________________
ચોફેર જ નહિ પણ આપણામાં સમાયેલા છે. પાંચ ઇન્દ્રિયો, પાંચ તત્ત્વોમાં પણ તેઓનું અસ્તિત્વ છે.
આમ, આ કથામાં મુનિશ્રી રાજકીર્તિસાગરની સૂક્ષ્મ દ્રષ્ટિ દેખાય છે.
આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મ.સા. રચિત મુલશુધ્ધિપ્રકરણ
ચાંદ્રકુલના પૂર્ણતલ ગચ્છના આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મ.સા.એ મૂલશુધ્ધિ પ્રકરણ રચ્યું હતું. તેનું ગુજરાતી વિવેચન આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજના શિષ્ય દેવચંદ્રસૂરિજીએ મૂલ શુધ્ધિગ્રંથની ટીકાના આધારે કર્યું છે. વર્તમાનમાં તેનું વિવેચન આચાર્ય જયઘોષસૂરિ મ.સા.ની કૃપાથી આચાર્ય હેમચંદ્રસૂરિજીના શિષ્ય મુનિ રત્નબોધિવિજયે વિ.સં.૨૦૬૭માં કર્યું છે.
આ ગ્રંથમાં જિનશાસનની કુશળતા માટે આર્દ્રકુમારનું, જિનશાસન પ્રભાવના માટે આર્ય ખુપટાચાર્યનું, તીર્થ સેવા માટે આર્ય મહાગિરિ અને ભીમ-મહાભીમના દ્રષ્ટાંતો, ભક્તિ માટે આરામ શોભાનું, સ્થિરત્વ માટે સુલસાનું, શંકા માટે શ્રીધરનું, કાંક્ષા માટે ઇન્દ્રદત્તનું, વિચિકિત્સા માટે પૃથ્વીસાર-કીર્તિદેવનું, રાજાભિયોગ માટે કાર્તિક શેઠનું દ્રષ્ટાંત, બલાભિયોગ માટે જિનદેવનું, દેવાભિયોગ માટે કુલપુત્રનું, ભીલનું, સંકાશશ્રાવકના જીવનું વસુદત્તનું, રોહિણીયા ચોરનું, સુપાત્રદાનમાં મૂલદેવનું, દેવધરનું, અભિનવ શેઠનું, નયસારનું, શ્રેયાંસનું, આર્ય ચંદ્રનાનું, દ્રોણનું, સંગમનું, સિંહગુફાવાસી મુનિનું, ગોશાળાનું, બ્રહ્મદત્તચક્રીનું, ચંડપુત્રનું, બુધ્ધિની તુચ્છતા પર મારિકાનું, પ્રિયદર્શનાનું, સુકુમાલિકાનું, વજ્રનું, રેવતીનું, દેવકીનું, નંદા શ્રાવિકાનું, ભદ્રાનું, મનોરમા સતીનું, સુભદ્રાનું, નર્મદાસુંદરી, વગરે દ્રષ્ટાંત આપેલ છે.
આમ,રસપ્રદ કથાઓ દ્વારા ગ્રંથને આવરી લેવાયો છે. કથામાં પ્રસંગોનું સરસ રીતે આલેખન કર્યું છે. આજની પેઢીને તેમાં રસ પડે એ છટાથી કથાને રજુ કરી છે. ગણિ મુક્તિચંદ્રવિજય, મુનિચંદ્રવિજય
‘આત્મકથાઓ’ પુસ્તકમાં ગણિ મુક્તિચંદ્રવિજય તેમજ મુનિ ચંદ્રવિજય લખે છે
કે,
‘આ કથાઓમાં ખુદ કથા-નાયક જ આવીને કહે છે. કથાકાર ખુદ કંઇ કહે તે કરતાં કથા પાત્ર સ્વયં આવીને પોતાની વાત કહે છે જે લખનાર અને વાંચનાર બંને માટે વધુ રસપ્રદ બને. આવી ચોસઠ આત્મકથાઓનો સંગ્રહ આ પુસ્તકમાં છે.’’
→→ ૩૨
542