________________
શમ્યો. તેઓ વિચારવા લાગ્યા કે આ મારા મોટા ભાઇ છે. તેમને મારાથી હણી શકાય નહિ. આથી ઉપાડેલી મુષ્ટિ વડે તરત જ કેશનો લોચ કરી વસ્ત્ર અલંકાર ઉતારી શ્રમણ બની ગયા. જંગલ તરફ ચાલી નીકળ્યા. ભરત રાજા ક્ષમા માંગે છે પણ વ્યર્થ. બાહુબલિજી તો ક્ષમા ભાવ ધારણ કરી પ્રભુ પાસે જવાં ઉપડ્યા. જતા જતા વિચાર આવે છે કે જો હું અત્યારે પિતા પાસે જઇશ તો મારે નાના અઠ્ઠાણું ભાઇઓને વંદન કરવું પડશે એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જાઉં. આથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે એક વર્ષ વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યા. શરીરે વૃક્ષની વેલડીઓ વીટળાઇ. પણ માન ન ગયું. એકવાર બ્રાહ્મી-સુંદરી બંને સાધ્વી બહેનોનું ત્યાં આગમન થયું. તેઓ બોલી કે, “વીરા ગજ થકી ઉતરો, માન મૂકો તો મોક્ષ છે.' બાહુબલિજીને કાને શબ્દટંકાર થયો. મનોમન અત્યંત પસ્તાવો કરી બહુમાનપૂર્વક પગ ઉપાડ્યા ત્યાં કેવળજ્ઞાન પામ્યા.
આ બાજુ નવ્વાણું ભાઇઓને કષ્ટ પોતે આપ્યું છે એવા ભાનથી ભરતજી બેચેન હતા. વાત્સલ્ય ભાવે પ્રજા પાલન કરતા એવામાં પ્રભુ ઋષભ નિર્વાણ પામ્યા. સાથી ભરત બહુ ખિન્ન હતા. એક દિવસ પોતે વસ્ત્રાભૂષણોથી સજ્જ થઇ અરીસા ભુવનમાં ઉભા હતા ત્યાં તેમની નજર વીંટી વગરની આંગળી તરફ ગઇ. બીજા અલંકારો ઉતારી નાંખ્યા. જોયું કે આ શરીર તો કૃત્રિમ અલંકારોથી શોભાયમાન છે. અનિત્ય ભાવના ભાવતા કેવળજ્ઞાન પામ્યા. દેવોએ મુનિવેશ-દેવદુષ્ય આપ્યું. તેઓની સાથે બીજા દશ હજાર રાજાઓએ પણ સંસાર ત્યાગ કર્યો.
ભગવાનના સો પુણ્યવંતા પુત્રોની નામાવિલ
(૧)ભરત (૨) બાહુબલિ (૩) શંખ (૪) વિશ્વકર્મા (પ) વિમલ (૬)સુલક્ષણ (૭)અમલ (૮) ચિત્રાંગ (૯) ખ્યાતકીર્તિ (૧૦) વરદત્ત (૧૧)સાગર (૧૨) યશોધર (૧૩)અમર (૧૪) રથવર (૧૫) કામદેવ (૧૬) ધ્રુવ (૧૭) વત્સ (૧૮) નંદ (૧૯) સુર (૨૦)સુનંદ (૨૧) કુરૂ (૨૨) અંગ (૨૩) નંગ (૨૪)કોશલ (૨૫)વીર (૨૬) કંલિગ (૨૭) માગધ (૨૮) વિદેહ (૨૯) સંગમ (૩૦) દશાર્ણ (૩૧)ગંભીર (૩૨) વસુવર્મા (૩૩)સુવર્મા (૩૪) રાષ્ટ્ર (૩૫) સુરાષ્ટ્ર (૩૬)બુધ્ધિકર (૩૭) વિવિધકર (૩૮) સુચશા (૩૯)યશકીર્તિ (૪૦) ચશસ્કર (૪૧) કીર્તિકર (૪૨)સૂરણ (૪૩) બ્રહ્મસેન (૪૪) વિદ્વાન્ત (૪૫) નરોત્તમ (૪૬) પુરૂષોત્તમ (૪૭) ચંદ્રસેન (૪૮) મહાસેન (૪૯) નભઃસેન (૫૦) ભાનુ (૫૧) સુકાન્ત (પર)પુષ્પયુત (૫૩) શ્રીધર (૫૪) દુર્ધર્ષ (૫૫) સુસુમાર (૫૬) દુર્જય (૫૭)અજેયમાન (૫૮) સુધર્મા (૫૯) ધર્મસેન (૬૦)સાનંદન (૬૧) આનંદ (૬૨)નંદ (૬૩) અપરાજિત (૬૪) વિશ્વસેન (૬૫) હરિષણ (૬૬) જય (૬૭) વિજય (૬૮) વિજયંત (૬૯) પ્રભાકર (૭૦) અરિદમન (૭૧) માન (૭૨) મહાબાહુ (૭૩)દીર્ઘબાહુ (૭૪) મેઘ (૭૫)સુઘોષ (૭૬) વિશ્વ (૭૭)
576