________________
છઠ્ઠો વિભાગ સંવાદનો છે તેમાં વીરપ્રભુના જન્મની ખુશાલી, વિનય વડો સંસારમાં, ઇક્ષરસનું પાન કર્યું છે, તપચિંતવણી કાઉસગ્ગ આદિ વિષયો રજુ કર્યા છે. વાંચનારને ગુંચવાડામાંથી બહાર કાઢવાનો સરસ પ્રયોગ તેમણે કર્યો છે. આ વાંચતા એવું લાગે કે આચાર્ય ભગવંત પ્રત્યક્ષ તે વિષય સમજાવી રહ્યા છે
સાતમો વિભાગ છે કાવ્ય. જેમાં મયણાસુંદરી, પર કવિ પ્રિયદર્શનનું, શ્રી યશોવિજયજીનું, ધર્મનાથ જિન સ્તવન, હંસને માનસરોવરના કોડ, કાવ્યાત્મક આત્મ પરિચય, સંવેદન ભીના થઇએ આદિ અલંકૃત કર્યા છે.
આઠમા વિભાગમાં કથા રજુ કરી છે. જેમાં દર્શન કરવા ન ગયા તો પણ શ્રેષ્ઠ ગણાયા તેમાં સુલસા શ્રાવિકાની કથા સુંદર રીતે ટૂંકમાં રજુ કરી છે. આ ઉપરાંત શેરડીનો સાંઠો, ઘડો, સૂપડું, સાંબેલું, આંબાના વન જેવા થજો વગેરે કથાઓ અદ્ભુત રીતે રજુ કરી છે.
નવમા વિભાગમાં સુભાષિત આપ્યા છે જે દરેક વિભાગમાં ક્યાં ક્યાં મૂક્યા છે તે દર્શાવ્યું છે.
ખરેખર, પાઠશાળા ગ્રંથ એ અર્વાચીન સાહિત્યની અજોડ કૃતિ છે. પ.પૂ.આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ વિરચિત કથા કૃતિ :
(૧) ધન્યકુમાર ચરિત્ર ઈ.સ. ૨૦૦૮ સં.ર૦૬૪ (૨) પેથડકુમાર ચરિત્ર (૩) સત્વ સમૃધ્ધ સ્થૂલભદ્ર
સં.ર૦૬૬ ધન્યકુમાર ચરિત્રનું સંપાદન કરતા પ.પૂ.આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ કહે છે કે,
છેલ્લા કેટલાય સમયથી મીડીયા માધ્યમના કારણે ગણો કે અમેરિકાના વાયરસના કારણે ગણો, બધા જ ક્ષેત્રે આમૂલ મૂલ પરિવર્તન આવ્યું છે. તેવા વાવાઝોડામાં વર્તમાન કાળમાં ધર્મતત્વને વળગી રહેવાનું છે. સત્ત્વ સાથે અનુસંધાન સાધી રાખવાનું છે. તે માટે મને તૂર્ત સૂઝે છે તે એ કે ઉત્તમ પુરૂષોના ઉત્તમ ચરિત્રો વાંચવામાં આવે, વાગોળવામાં આવે તો પોતાની જાતને બદલવા માટે રોલમોડલ મળી રહે. વળી એ આદર્શ ચરિત્ર માપસર, રસાળ અને પ્રસગોથી અસરકારક હોવું જોઈએ. તેવાં ત્રણ ચારિત્રો પ્રત્યેક શ્રાવકના ઘરે હોવા જોઈએ. (૧) પેથડકુમાર ચરિત્ર (૨) ધન્યકુમાર ચરિત્ર (૩) શ્રીપાળ ચરિત્ર.
કાળના પ્રભાવે અલ્પ પુણ્યવાળા જીવો જ અહીં અવતરે છે તેવી સ્થિતિમાં પણ સમભાવથી નવાં ચીકણાં કર્મ ન બંધાય તે રીતે કેમ જીવવું તેનું પથદર્શન આ
516