________________
છે. ધર્મચક્રીનું પધારવું તો મારા પરમાર્થ કલ્યાણ માટે છે માટે મારે પ્રથમ બહુમાન અને પૂજા ભગવાનની જ હોય. એમ વિચારી તેઓ પ્રભુ વંદન માટે નીકળ્યા.
માતા મરૂદેવાનો સ્નેહ ઃ- (પ્રથમ મોક્ષગમન)
તે કાળે તે સમયે ભગવાને પ્રથમ જ દીક્ષા લઇ વનવાસ સ્વીકાર્યો. તેમના માતા આથી ઘણું દુઃખ અનુભવતાં હતા. તેમને મહાવ્યથા હતી કે મારો પુત્ર જંગલના દુઃખો કેવી રીતે સહન કરશે. કલ્પાંત કરીને મરૂદેવા માતાનાં આંખનાં પડળો પણ અંધકારમય બની ગયા હતા. જ્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું ત્યારે વંદન કરવા જતાં ભરત મહારાજાએ ૠષભદેવ ભગવાનની સર્વ વિભૂતિ અને ઇન્દ્રાદિ દેવો વડે થયેલી સમવસરણની રચના વિષેની હકીકત માતાને જણાવી. ત્યારે માતા નેત્રો આંનદાશ્રુથી છલકાઇ ગયા. આમ, એક બાજુ આનંદથી તેમનાં રોમાંચ ખડા થઇ ગયા. ઇહાપોહ કરતાં આત્મભાવની શુધ્ધ શ્રેણીએ આરૂઢ થતાં મરૂદેવા માતા સ્વયંબુધ્ધ થયા. આ અવસર્પિણી કાળમાં તેઓનું પ્રથમ મોક્ષગમન થયું.
ભરત ચક્રવર્તી - બાહુબલિ :- ભરત મહારાજાના પાંચસો પુત્રો, સાતસો પૌત્રો એ તે સમય દીક્ષા ગ્રહણ કરી. ત્યારે ચોરાશિ ગણધરો સ્થાપના થઇ. બ્રાહ્મીએ તથા અન્ય સ્ત્રીઓએ દીક્ષા લીધી. ભરત ચક્રવર્તી શ્રાવક થયા. સુંદરીનો ભાવ દીક્ષા લેવાનો હતો પરંતુ તે અત્યંત સ્વરૂપવાન હોવાથી ભરત રાજાએ વિચાર્યુ કે ચક્રવર્તી પદ પછી તેને પ્રથમ સ્ત્રીરત્ન તરીકે સ્થાપવી તેથી આજ્ઞા આપી નહિં આથી તેણે શ્રાવિકાવ્રત ધારણ કર્યું. ભરત મહારાજા છ ખંડ પર વિજય કરી પાછા ફર્યા ત્યારે સુંદરીને સ્ત્રીરત્ન બનાવવાનો મનોરથ હતો પરંતુ તે દરમ્યાન સાઠ હજાર વર્ષ તેણે આંબિલ કરી શરીરને શુષ્ક કર્યું. આ દશામાં પોતાની જાતને નિમિત્ત માનતા તે સુંદરીને દીક્ષા માટે રજા આપે છે. આ બાજુ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું ન હતું. આથી ભરત રાજાએ નિયમને આધીન થઇ પોતાના નવ્વાણું ભાઇઓને પોતાની આજ્ઞામાં રહેવાનો સંદેશો આપ્યો. બાહુબલિ સિવાય અઠ્ઠાણું ભાઇઓ પિતા (ભગવાન) પાસે ગયા. ભગવાને વૈરાગ્ય જનિત ઉપદેશ આપ્યો તેઓ દીક્ષા ગ્રહણ કરે છે. ભરતજી રડતી આંખે ઘણું સમજાવે છે પણ તેઓ શાશ્વત સુખનો માર્ગ છોડવા તૈયાર થતા નથી.
આ બાજુ ભરત ચારિત્ર મોહનીય કર્મને વશ હતા આથી તેઓને સંસારમાં રહેવાનું હતું. બાહુબલિ ભરતની આજ્ઞામાં રહેવા તૈયાર નથી. બાર બાર વર્ષ યુધ્ધ ચાલે છે. બંને વચ્ચે દૃષ્ટિયુધ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુધ્ધ, દંડયુધ્ધ થયું. બધામાં બાહુબલિનો વિજય થયો. છેવટે આખરી ઉપાય તરીકે તેમનો શિરચ્છેદ કરવા પોતાનું ચક્રરત્ન ઘુમાવીને ફેંક્યું. ત્યારે બાહુબલિ અત્યંત કોપાયમાન થઇ ભરત રાજાને હણવા મુષ્ટિનો પ્રહાર કરવા તૈયાર થયા હતા ત્યાં તેમને કાને આ શબ્દો પડયાં. અને એમનો રોષ થોડો
575