________________
આ પુસ્તક ચિત્ર સહિત હોવાથી બાળક જલ્દીથી બોધ ગ્રહણ કરી શકે. આમ પલબેને આજના જમાના પ્રમાણે સુંદર, કલરફુલ, એક્ટીવ પુસ્તક રચીને જેના સમાજને મોટી ભેટ ધરી છે.
ઉપસંહાર આમ, પ્રકરણ ૪માં ૧૯મી સદીમાં રચાયેલ ‘ઉપદેશ પ્રાસાદ ગ્રંથ” બોધદાયક કથાઓથી ભરપૂર છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજે “રાગ વિરાગના ખેલ', શ્રધ્ધાની રસગમ', “સબ સે ઊંચી પ્રેમ સગાઈ' આદિ વાર્તાસંગ્રહની રચના કરી છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની જીવન રેખા તેમજ તેમણે રચેલ કૃતિઓ “રામાયણમાં સંસ્કૃતિનો આદર્શ” કથાઓ અને કથા પ્રસંગો આદિ અલંકૃત કર્યા છે. - પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરીજી મ.સા. રચિત “ધન્યકુમાર ચરિત', પેથડકુમાર ચરિત્ર', “સત્ત્વ સમૃધ્ધ સ્થૂલભદ્ર', “પાઠશાળા ગ્રંથ-૧,ર' આદિ કૃતિઓ નોંધપાત્ર છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજની જીવનઝલક તેમજ તેમની કૃતિઓ “બાળ શ્રાવક ધર્મરુચિ”, “ધન ધન શાસન મંડન મુનિવરા” “સમરું પલપલ સુવ્રત નામ” આદિ જૈન સાહિત્યનું વૈવિધ્ય દાખવતી કૃતિઓ છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજીએ “ગ્રંથ ખૂલે ગ્રંથી તૂટે', લાગે લગન બુઝે અગન”, “આંખ નરમ સપના ગરમ”, “અંતરની ઉજાસ પરમાર્થના પુષ્પો”, “બિંદુ એક સિંધુ અનેક આદિ અનેક કથા કૃતિઓનું સર્જન કર્યું છે.
મુનિશ્રી અકલકવિજયજી મ.સા.નો પરિચય તેમજ તેમણે રચેલ કૃતિઓનું વિવેચન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મ.સા., આચાર્ય રત્નસેનસૂરીશ્વરજી મ.સા., આચાર્ય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા., આચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા., મુનિ રાજરત્ન વિજયજી મ.સા., મુનિ અપરાજિતવિજયજી મ.સા., મુનિ રાજકીર્તિસાગરજી મ.સા., મુનિ મુકિતચંદ્રવિજયજી મ.સા., આદિએ રચેલ કથાકૃતિઓનું વિવેચન કરવામાં આવ્યું છે.
તેમજ જૈન કથા સાહિત્યના જયભિખ્ખ, પંડિત બેચરદાસ દોશી, વૈદ્ય
578