________________
મોહનલાલ ચુનીલાલ ધામી, પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી, રતિલાલ દીપચંદ દેસાઈ, જીવનલાલ છગનલાલ સંઘવી, ફતેહચંદ બેલાણી, સારાભાઈ નવાબ, સુનંદાબેન વહોરા, ગોપાલદાસ પટેલ, પલબેન ઝવેરી આદિ રચિત કૃતિઓનું સુંદર આલેખન કર્યું છે.
આમ, અર્વાચીન યુગના લેખકોએ પ્રાચીન કથાને તેમની અભુત શૈલીથી, વાચકને રસ પડે તે રીતે રજૂ કરી છે. કથાઓ એની એ જ છે પરંતુ બોધ આધુનિક ઢબથી આપ્યો છે. ખરેખર! કથા સાહિત્ય કોમ્યુટર, લેપટોપ, ઈન્ટરનેટ જેવા માધ્યમોની વચ્ચે પણ ઉપકારક છે, તેનું આલેખન કરવામાં આવ્યું છે.
579