________________
તેમના આગળના ભવના જે પાંચ મિત્રો હતા તે તેમની સાથે બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ નામે ભાઈઓ પણે જન્મ્યા હતા. એક સારથિપણે જન્મ્યો હતો. તે સૌએ તેમની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. બાહુ, સુબાહુ મુનિ વૈયાવૃત અને સુશ્રુષાનું કાર્ય કરતાં તેમના આ કાર્યની પ્રશંસા થતાં પીઠ, મહાપીઠ બંનેને ઇર્ષા થતી હતી. તેવા પરિણામને કારણે તેમને સ્ત્રીવેદનો બંધ પડ્યો. શલ્ય સહિત તેઓ મૃત્યુ પામ્યા. ૧૨. સર્વાર્થસિધ્ધમાં - ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે છએ મિત્રો સર્વાર્થસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયો. ૧૩. ષભદેવ ભગવાનનો જન્મ - સર્વાર્થસિધ્ધ વિમાનમાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૌ પ્રથમ વજનાભનો જીવ ભગવાન ઋષભદેવપણે ઉત્પન્ન થયો. બાહુ મુનિ વૈયાવૃત્તના પ્રભાવથી શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પણે ઉત્પન્ન થયા. સુબાહુ મુનિ બાહુબલિ તરીકે જન્મ્યા. પીઠ મહાપીઠ સ્ત્રી વેદને કારણે ઋષભદેવની બ્રાહ્મી અને સુંદરી નામે પુત્રીઓ પણે ઉત્પન્ન થઈ. સારથિનો જીવ શ્રેયાંસ પૌત્ર પણે જમ્યો હતો. ઈક્વાકુ વંશની સ્થાપના - ઋષભદેવનો જન્મ થયા પછી ઇન્દ્રાદિ દ્વારા જન્મ મહોત્સવ કરવામાં આવ્યો. ત્યાર પછી પ્રભુ જ્યારે ૧ વર્ષના થયા ત્યારે કેન્દ્રને તેમનો આચાર સ્મૃતિમાં આવ્યો અને તેઓ એક શેરડીનો સાંઠો લઇને અયોધ્યા નગરીમાં નાભિકુલકરના નિવાસે પધાર્યા. ઇન્દ્રના હાથમાં શેરડીનો સાંઠો જોઈ બાળ ઋષભે હાથ લંબાવી ઈન્દ્રના ભટણાનો સ્વીકાર કર્યો. આથી ઈન્દ્ર પ્રભુના કુળનું નામ ઇક્વાકુ પાડ્યું અને ગોત્રનું નામ કાશ્યપ પાડ્યું. પ્રથમ રાજા - ઋષભદેવ પ્રથમ રાજા થયા. તેમનો રાજ્યાભિષેક કેવી રીતે કરવો તે યુગલિયાઓ જાણતા ન હતા. તે સમયે પોતાનો આચાર સમજી અન્ય દેવો સાથે શક્રેન્દ્ર પૃથ્વી પર આવ્યા. દિવ્ય વસ્ત્રાલંકાર સજાવીને ભગવાનનાં રાજ્યાભિષેકનો ઉત્સવ કર્યો. વિવાહ પરંપરા :- ઋષભદેવ સાથે જન્મેલી કન્યાનું નામ સુમંગલા હતું. અને એક યુગલ જેનો નર મૃત્યુ પામ્યો હતો તે કન્યાનું નામ સુનંદા હતું. એકાકી કન્યાને વનમાં ઘૂમતી જોઈ યુગલિયાઓ તેને નાભિ કુમાર પાસે લઈ ગયા. આ કન્યા નાભિરાજાએ ઋષભદેવ સાથે પરણાવી.
છ લાખ પૂર્વ પર્યત સુખ ભોગવતાં સુમંગલાએ ભરત અને બ્રાહ્મીના યુગલને જન્મ આપ્યો અને સુનંદાએ બાહુબલી અને સુંદરીના યુગલને જન્મ આપ્યો. તે ઉપરાંત સંસાર અવસ્થામાં અઠ્ઠાણું પુત્રીનો જન્મ થયો.
572