________________
રત્નશેખર-રત્નાવતી’ કથાનું સંપાદન કર્યું. આ કથા શ્રી જિનહર્ષસૂરિ રચિત છે. આ કથાની રચના લગભગ ૫૦૦ વર્ષ પૂર્વે સંસ્કૃત ભાષામાં થયેલી છે. તેનો અનુવાદ પણ શ્રી જૈન ધર્મપ્રચારક સભા તરફથી વિક્રમ સંવત ૧૯૬૦માં પ્રકાશિત કરવામાં આવેલ છે. તેનું પુન:પ્રકાશન શ્રી જિન શાસન આરાધના દ્રસ્ટે વિ.સં. ર૦૧પમાં કરેલ છે. આ ગ્રંથમાં પર્વ તિથિનું મહત્ત્વ કથા દ્વારા બતાવ્યું છે. આ કથાના કર્તા જિનહર્ષસૂરિ વિ.સં.૧૫૦ની સાલમાં વિદ્યમાન હતા.
આ નાની સરખી કથાને કર્તાએ સ્થાને સ્થાને પ્રસ્તાવિક શ્લોકો અને ગાથાઓથી તેમજ જુદી જુદી કથાઓથી ચિત્રિત કરેલી છે. કથાના નાયક-નાયિકાને અનેક પ્રકારના ધાર્મિક ગુણોથી શોભાવ્યા છે. આ કથા એટલી અસરકારક છે કે તે સાવંત વાંચવાથી અવશ્ય પર્વતિથિના આરાધનમાં વાચક દોરવાયા સિવાય રહે જ નહિ.
આ કથાના અંતમાં કહ્યું છે કે, “જે જીવો પર્વોને વિષે જિનેશ્વર કથિત ધર્મ આણા સંયુક્ત ત્રિકરણ શુધ્ધ પાળશે અને સુર તથા અસુરોથી અશુભત રહેશે, તે રત્નશેખર રાજાની માફક મનવાંછિત સમૃધ્ધિને પામીને અનુક્રમે કેવળજ્ઞાન તથા મોક્ષપદને પામશે. પશુના ભાવમાં પણ પર્વદિન પાળવાથી સુખ પ્રાપ્ત થાય છે. તો ભાવ પૂર્વક મનુષ્ય ભવમાં જો આરાધન થાય તો ઈન્દ્રપદ, ચક્રીપદ અને છેવટે પરમપદ તે પ્રાણી પામે છે. રત્નાવતી અને રત્નશેખરનું ચારિત્ર જે ભવ્ય જીવો સાંભળે છે તેને તે બોધિબીજ પ્રાપ્તિનું કારણ થાય છે. આમાં આડકથા પણ આપવામાં આવેલ છે.
મુનિ રાજકીર્તિ સાગર પાંડવો ક્યાં? એ કથા રજૂ કરતા મુનિ રાજકીર્તિસાગર કહે છે કે,
અંતે જીત કોની...? સત્ય અને અસત્ય..., સંસ્કાર અને કુસંસ્કાર..., ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ..., સજ્જન અને દુર્જન..., પાંડવ અને કૌરવો...ધર્માત્મા, પુણ્યાત્મા,સત્યવાદીને જ સહન કરવાનું છે. જે સહન કરે તે શિખરને પ્રાપ્તકરે. આ સનાતન સત્ય છે. હંસ અને કાગમાં જેમ આકાશ પાતાળનો ફરક છે, તેવું જ પાંડવકૌરવોમાં છે. ક્યાં પાંડવો...? અને ક્યાં કૌરવો....? સારું મન, સારા વિચારો તે પાંડવો. ખરાબ મન, ખરાબ વિચારો તે કૌરવો.
આ કથામાં કૌરવો અને પાંડવોની રજુઆત ખૂબ જ સુંદર રીતે કરી છે. ઐતિહાસિક પાત્રો દ્વારા તેમણે સારા અને ખરાબ વિચારો કોના સમાન છે તે અદભુત રીતે વર્ણવ્યું છે. આ કથામાં પાંડવોનું જીવનચરિત્ર અલગ અલગ ર૦ પ્રકરણમાં વિભાજીત કરી સમજાવ્યું છે. છેવટે અંતમાં બોધ આપતા લખ્યું છે કે પાંડવો આપણી
541.