________________
યુગ પરિવર્તનને જાણીને રાજા ૠષભદેવે યુગલ વિવાહમાં પરિવર્તન કર્યું. ભરત સાથે જન્મેલી બ્રાહ્મીનું વાદાન બાહુબલિ સાથે કર્યું અને બાહુબલિ સાથે જન્મેલી સુંદરીનું ભાવિ ભરત સાથે જોડવાનું નક્કી કર્યું. જોકે ભાવિ તો કંઇક જુદુ જ નીકળ્યું. બ્રાહ્મી અને સુંદરી બંને પિતાને માર્ગે ચાલી.
રાંધણ કળાનો વિકાસઃ- કલ્પવૃક્ષ ક્ષીણ થતાં ઇક્ષ્વાકુ વંશના માનવો શેરડીના રસ પર નભવા લાગ્યા. ચોખા જેવા કાચા ધાન્ય ખાતા હતા. તેમાં પાચનની તકલીફ થવા લાગી અને અગ્નિનો ઉપયોગ ખબર નથી. એ કાળે એકવાર બે વૃક્ષના ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો અને આગળ વધ્યો. આ ઉપદ્રવની ફરિયાદ તેઓ એ ભગવાન પાસે જઇને કરી ત્યારે ભગવાને સમજાવ્યું કે આ તો અગ્નિ છે અનાજ પક્વીને ખાજો તેનો સીધો સ્પર્શ ન કરતા. અગ્નિમાં ધાન્યને મૂકતા તે હજમ કરી જતો હતો આથી તેઓ મૂંઝાયા.
પ્રથમ કળા કુંભકારની તથા બીજી કથાઓઃ- યુગલિકોની વાત સાંભળી ભગવાન ભીની માટી મંગાવી પિંડ બનાવ્યો. તેને આકાર આપવા હાથીના કુંભ સ્થળ પર મૂકાવી. મહાવત પાસે તેનું વાસણ બનાવરાવ્યું તેથી તે કળા કુંભારકળા નામે પ્રસિધ્ધ થઇ. આવા બીજા પાત્ર બનાવવા સૂચવ્યું અને ધાન્યને ભીંજવીને આ પાત્રમાં પકવવા સૂચવ્યું. પછી તો લુહાર, વણકાર, ચિત્રકાર, વાળંદ એવી લગભગ સો કળાઓ વિકાસ પામી.
ભગવાને જ્યેષ્ઠ પુત્ર ભરતને ૭૨ કળાઓ શીખવી. બાહુબલિને પ્રાણી શાસ્ત્ર શીખવ્યું. બ્રાહ્મીને ૧૮ લિપિઓનું અધ્યયન કરાવ્યું. સુંદરીને ગણિત વિદ્યા શીખવી.
આ ઉપરાંત સ્ત્રીની ચોસઠ કળા બતાવી. જીવન વ્યવહારની મુખ્ય કળાઓ અસિ, મસિ, કૃષિ શીખવી.
પ્રથમ અણગાર :- વીસ લાખ વર્ષ કુમારવસ્થામાં અને કુલ ત્યાસી લાખ પૂર્વ વર્ષ સંસારમાં રહીને ચૈત્ર (ફાગણ) વદ આઠમે દિવસના પાછલે પહોરે ચાર મુષ્ટિ લોચ કર્યો. પાંચમી મુષ્ટિ કરવા ગયા ત્યાં તો આ દશ્ય ઇન્દ્રે નિહાળી એક લટ બાકી રાખવા વિનંતી કરી. શક્રેન્દ્રના આગ્રહ વશ ભગવાને તે પ્રમાણે એક લટ રહેવા દીધી. ઇન્દ્રે આપેલા દેવદૂષ્યને ધારણ કરી પ્રભુ મૌનવ્રત ધારણ કરી છ માસના ઉપવાસનો અભિગ્રહ ધારણ કરી કર્યો હતો. તે સમય લોકો ભિક્ષા કેમ અપાય તે જાણતા ન હતા. પ્રારંભમાં તેમની પાછળ ચાર હજાર સાધુઓ સ્વયં દીક્ષિત થઇને વિચરતા હતા પણ તેઓ ક્ષુધા તૃષાથી અકળાવા લાગ્યા. વળી ઘરે પાછા ફરવું તેમાં પણ શોભા નહિ. પ્રભુ તો મૌન હતા. આમ સૌ તાપસ બનેલા કચ્છ મહાકચ્છ પાસે ગયા. તેમની
573