________________
દરમ્યાન પંડિતજીએ જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા.
સંસ્કૃતમાં પાંડિત્ય તથા શાસ્ત્ર નિષ્ઠા માટે સને ૧૯૬૪માં રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન તરફથી પ્રમાણપત્ર મેળવેલ. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ તરફથી વિવિધ પ્રસંગે તેમનું બહુમાન કરી ૭ સુવર્ણ ચંદ્રક, સાતેક ચાંદીની કાસ્કેટો પંદરેક સન્માન પત્રો તેમને અર્પણ થયેલા. અંતિમ વર્ષો :- કોલેજમાંથી નિવૃત થયા પછી પણ સારી એવી સ્વૈચ્છિક સેવાઓ પંડિતજી એ લા.દ.પ્રારા વિદ્યામંદિરને આપી હતી. પીએચડીના ઘણા વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપ્યું હતું. આમ વિવિધ સેવાઓ આપી ૯૩ વર્ષની જૈફ વયે, સૌ સ્વજન-બંધુવર્ગને ખમાવીને તા.૧૧/૧૦/૧૯૮૨ના રોજ તેઓએ શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
તેમણે ઘણી કૃતિઓ લખી તેમજ સંપાદન કરી છે. આમ તેઓએ ખૂબજ સાહિત્ય સેવા આપી છે.
તેમણે કથા સાહિત્યને લગતી કૃતિઓ લખી છે કે સંપાદન કરી છે. તેમાની કેટલીક નીચે મુજબ છે.
અનુવાદક
આવૃતિ (૧) ભગવાન મહાવીરના દશ ઉપાસકો
બેચરદાસ દોશી પહેલી ૧૯૩૧ (૨) ભગવાન મહાવીરની ધર્મકથાઓ
બેચરદાસ દોશી દ્વિતીય ૧૯૯૧ (૩) ભગવાન મહાવીર ચરિત્ર બેચરદાસ દોશી ઈ.સ. (૪) ભગવાન મહાવીર જીવન નો મહિમા
બેચરદાસ દોશી દ્વિતીય (૫) નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ
બેચરદાસ દોશી દ્વિતીય ૧૫૪ ભગવાન મહાવીર દશ ઉપાસકો કથા ગ્રંથ વિશે ગોપાલદાસ જીવાભાઈ પટેલ લખે છે કે, “જૈન ધર્મના અનુયાયીઓની ઠીક ઠીક સંખ્યા આજે પણ ગુજરાતમાં મોજૂદ છે. તથા ગુજરાતનું સામાજિક અને ધાર્મિક જીવન ઘડવામાં ભૂતકાળથી તે વર્ગે ઠીક ઠીક ભાગ લીધો છે. ભગવાન મહાવીરના દશ ઉપાસકોના જીવન ચરિત્રની કથાઓ વાચકોને ઉપયોગી તથા રસિક નીવડે તેવી છે. તે રીતે આ પુસ્તકનું મહત્ત્વ સવિશેષ
ને.
સન
૧૯૬૬
૧૯૮૪
547