________________
૧૩.૪
અસરકારક લખાણ નિષ્પન્ન થવું તે શકય નથી.
પાઠશાળા ગ્રંથ-૨માં પહેલો વિભાગ ચિંતનનો છે. જેમ કે વિચાર દિવાલ છે. તેની પેલે પાર સૂર્ય છે. જેમાં કવિ રાજેશ વ્યાસની કવિતાની પંક્તિ લીધી છે કે “આભમાં કે દરિયામાં, ક્યાંય પણ કેડી નથી
અર્થ એનો એ નથી કે, કોઇએ સફર ખેડી નથી.’’
આ ઉપરાંત પ્રશંસા-નિંદા સરખામણી, યે દિન ભી બીત જાયેગા, ધર્મનું ફળ: વૃત્તિ વિજય આદિનું ચિંતન અદ્ભુત રીતે આલેખ્યું છે.
વિભાગ-ર પ્રભુ પ્રાર્થનામાં આગમ પંચાગીને પ્રણામ કર્યા છે. જેમાં આગમો વિશે સંશોધન કરનાર, વૃત્તિકાર આદિના ઉલ્લેખ કરી પરમાત્માની વાણી દ્વારા જ્ઞાનદશાને પ્રાપ્ત કરવાનું સમજાવ્યું છે.
ત્રીજા વિભાગ મનનમાં દેવે બનાવેલું દેરાસર: શ્રી શાંતિનાથનું દેરૂ જેમાં પાલિતાણામાં ગિરિરાજ ઉપર સિંહદેવ દ્વારા સર્જેલ શાંતિનાથ ભગવાનના ચૈત્યની વાત નિરૂપી છે. આ ઉપરાંત દેવે બનાવેલું દેરાસરઃ પાટણ વાવ, વાણી વ્યક્તિનું માપ છે આદિ સુંદર રીતે આલેખ્યા છે.
ચોથો વિભાગ સાધુ છે. જેમાં ચેતન! અબ મોહે દિરસણ દીજે, મેઘને વંદના હો, મુનિવર પ્રેમવિજયજી મહારાજની ટીપ, શ્રી નીતિવિજયજી દાદા અને શિષ્ય શ્રી મણિવિજયજી મહારાજ આદિના અદ્ભુત વર્ણન કર્યા છે. એક અલગ શૈલીથી તેમણે રજુઆત કરી છે. ‘મેઘને વંદના હોજો’માં મેઘકુમારની કથા પૂર્ણ થતા અંતમાં સુંદર પંક્તિઓ મૂકી છે. જે નીચે પ્રમાણે છે.
પ્રવજ્યાના પ્રથમ દિવસે દેહ વોસિરાવ્યો. પ્રવજ્યાના પ્રથમ દિવસે હારને હાર
દીધી.
પ્રવજ્યાના પ્રથમ દિવસે જીતને જીતી લીધી. પ્રવજ્યાના પ્રથમ દિવસે જન્મને ધન્ય કીધો!
એક સ્ત્રીના વેણે તાંબુ બને છે સોનું, એમાં ભવદત્ત મુનિને સંયમમાં વાળતી નાગીલાની કથા અહીં વર્ણવી છે. લેખકની શૈલી ખરેખર પ્રબુધ્ધ તેમજ અદ્ભુત છે. એ જ પ્રાચીન કથાને પોતાની શૈલીથી વર્ણવી કથાને રસપ્રદ બનાવી દીધી છે.
પાંચમા વિભાગમાં શ્રાવકોની વાત રજુ કરી છે. જેમાં રાજા શ્રીપાળનાં ન્યારાં જીવનનાં રહસ્યો, માલવપતિ પુત્રી મયણા અતિ ગુણવંત આદિનો સમાવેશ થાય છે.
515