થિક લાભ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈએ લીધો છે એ માટે અમો તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ સહ આભાર માનીએ છીએ.
લિ. ટ્રસ્ટીઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગર, બોરીવલી (પૂર્વ),
મુંબઈ - ૪૦૦ ૦૬૬.